(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક
શરીરને ફિટ રાખવામાં હેલ્ધી ડાયેટ મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે તમારા શરીરને એકદમ ફિટ રાખવા માંગતા હોય તો તમારે તમારા ડાયેટમાં કેટલાક બ્લેક ફૂડ્સનો સમાવેશ કરવો જોઈએ.
શરીરને ફિટ રાખવામાં હેલ્ધી ડાયેટ મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે તમારા શરીરને એકદમ ફિટ રાખવા માંગતા હોય તો તમારે તમારા ડાયેટમાં કેટલાક બ્લેક ફૂડ્સનો સમાવેશ કરવો જોઈએ. જેથી તમારી ઇમ્યુનિટીને વધારે મજબૂત કરશે અને તમે અનેક રોગથી બચી શકશો. જાણો કઈ કઈ વસ્તુઓ તમારે ડાયેટમાં સામેલ કરવી જોઈએ.
કાળી દ્રાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
કાળી દ્રાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાળી દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કાળી દ્રાક્ષનું સેવન હેલ્ધી છે. કાળી દ્રાક્ષનું સેવન કરવાની સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ છે.
કાળા તલના લાડુ અને તલની ચિક્કી
શિયાળાની ઋતુમાં જો તમે કાળા તલના લાડુ અને તલની ચિક્કી ખાવાનું પસંદ કરો છો તો તેના ફાયદા ઘણા છે. કાળા તલ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને તેનાથી તમારી ઇમ્યુનિટી પણ મજબૂત થશે. ઠંડીની ઋતુમાં લોકો કાળા તલના લાડુ ચિક્કી ખાવાનું ખૂબ જ પંસદ કરતા હોય છે. કાળા તલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાળ તલનું સેવન રોજ સવારે કરવું જોઈએ.
કાળા મરી
કાળા મરીમાં આવા ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. કાળા મરીની ચા તમને વાયરલ ઇન્ફેક્શનથી બચાવશે. કાળ મરીમાં ઘણા પોષક તત્વો હોય છે.
બ્લેક રાઇસ
ડાયટમાં બ્લેક રાઇસનો સમાવેશ કરવાથી પણ તમને ફાયદો થશે. બ્લેક રાઇસમાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે અને તેના સેવનથી આંખનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ડાયેટમાં બ્લેક રાઈસ સામેલ કરવા જોઈએ.
કાળા જાંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
બ્લેક બેરી અથવા કાળા જાંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બ્લેક બેરીનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. તે હૃદયના સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ સારું છે. કાળા જાંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )