Steel Utensils For Cooking: એલ્યુમિનિયમ જ નહીં સ્ટીલના વાસણમાં પણ રસોઇ કરતા પહેલા વર્તા આ સાવધાની
અમે આપને સ્ટીલના વાસણોમાં ભોજન બનાવતી વખતે રાખવાની કેટલીક સાવચેતીઓ વિશે જણાવી રહ્યા છીએ જેથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય.
Steel Utensils For Cooking:અમે આપને સ્ટીલના વાસણોમાં ભોજન બનાવતી વખતે રાખવાની કેટલીક સાવચેતીઓ વિશે જણાવી રહ્યા છીએ જેથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય.
આજકાલ લોકો ધીમે ધીમે એલ્યુમિનિયમના વાસણોને બદલીને તેની જગ્યાએ સ્ટીલના વાસણો લઈ રહ્યા છે. લોકો માને છે કે એલ્યુમિનિયમના વાસણમાં ખાવાનું રાંધવા કે ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થાય છે, પરંતુ શું તમે જાણો છો કે સ્ટીલના વાસણોમાં પણ જો યોગ્ય રીતે રાંધતા નથી તો નુકસાન પણ થઈ શકે છે.
જી હાં, આજે અમે તમને સ્ટીલના વાસણોમાં ખોરાક રાંધતી વખતે રાખવાની કેટલીક સાવચેતીઓ વિશે જણાવી રહ્યા છીએ. જેથી કરીને તમને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય. આવો જાણીએ સ્ટીલના વાસણોમાં રસોઈ બનાવવા માટેની આ સાવચેતીઓ અને ટિપ્સ વિશે.
હાઇ ફ્લેમ પર કૂક ન કરો
સ્ટીલના વાસણમાં જ્યારે આપ હાઇ ફ્લેમ પર રસોઇ કરો છો તો ફૂડ બળી જાય છે.અહીં આપને સાવધાની રાખવાની જરૂર છે. ક્યારેય પણ સ્ટીલના નવા વાસણ પર હાઇ ફ્લેમ પર રસોઇ ન કરો. કારણ કે, સ્ટેઈનલેસ સ્ટીલમાં કોઈપણ પ્રકારનું ટેફલોન કોટિંગ હોતું નથી, જે તેને સ્ટીફ પ્રતિરોધક બનાવે છે. તેથી, જ્યારે પણ તમે સ્ટીલના બનેલા નવા વાસણમાં ખોરાક રાંધો છો, ખાસ કરીને ઓછી અથવા મધ્યમ આંચ પર જ બનાવો
ગ્રીલ કરશો નહીં
ધ્યાન રાખો કે સ્ટીલની પાતળી તપેલીમાં ક્યારેય ગ્રિલ ન કરો. વાસ્તવમાં, ગ્રિલિંગ માટે, કોઈપણ વાસણને લાંબા સમય સુધી ફ્લેમ પર રાખવું પડે છે, જેના કારણે ધાતુને નુકસાન થાય છે.
ડીપ ફ્રાય કરશો નહીં
જો તમે ક્યારેય સ્ટીલના વાસણમાં કંઈપણ ડીપ ફ્રાય કરવાનું વિચાર્યું હોય, તો ક્યારેય ન કરો. વાસ્તવમાં સ્ટીલના વાસણોમાં સ્મોક પોઇન્ટ હોય છે. જ્યારે પણ તમે સ્ટીલના વાસણમાં કોઈપણ વસ્તુને ડીપ ફ્રાય કરો છો, ત્યારે તે સ્મોક પોઇન્ટની બહાર પહોંચી જાય છે. જેના કારણે તમારું સ્ટીલનું વાસણ પીળું કે ચીકણું દેખાવા લાગે છે. જેનો ડાઘ ભાગ્યે જ જાય છે.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )