શોધખોળ કરો
Advertisement
Eye Care Tips in Summer:ગરમીમાં આંખોને સ્વસ્થ રાખવા માટે આ ટિપ્સ છે બેસ્ટ, અજમાવી જુઓ
Eye Care Tips:આંખ શરીરનું અણમોલ રત્ન છે. જેથી બદલતી ઋતુ સાથે તેનો વિશેષ ખ્યાલ રાખવો જરૂરી છે.
Eye Care Tips:આંખ આપણા શરીરનું ખૂબ જ સેન્સેટિવ અંગ છે. બદલતી સિઝનમાં તેની વિશેષ સારસંભાળ રાખવી જરૂરી છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં આંખોનું જતન કેવી રીતે કરીશું આવો જાણીએ..
ગરમીની સિઝન તેની સાથે અનેક સમસ્યાઓ પણ લઇને આવે છે. લૂ, આકરા તાપના કારણે આંખમાં ખંજવાળ આવવી, આંખમાં પાણી આવવું, આંખમાં ખંજવાળ આવવી વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે. ગરમીમાં આ ટિપ્સથી આપ આંખનું જતન કરી શકો છો.
ગરમીમાં આ રીતે લો આંખોની કાળજી
- જ્યારે પણ તમે તડકામાં બહાર જાઓ ત્યારે સનગ્લાસ પહેરો. સનગ્લાસ ખતરનાક અલ્ટ્રા વાયોલેટ 'એ' અને અલ્ટ્રા વાયોલેટ 'બી' કિરણોને અવરોધે છે.
- જો તમે છાયામાં પણ ઉભા હોવ તો પણ સનગ્લાસનો ઉપયોગ કરો. એવું બિલકુલ ન વિચારો કે જો તમે છાયામાં ઉભા છો તો તમે સુરક્ષિત છો.
- જો તમે પાવર લેન્સ પહેરો છો, તો ચોક્કસપણે સનગ્લાસ પહેરો જેથી યુવી કિરણો આંખોને નુકસાન ન પહોંચાડે.
- બહાર જતી વખતે તમારે મોટી સાઈઝની કેપ પહેરવી જોઈએ. તેનાથી સૂર્યના કિરણો તમારી આંખો પર નહીં પડે.
- ઉનાળામાં દિવસમાં 3-4 વખત ઠંડા પાણીથી આંખો ધોઈ લો.
- દરરોજ ઓછામાં ઓછું બે લિટર પાણી પીવાનું સુનિશ્ચિત કરો જેથી આંખો અને ત્વચાને ડિહાઇડ્રેશનથી બચાવી શકાય.
- પાણીની અછતથી આંખોમાં લુબ્રિકેશનનો અભાવ થઈ શકે છે, જેનાથી ઝેરોફ્થાલ્મિયા જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે.
- ઉનાળાની ઋતુમાં આંખોને સ્વસ્થ રાખવા માટે વિટામિન સી, વિટામિન એ અને મિનરલ્સથી ભરપૂર ખોરાક લો.
- દર અડધા કલાકે 5-10 મિનિટ માટે આંખોને આરામ આપવાનું ભૂલશો નહીં.
- દિવસમાં ત્રણથી ચાર વખત આંખો પર ઠંડા પાણીને છાંટો. કાકડીની સ્લાઇસને આંખો પર લગાવો, રૂમાં ગુલાબજળના પોતા મૂકો.
- ધ્યાનમાં રાખો કે, આપની આંખના મેકઅપની વસ્તુઓ કોઈની સાથે શેર કરશો નહીં.
- સમયાંતરે આંખોનું ટેકઅપ કરાવતા રહો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion