પ્રેગ્નેન્સી દરમિયાન દિશા પરમાર આ રીતે રાખે છે પોતાને ફિટ, ગ્લોઇંગ સ્કિન માટે આવો છે આખા દિવસનો ડાયટ પ્લાન
દિશા પરમારે હાલમાં જ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. આ દરમિયાન તે પોતાના ખાવા-પીવાનું પણ ખાસ ધ્યાન રાખે છે. આવો જાણીએ આખા દિવસનો તેમનો ડાયટ પ્લાન
Disha Parmar: દિશા પરમારે તાજેતરમાં જ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. આ દરમિયાન તે પોતાના ખાવા-પીવાનું પણ ખાસ ધ્યાન રાખે છે. આવો જાણીએ આખા દિવસનો તેમનો ડાયટ પ્લાન
લોકપ્રિય અભિનેત્રી દિશા પરમાર મનોરંજન અને શોબિઝ જગતની ફેવરિટ સેલેબ્સમાંની એક છે. અભિનેત્રીએ ટીવીની દુનિયામાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. દિશા તેના પતિ રાહુલ વૈદ્યના કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. એક્ટ્રેસની સરળ શૈલી હોય, અભિનય કૌશલ્ય હોય અથવા સુંદરતાની વાત હોય, અભિનેત્રીનો બહુ મોટો ચાહક વર્ગ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવનની વિગતો શેર કરતી રહે છે. દિશાએ હાલમાં જ ચાહકો સાથે ગૂડ ન્યુઝ શેર કર્યાં હતા. તે બંને ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. ચાલો આજે અહીં જાણીએ કે અભિનેત્રી પોતાની જાતને કેવી રીતે ફીટ રાખે છે અને તેની પ્રેગ્નન્સીમાં તેની ગ્લોઇંગ સ્કિનની રાજ શું છે.
શું છે દિશા પરમારની ગ્લોઇંગ સ્કિનનું રાજ?
પિંકવિલાના રિપોર્ટ અનુસાર, 'બડે અચ્છે લગતે હૈં 3' ની એક્ટ્રેસ દિશાએ કહ્યું કે, તે વધુ વર્કઆઉટ કરવાનું પસંદ નથી કરતી પરંતુ તે દરરોજ જોગિંગ કરે છે. આવી સ્થિતિમાં, તે તેમના સુંદર ફિગરને કેવી રીતે જાળવી રાખે છે તે ચાહકો માટે આશ્ચર્યજનક બાબત છે.
દિશા તેના દિવસની શરૂઆત કેવી રીતે કરે છે?
દિશા તેના દિવસની શરૂઆત એક ગ્લાસ દૂધથી કરે છે, જે તેમને તમામ જરૂરી પોષક તત્વો પુરા પાડે છે. તેને ખાવાનો બહુ શોખ નથી. તે દિવસમાં લગભગ 2-3 વખત સુગર વિનાની ગ્રીન ટી પણ પીવે છે.
દિશા લંચમાં શું લે છે?
બપોરના ભોજન માટે, દિશા ઘરનું રાંધેલું સાદું ખાય છે જેમાં સામાન્ય રીતે દાળ, રોટલી અને શાકભાજીનો સમાવેશ થાય છે. દિશાની પ્રિય વાનગી રાજમા ચાવલ છે.
દિશાનું ડિનર કેવું છે?
દિશા માંસાહારી છે અને તે રાત્રિભોજનમાં લાઇટ ફૂડ લેવાનું પસંદ કરે છે. તેનો આહાર સલાડ અને બાફેલા ચિકન પૂરતો મર્યાદિત છે. આ સિવાય તે ક્યારેક માત્ર એક વાટકી દાળ લેવાનું પસંદ કરે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )