શું અડધી રાત્રે તમારી પણ ઊંઘ ઉડી જાય છે? જાણો કઈ બીમારીમાં આવું થાય છે...
Liver Disease: ઘણી વખત રાત્રે લોકોની ઊંઘ ખુલી જાય છે. તેઓ આને સામાન્ય માને છે પરંતુ આ સામાન્ય વાત નથી. કારણ કે રાત્રે 1થી 4 વાગ્યા સુધી ઊંઘ ખુલવી લિવરની બીમારીના સંકેત હોઈ શકે છે.
Liver Disease Indication: પૂરતી ઊંઘ આપણા સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જો ઊંઘ જરૂરિયાત કરતાં ઓછી લેવામાં આવે તો તેની અસર સ્વાસ્થ્ય પર પડવા લાગે છે. ઘણા લોકો એવા પણ હોય છે જે રાત્રે વારંવાર ઊઠી જાય છે. તેઓ આના પર ધ્યાન નથી આપતા પરંતુ આ ગંભીર સમસ્યા હોઈ શકે છે. ખરેખર, એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે જો રાત્રે 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા વચ્ચે કોઈની ઊંઘ ખુલે છે તો આ લિવરની બીમારી (Liver Disease)નો સંકેત હોય છે. આ સ્થિતિમાં એલર્ટ થઈ જવું જોઈએ.
રિસર્ચ શું કહે છે
તાજેતરમાં પ્રકાશિત એક રિસર્ચ રિપોર્ટથી આ વાતની જાણકારી મળી છે કે જો રાત્રે ઊંઘ ખુલી જાય છે તો તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડી શકે છે. આવું જો લાંબા સમયથી થઈ રહ્યું છે તો આ લિવરની બીમારી પણ હોઈ શકે છે.
ફેટી લિવરનો કેસ
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, આને મેડિકલની ભાષામાં નોન-અલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ (NAFLD) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવી બીમારી છે, જેમાં લિવરમાં ફેટી સેલ્સ એકઠા થઈ જાય છે. તેના કારણે લિવર યોગ્ય રીતે કામ નથી કરતું અને શરીરની અંદર ટોક્સિક વેસ્ટ જમા થવા લાગે છે.
આખરે કેમ ઊંઘ ઉડી જાય?
જર્નલ ઓફ નેચર એન્ડ સાયન્સ ઓફ સ્લીપ અનુસાર, ઊંઘનું વારંવાર ઉડવુ, લિવરની બીમારીનો સંકેત હોઈ શકે છે. લિવર સ્પેશિયાલિસ્ટ અનુસાર, જો રાત્રે 1થી સવારે 4 વાગ્યા સુધીના સમય દરમિયાન ઊંઘ વારંવાર ઉડી રહી છે, તો તેનો અર્થ છે કે લિવરની સમસ્યા હોઈ શકે છે. કારણ કે લિવર આ જ સમય દરમિયાન આપણા શરીરને ડિટોક્સ કરે છે. લિવર ફેટી કે સ્લો થવાથી, શરીરને ડિટોક્સ અને સાફ કરવામાં વધુ એનર્જી લાગે છે. આવું થવાથી, નર્વસ સિસ્ટમ આપણને ટ્રિગર કરે છે અને ઊંઘ તરત ખુલી જાય છે. લિવર હેલ્ધી હોવાથી, આ પ્રક્રિયામાં ઊંઘ નથી તૂટતી.
કોને લિવરની બીમારીનું વધુ જોખમ
- જે મેદસ્વીતાના શિકાર છે
- પ્રી-ડાયાબિટીઝ કે ટાઈપ 2 ડાયાબિટીઝની સમસ્યા છે
- જેમનું ફેટ અને ટ્રાયગ્લિસરાઈડ લેવલ જરૂરિયાત કરતાં વધુ છે
- હાઈ કોલેસ્ટ્રોલનું લેવલ વધુ હોવા પર
- થાઈરોઈડની તકલીફ વાળા લોકોને પણ થઈ શકે છે જોખમ
લિવરની બીમારીથી બચવાના ઉપાયો
- ફળો, લીલા શાકભાજી, અખા અનાજને ડાયેટમાં સામેલ કરો
- પ્રોસેસ્ડ ફૂડ ન ખાઓ
- તમારા વજન પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરો
- શારીરિક રીતે સક્રિય રહો
- સમયાંતરે લિવર ફંક્શન ટેસ્ટ જરૂર કરાવો
ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.
આ પણ વાંચોઃ
કેવી રીતે ખબર પડે કે લીવર ફેટી થઈ રહ્યું છે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )