Health Tips: હેડફોન છીનવી શકે છે, સાંભળવાની શક્તિ, જાણો અભ્યાસમાં શું થયો ચોંકાવનારો ખુલાસો
ઘરમાં હોય કે બહાર, તમે મોટાભાગના યુવાનોના કાનમાં હેડફોન, ઈયરબડ જોયા હશે અને તેમાં સંગીત જોરથી વાગી રહ્યું હોય છે. આ આદત આપની સાંભળવાની શક્તિ છીનવી શકે છે.
Health Tips:ઘરમાં હોય કે બહાર, તમે મોટાભાગના યુવાનોના કાનમાં હેડફોન, ઈયરબડ જોયા હશે અને તેમાં સંગીત જોરથી વાગી રહ્યું હોય છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનું માર્કેટમાં હેડફોન, ઈયરબડ્સની ભરમાર છે. કારણ કે કંપનીઓને ખબર પડી છે કે, લોકો મોબાઈલ પર વીડિયો અને મ્યુઝિક સાંભળવા હેડફોન પહેરવાનું પસંદ કરે છે. પરંતુ સતત તેનો યુઝ કેટલા ખતરનાક છે. તેના વિશે રિસર્ચ થયું છે. તે તાજેતરના અભ્યાસમાં સામે આવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં એક અબજ યુવાનોની આ હેડફોનના કારણે શ્રવણ શક્તિ પર જોખમ ઉભું થાય તેમ છે.
ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, હેડફોન અને ઇયરબડના ઉપયોગ અને મોટેથી સંગીતના સંપર્કમાં આવવાથી એક અબજથી વધુ કિશોરો અને યુવાનોને સાંભળવાની શક્તિ ગુમાવવાનું જોખમ ઉભું થઇ શકે છે. યુ.એસ.ની મેડિકલ યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિનાના સંશોધકો સહિતની આંતરરાષ્ટ્રીય ટીમે જણાવ્યું હતું કે, વિશ્વભરની સરકારોએ કાનના સ્વાસ્થ્ય માટે સુરક્ષિત સાંભળવાની નીતિઓને તાત્કાલિક પ્રાથમિકતા આપવાની જરૂર છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, સરકારોએ વૈશ્વિક બહેરાશ નિવારણમાં યોગદાન આપવાની જરૂર છે.
વિશ્વભરમાં 430 મિલિયન લોકો બહેરા છે
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નો અંદાજ છે કે, વિશ્વભરમાં 430 મિલિયનથી વધુ લોકો સાંભળવાની ખોટથી પીડાય છે, સંશોધકોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પર્સનલ લિસનિંગ ડિવાઈસ (પીએલડી)નો ઉપયોગ કરતા યુવાનો તેમની શ્રવણ શક્તિને અસર કરી રહ્યા છે કારણ કે તેઓ નિર્ધારિત ધ્વનિ ધોરણોની અવગણના કરે છે.
અગાઉ પ્રકાશિત થયેલા સંશોધનો સૂચવે છે કે, PLD વપરાશકર્તાઓ ઘણીવાર 105 ડેસિબલ્સ (dB) જેટલા ઊંચા અવાજનો ઉપયોગ કરે છે, જ્યારે મનોરંજનના સ્થળોએ સરેરાશ અવાજનું સ્તર 104 થી 112 dB સુધીનું હોય છે. જ્યારે યુવાનો માટે સાઉન્ડ લેબલ 80 ડીબી અને બાળકો માટે 75 ડીબી નક્કી કરવામાં આવ્યું છે.
આ રીતે સંશોધન થયું
સંશોધકોએ કિશોરો અને પુખ્ત વયના લોકોમાં સાંભળવાની શકિતનું જોખમ છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે અસુરક્ષિત શ્રવણ પ્રથાનો અંદાજ કાઢ્યો હતો. તેઓએ અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ અને રશિયન ભાષામાં પ્રકાશિત સંશોધન ડેટાબેઝની શોધ કરી, જેમાં 12-34 વર્ષની વયના લોકો સામેલ હતા. આ સંશોધનમાં છેલ્લા બે દાયકામાં અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ અને રશિયનમાં પ્રકાશિત થયેલા 33 અભ્યાસોના ડેટા પર ધ્યાન આપવામાં આવ્યું હતું, જેમાં 12-34 વર્ષની વયના 19,000 થી વધુ સહભાગીઓ સામેલ હતા. તેમાં જાણવા મળ્યું છે કે,સ્માર્ટફોન જેવા ઉપકરણો સાથે હેડફોનનો ઉપયોગ કરતી વખતે 24 ટકા યુવાનોને સાંભળવાની ક્ષમતા ઓછી હતી. જ્યારે 48 ટકા લોકો કોન્સર્ટ અથવા નાઈટક્લબ જેવા મનોરંજન સ્થળો પર મોટા અવાજોના સંપર્કમાં આવવાથી સાંભળવાની ખોટ હતી.
કેવી રીતે બચાવ કરવો
અભ્યાસના તારણોને જો તા એવો અંદાજ છે કે 670,000 થી 1.35 અબજ યુવાનોને સાંભળવાની શક્તિ પર જોખમ ઉભું થઇ શકે છે. બહેરાશનો ભોગ ન બનવા માટે, વોલ્યુમ ઓછું કરવું અને લિમિટમાં વસ્તુઓ સાંભળવી જરૂરી છે. હેડફોન વપરાશકર્તાઓએ સેટિંગ્સનો ઉપયોગ કરવો જોઈએ, પછી સાઉન્ડ લેબલ પર નજર રાખવી જોઈએ. આ સાથે ભીડવાળી જગ્યાએ ઈયરપ્લગ પહેરવા જોઈએ. જેથી સાંભળવાની શક્તિને નુકસાન ન થાય.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )