(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: દેશમાં કોરોનાએ ફરી માર્યો છે ફૂંફાડો, Immunity મજબૂત બનાવવા આ ડાયટ ટ્રિક્સને કરો ફોલો
આહારમાં બેદરકારીને કારણે ઘણી બીમારીઓ તમને ઘેરી શકે છે. આ સિવાય કોવિડ થવાનું જોખમ પણ હોઈ શકે છે.
Immunity Strengthening Foods: ભારતમાં ફરીથી કોરોના વાયરસે જોર પકડ્યું છે. થોડા દિવસોની રાહત બાદ હવે ફરી દેશમાં ભયનો માહોલ છે. આવી સ્થિતિમાં, તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમારે તમારા ખાનપાન પર ધ્યાન આપવું જોઈ., કારણ કે આહારમાં બેદરકારીને કારણે ઘણી બીમારીઓ તમને ઘેરી શકે છે. આ સિવાય કોવિડ થવાનું જોખમ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા આહારમાં આરોગ્યપ્રદ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.
દરરોજ હેલ્ધી ફૂડ ખાવાથી એનર્જી પણ જળવાઈ રહે છે અને તમારી ઈમ્યુનિટી પણ મજબૂત રહેશે. આ રીતે તમે કોવિડથી સંક્રમિત થવાથી બચી શકો છો. આજે અમે તમને હેલ્ધી ડાયટ ટ્રિક્સ વિશે જણાવીશું, જેને તમારે ફોલો કરવી જોઈએ.
વધુ પ્રવાહી લો- આપણા શરીરની ચયાપચયની પ્રવૃત્તિને જાળવી રાખવા માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી મેળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે, વધુ માત્રામાં પ્રવાહી ખોરાક લેવાનો પ્રયાસ કરો. આ માટે તમારે તમારા આહારમાં સૂપ, રસાવાળા શાકભાજી, સાંભર, દાળ, જ્યુસ જેવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.આ સિવાય દિવસમાં 8 ગ્લાસ પાણી પીવો.
મીઠું અને ખાંડની માત્રાને નિયંત્રિત કરો- જો આહારમાં મીઠું અને ખાંડનું સંતુલન ન હોય તો તમે જીવનશૈલીની ઘણી બીમારીઓનો શિકાર પણ બની શકો છો. ખાંડનું સેવન કરવાથી તમે ડાયાબિટીસનો શિકાર બની શકો છો, જ્યારે મીઠાનું સેવન કરવાથી હાઈપરટેન્શન અને અન્ય કાર્ડિયોવેસ્ક્યુલર રોગો થઈ શકે છે.તેથી ખાંડ અને મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. આ સ્માર્ટ ટ્રિક્સ અપનાવીને તમે તમારા આહારને સુધારી શકો છો.
તમારો પોતાનો ડાયટ પ્લાન બનાવો: ડાયેટ પ્લાન એ એક પ્રકારનું ટાઈમ-ટેબલ છે. જેના હેઠળ તમે દિવસના કયા સમયે કયો ખોરાક લેશો તેનું પ્લાનિંગ કરો છો. સારા ડાયટ પ્લાનમાં વિવિધ ફૂડ આઈટમ સામેલ હોય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )