શોધખોળ કરો

પેટની ચરબી ગાયબ કરશે મેથી દાણા, આ રીતે કરો સેવન 

મોટાપાની સાથે ભારતમાં કરોડો લોકો સંઘર્ષ કરી રહ્યા છે. સ્થૂળતા અને પેટની ચરબી તમારા વ્યક્તિત્વને બગાડે છે એટલું જ નહીં પણ ઘણી બીમારીઓનું કારણ પણ છે.

સ્થૂળતા આજના સમયની એક મોટી સમસ્યા બની ગઈ છે.  મોટાપાની સાથે ભારતમાં કરોડો લોકો સંઘર્ષ કરી રહ્યા છે. સ્થૂળતા અને પેટની ચરબી તમારા વ્યક્તિત્વને બગાડે છે એટલું જ નહીં પણ ઘણી બીમારીઓનું કારણ પણ છે. તેથી તેને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ જીવનશૈલીમાં એક નાનકડો ફેરફાર પણ તમારી ફિટનેસ યાત્રામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. અહીં અમે તમને એવી જ એક રીત જણાવી રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે.

મેથીના દાણાનો ઉપયોગ વજન ઘટાડવામાં અને બહાર નીકળેલા પેટને ઘટાડવામાં ઘણી મદદ કરે છે. મેથીના દાણામાં ભરપૂર માત્રામાં દ્રાવ્ય ફાયબર હોય છે જેના કારણે તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ નથી લાગતી.

ફાઈબર ઉપરાંત, મેથીના દાણામાં કોપર, રિબોફ્લેવિન, વિટામિન A, B6, C, K, કેલ્શિયમ, આયર્ન અને ફોલિક એસિડ પણ સારી માત્રામાં હોય છે જે શરીરને અંદરથી ઘણા ફાયદા આપે છે. અહીં અમે તમને જણાવીએ છીએ કે તમે મેથીના દાણાનું સેવન કેવી રીતે કરી શકો છો.

મેથીના દાણા ખાવાની સૌથી સારી રીત એ છે કે રાત્રે એક ગ્લાસમાં 1 થી 2 ચમચી મેથીના દાણા નાખીને તેને આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે આ પલાળેલા દાણાવાળા પાણીને થોડું ગરમ ​​કરો અને તેને ગાળીને પી લો. જો તમે ઈચ્છો તો મેથીના દાણા પલાળીને પણ ખાઈ શકો છો. 

મેથીના દાણાનું પાણી પીવાથી ચયાપચય ઝડપી થાય છે અને શરીરમાં વધારાની ચરબી બર્ન થવા લાગે છે. તેનાથી વાળનો ગ્રોથ પણ સુધરે છે અને વાળ ખરતા પણ ઓછા થાય છે. આ પાણી ત્વચા માટે કોઈ ચમત્કારથી ઓછું નથી કારણ કે તેમાં ઘણા એન્ટી એજિંગ ગુણ હોય છે.

મેથીના દાણાના પાણી ઉપરાંત મેથીના દાણામાંથી ચા પણ બનાવી શકાય છે. આ માટે તમારે માત્ર મેથીના દાણાને એક વાસણમાં નાખીને પાણી સાથે સારી રીતે ઉકાળવા પડશે. પાણી ઉકળે એટલે તેને એક કપમાં ગાળી લો. આ ચા પીવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે અને વારંવાર કંઈપણ ખાવાની ઈચ્છા થતી નથી. મેથીના દાણાની આ ચા સવારે કે સાંજે પી શકાય છે. 

Health Tips: હાઈ કોલેસ્ટ્રોલ દરમિયાન જોવા મળે છે આ લક્ષણો, થઈ જાવ સાવધાન 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget