શોધખોળ કરો

Stress Controlling Foods: આપની જોબ ખૂબ જ સ્ટ્રેસફુલ છે તો રૂટીન ડાયટમાં આ ફૂડને કરો સામેલ

ભલે તમે કોઈપણ કારણોસર તણાવનો સામનો કરી રહ્યા હોવ અથવા રોજિંદા જીવનમાં તણાવગ્રસ્ત જીવી રહ્યાં છો. તો અહીં જણાવેલ સ્વાદિષ્ટ ફૂડને ડાયટમાં સામેલ કરો, સ્ટ્રેસથી રાહત મળશે.

Stress Relieving Food: ભલે તમે કોઈપણ કારણોસર તણાવનો સામનો કરી રહ્યા હોવ અથવા રોજિંદા જીવનમાં તણાવગ્રસ્ત જીવી રહ્યાં છો. તો  અહીં જણાવેલ સ્વાદિષ્ટ ફૂડને ડાયટમાં સામેલ કરો, સ્ટ્રેસથી રાહત મળશે.

જીવનમાં તણાવ ઘણા કારણોસર થઈ શકે છે. આ તણાવને તમારા પર હાવી ન થવા દો અને સમયસર તેનાથી છુટકારો મેળવવો મહત્વપૂર્ણ છે. સ્ટ્રેસ કે ટેન્શનમાંથી છુટકારો મેળવવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તણાવ શા માટે થઈ રહ્યો છે તેના કારણો શોધી કાઢો અને તે પછી તેને દૂર કરવાનું કામ કરો. પરંતુ તણાવના કેટલાક કારણો છે, જેને દૂર કરી શકાતા નથી પરંતુ તેમને જીતવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, નોકરીના કારણે તણાવ.

કેટલાક લોકોની નોકરીઓ એટલી તણાવપૂર્ણ હોય છે કે રોજબરોજના નવા પડકારોથી  મન અને શરીરને ખરાબ રીતે થાકી જાય છે. જો આપ પણ આવા વ્યવસાયમાં છો અથવા અન્ય કોઈ કારણોસર તણાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો તમારે તમારા રોજિંદા જીવનમાં અહીં જણાવેલા સ્વાદિષ્ટ ખોરાકનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. જે પોષણ આપવાની સાથે આપનો તણાવ પણ ઓછો કરશે.

બ્રોકોલી ખાઓ

તમારે તમારા રોજિંદા આહારમાં બ્રોકોલીનું સેવન કરવું જોઈએ, ક્યારેક સલાડ અથવા શાકભાજી અથવા સૂપના રૂપમાં. કારણ કે બ્રોકોલી શરીરમાં ફોલેટની માત્રા જાળવી રાખે છે અને ફોલેટ તે આવશ્યક પોષક તત્વોમાંનું એક છે, જેની ઉણપ ડિપ્રેશન તરફ દોરી જાય છે.

પાલક ખાઓ

પાલકનું સેવન દર બીજા દિવસે દાળ, ક્યારેક ભાજી, ક્યારેક પાલકની કઢી અને ક્યારેક બટાકાની પાલકના રૂપમાં કરી શકો છો. પાલકમાં ઝીંક, મેગ્નેશિયમ, આયર્ન અને મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે. જે મગજમાં ઓક્સિજનનું સ્તર વધારવાની સાથે સાથે હેપ્પી હોર્મોન્સના સ્ત્રાવમાં પણ મદદ કરે છે. એટલા માટે તમારે પાલકનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ.

મૂળ શાકભાજી ખાવા જોઈએ

ગાજર, શક્કરિયા, મૂળા, બીટ, રતાળુ,  અળવી  જેવા શાકભાજી દરરોજ અલગ-અલગ સ્વરૂપે ખાઓ. ખાસ કરીને ગાજર-મૂળો-બીટરૂટનું રોજ સેવન કરો. તે શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે અને તમે સલાડના રૂપમાં દરરોજ તાજા શાકભાજીનું સેવન કરી શકો છો.જમીનની અંદર ઉગતી આ શાકભાજી શરીરમાં સેરોટોનિનનો સ્ત્રાવ વધારે છે. જે હેપી હોર્મોન છે અને ડિપ્રેશનથી બચાવે છે.

અજમા સાથે સ્વાદ અને આરોગ્ય વધારો

અજમા  એક મસાલો હોવાની સાથે  આયુર્વેદિક ઔષધ પણ છે. રોજિંદા આહારમાં તેનું સેવન કરવાથી તમે તમારી પાચનક્રિયાને સુધારી શકો છો, જેનાથી સ્વાસ્થ્ય સારું રહેશે. એકસાથે તે મૂડ બૂસ્ટર તરીકે કામ કરે છે અને સારી ઊંઘને પ્રોત્સાહન આપે છે. તે સુખી હોર્મોન્સના સ્ત્રાવમાં મદદ કરે છે.

રોજ અખરોટ અને બદામ ખાઓ

એક સ્વસ્થ અને પુખ્ત વ્યક્તિ એક દિવસમાં ઓછામાં ઓછા 4 અખરોટ આરામથી ખાઈ શકે છે. તે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર છે અને મગજના ખોરાકની જેમ કામ કરે છે. તમારે દરરોજ નાસ્તાના સમયે અથવા જ્યારે પણ તમને મન થાય ત્યારે અખરોટ અને બદામનું સેવન કરવું જોઈએ. તમે એક દિવસમાં 15 થી 20 બદામ આરામથી ખાઈ શકો છો. વધુ સારું રહેશે કે તેને રાત્રે પાણીમાં પલાળી રાખો અને પછી સવારે તેને છાલ ઉતારીને ખાઓ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા
આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા
OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 
OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
Embed widget