Diabetes in Pregnancy Risks :પ્રેગ્નન્સી દરમિયાન જો બ્લડ સુગર વધે છે તો ગર્ભમાં બાળક પર શું થાય છે અસર
Diabetes in Pregnancy Risks : ડાયબિટીસથી પીડિત મહિલાઓમાં પ્રેગનન્સી દરમિયાન ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. બ્લડ શુગર વધવાથી ગર્ભમાં રહેલા બાળકોનો વિકાસ પણ રૂંધાય છે.

Diabetes in Pregnancy Risks : માતા બનવું એ દરેક સ્ત્રી માટે સૌથી ખાસ ક્ષણ હોય છે. બાળકને 9 મહિના સુધી ગર્ભમાં રાખવું અનેક પડકારોથી ભરેલું હોય છે. આ સમયગાળા દરમિયાન, માતાના સ્વાસ્થ્યનું સારું ધ્યાન રાખવામાં આવે છે, જેથી બાળકનું સ્વાસ્થ્ય સારું રહે અને તેનો વિકાસ સારો થાય.
તાજેતરના એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જો ઘરમાં રસોઈ બનાવવા માટે માટે કોલસો અથવા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, તો સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું છે. ગર્ભાવસ્થા દરમિયાન ઘણી આડઅસરો જોવા મળી શકે છે. ચાલો જાણીએ આ અભ્યાસ વિશે.
માતામાં આ રોગ બાળકનો વિકાસ અટકાવી શકે છે
ચીનની જુની મેડિકલ યુનિવર્સિટીમાં 4,338 મહિલાઓ પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓની સરેરાશ ઉંમર 27 વર્ષ હતી. જેમાંથી 302 મહિલાઓમાં સગર્ભાવસ્થા ડાયાબિટીસ જોવા મળ્યો હતો. આનાથી જાણવા મળ્યું કે પ્રદૂષણને કારણે ગર્ભાવસ્થાના જોખમો વધી શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જો કોઈ મહિલાને ડાયાબિટીસ હોય અથવા ધૂમ્રપાન કરતી હોય અથવા તેનું બીપી વધી જાય તો ગર્ભમાં રહેલા બાળકના વિકાસ પર અસર થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે, ગર્ભાશયમાં બાળકનો વિકાસ ઘણા કારણોસર પ્રભાવિત થઈ શકે છે. આમાં પ્રદૂષણ, માતાની બ્લડ શુગર વધવી, પોષક તત્વોનો અભાવ, સ્ટ્રેસ અને આલ્કોહોલ-સિગારેટ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
અનિયંત્રિત ડાયાબિટીસ ખૂબ જ ખતરનાક છે
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જો કોઈ મહિલાને ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અનિયંત્રિત ડાયાબિટીસ હોય, તો તે કસુવાવડ, જન્મજાત ખામી, હૃદય રોગ અને અન્ય ઘણી ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે. આ ઉપરાંત, હાઈ બીપી પ્લેસેન્ટામાં રક્ત પરિભ્રમણને અસર કરે છે અને રક્તવાહિનીઓ સંકોચાય છે, જે ગર્ભમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે અને ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બને છે.
ગર્ભાવસ્થા દરમિયાન બીપી અને શુગર વધે તો શું કરવું?
- જો કોઈ સગર્ભા સ્ત્રીનું બીપી અથવા બ્લડ સુગર વધી જાય તો તેણે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
- ખોરાક પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
- હળવી કસરત નિયમિતપણે કરવી જોઈએ.
- સીરીયલ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન જેવા નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ. જેનાથી બાળકનું કદ, વજન અને એકંદર આરોગ્ય જાણી શકાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















