Health: થોડા અવાજથી પણ તૂટી જાય છે ઊંઘ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
ઘણા લોકોને રાત્રે પણ ખૂબ જ ઓછી ઊંઘ આવે છે, અને જો ઊંઘ આ જાય તો જરા પણ અવાજ થાય તો તે જાગી જાય છે. આને લાઇટ સ્લીપર કહેવામાં આવે છે.
Health:મોડી રાત સુધી જાગવું એ આજે જીવનશૈલીનો એક ભાગ બની ગયું છે. ઘણા લોકોને રાત્રે જરા પણ ઊંઘ આવતી નથી. તેનું કારણ ખરાબ જીવનશૈલી, ખાવાની ખોટી આદતો, માનસિક તણાવ અને ફોનનો વધુ પડતો ઉપયોગ હોઈ શકે છે. જો યોગ્ય રીતે ઊંઘ ન આવે તો અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. ઘણા લોકો ઊંઘ આવવા માટે દવા પણ લેતા હોય છે. આ સિવાય કેટલાક લોકો એવા પણ હોય છે જે ઊંઘમાં હોય છે અન સહેજ અવાજે જ જાગી જાય છે. કેટલાક લોકો તેની અવગણના કરે છે પરંતુ તે એક પ્રકારનો રોગ છે. તબીબી ભાષામાં તેમને લાઇટ સ્લીપર્સ કહેવામાં આવે છે. આવા લોકો અનેક પ્રકારના રોગોનો શિકાર બને છે. જો તમે પણ આવી જ સમસ્યાથી પરેશાન છો, તો જાણો તે શું છે અને તે કેટલું ગંભીર છે.
લાઇટ સ્લીપ શું છે?
હેલ્થ એક્સપર્ટના મતે લાઇટ સ્લીપની સમસ્યા કેટલાક લોકોને બાળપણથી જ જોવા મળે છે. જો કે, તેનૈ કારણો હજુ સ્પષ્ટ નથી, પરંતુ ઘણા કિસ્સાઓમાં તણાવ અને ઊંઘ દરમિયાન મગજની વધુ પડતી પ્રવૃત્તિ તેનું કારણ બની શકે છે. આ જ કારણ છે કે આપણને ગાઢ નિંદ્રા નથી આવતી અને સહેજ અવાજે જ જાગી જઈએ છીએ.
લાઇટ સ્લીપ સમસ્યા કેટલી ખતરનાક છે?
નિષ્ણાતોના મતે, જો કોઈ વ્યક્તિને સહેજ અવાજ પણ જગાડી દેતો હોય તો તેને ક્યારેય હળવાશથી લઇને નજરઅંદાજ ન કરવી જોઈએ. કારણ કે થોડા જ સમયમાં આ સમસ્યા શરીરમાં અનેક બીમારીઓનું કારણ બની શકે છે. કારણ કે આવા લોકો વારંવાર જાગી જાય છે અને ઊંઘનું ચક્ર ખલેલ પહોંચે છે અને તેના કારણે રોગોનો શિકાર બને છે.
લાઇટ સ્લીપથી કઇ બીમારીનું જોખમ જોખમ છે?
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે આ એક રોગ છે. આની વધુ ચર્ચા થતી નથી કારણ કે તે સામાન્ય માનવામાં આવે છે. પરંતુ આ એક એવો રોગ છે જેનો યોગ્ય સમયે ઈલાજ ન કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હ્રદય રોગ અને સ્થૂળતા જેવી સમસ્યાઓનો સમાવેશ થઈ શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )