(Source: ECI/ABP News/ABP Majha)
Strong Hair: બસ થોડા દિવસમાં જ વાળ ખરતા થઈ જશે બંધ, ઘરે બનાવેલા આ 3 હેર સ્પ્રે કરો ટ્રાઈ
Hair Care Tips: જો તમે પણ વાળ ખરવાથી પરેશાન છો અને તમારા વાળને મજબૂત કરવા માંગો છો, તો તમે આ ત્રણ ખાસ હેર સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો.
Hair Care Tips: લોકો પોતાના વાળને લાંબા, જાડા, કાળા અને સુંદર બનાવવા માટે ઘણી કોશિશ કરે છે. પરંતુ તેમ છતાં તેમના વાળ મજબૂત નથી થતા, આટલું જ નહીં ઘણા એવા લોકો છે જે વાળ ખરવાથી પરેશાન છે.
વાળ મજબૂત બનાવો
જો તમે પણ વાળ ખરવાથી પરેશાન છો અને તમારા વાળને મજબૂત કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને આવા ત્રણ હેર સ્પ્રે વિશે જણાવીશું, જેને તમે ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો. આ હેર સ્પ્રેની મદદથી તમે તમારા વાળને સુંદર બનાવી શકો છો.
ગુલાબજળ અને નાળિયેળ તેલનો હેર સ્પ્રે
તમે ઘરે ગુલાબજળ અને નારિયેળ તેલનો હેર સ્પ્રે બનાવી શકો છો. તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે. આ માટે સૌથી પહેલા એક કપ ગુલાબજળ ગરમ કરો, તેમાં ત્રણ ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય, ત્યારે તેને તમારા વાળમાં લગાવો અથવા તમે તેને સ્પ્રે બોટલમાં ભરીને તમારા વાળ પર સ્પ્રે કરી શકો છો. તેનાથી તમારા વાળ ખરતા ઓછા થશે અને મજબૂત બનશે.
લવિંગની મદદથી હેર સ્પ્રે બનાવો
આ સિવાય તમે લવિંગની મદદથી હેર સ્પ્રે બનાવી શકો છો. જો કે લવિંગનો ઉપયોગ ખાવાની વસ્તુઓમાં વધુ થાય છે. પરંતુ તે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે તમારે લવિંગને આખી રાત પાણીમાં પલાળી રાખવાની રહેશે. બીજા દિવસે સવારે આ લવિંગના પાણીમાં થોડું એલોવેરા જેલ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. તમે તેને સ્પ્રે બોટલમાં ભરીને તમારા વાળ પર સ્પ્રે કરી શકો છો. આમ કરવાથી વાળ કાળા અને સીધા થઈ જશે.
ટ્રાય કરો લીંબુથી બનેલો સ્પ્રો
આ બે હેર સ્પ્રે સિવાય તમે ઘરે લીંબુમાંથી બનાવેલ હેર સ્પ્રે પણ અજમાવી શકો છો. તેને બનાવવા માટે, એલોવેરા જેલ, લીંબુનો રસ અને થોડું નારિયેળ તેલ મિક્સ કરો અને તેને સ્પ્રે બોટલમાં ભરો, પછી તમારા વાળ ધોયા પછી, તેને સ્પ્રે બોટલની મદદથી સ્પ્રે કરો. આ તમારા વાળને કુદરતી ચમક આપશે અને તેને મજબૂત બનાવશે.
આ ત્રણ હેર સ્પ્રેનો ઉપયોગ કરીને તમે તમારા વાળને લાંબા, જાડા અને મજબૂત બનાવી શકો છો. એટલું જ નહીં, જે લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે તેઓ પણ આ હેર સ્પ્રેનો ઉપયોગ કરીને તેમના વાળને મજબૂત બનાવી શકે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )