Health Tips: સાંજે સ્નેકસ માટે ક્રેવિંગ થાય તો આ ફૂડનું કરો ભરપેટ સેવન, નહિ વધે વજન
એક્સપર્ટ્સનું કહેવું છે કે ખોટા સમયે નાસ્તો ખાવાથી શરીર પર ઘણી ખરાબ અસર પડે છે. કારણ કે મોટાભાગના નાસ્તામાં વધુ પડતું મીઠું અને તેલ હોય છે.
Health Tips:એક્સપર્ટ્સનું કહેવું છે કે ખોટા સમયે નાસ્તો ખાવાથી શરીર પર ઘણી ખરાબ અસર પડે છે. કારણ કે મોટાભાગના નાસ્તામાં વધુ પડતું મીઠું અને તેલ હોય છે.
બીમારીઓથી બચવા માટે એ ખૂબ જ જરૂરી છે કે સમયસર યોગ્ય ખારોક લેવામાં આવે, દરેક વસ્તુ ખાવાનો યોગ્ય સમય હોય છે. જ્યારે તમે યોગ્ય સમયે જમતા નથી, તો લાખ કોશિશ થતાં છતાં પણ ઘણી ગંભીર બીમારીઓનું જોખમ આપોઆપ વધી જાય છે.
દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ સાંજે ઓઇલી નાસ્તો કરવાનું પસંદ કરે છે. પરંતુ તેઓ નથી જાણતા કે ખોટા સમયે નાસ્તો ખાવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આજકાલ લોકો ગમે ત્યારે ગમે તે ફૂડ ખાઇ લે છે. કેટલાક મધ્યરાત્રિએ ઓઇલી ફૂડ ખાઇ છે.જે મેદસ્વીતા સહિત એસિડિટી જેવી ન અનેક સમસ્યાને નોતરે છે
એક્સપર્ટ્સનું કહેવું છે કે ખોટા સમયે કંઇ પણ ખાઇ લેવી સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે છે. અભ્યાસોમાં એ સાબિત થયું છે કે, પ્રોસેસ્ડ ફૂડ સ્વાસ્થ્ય માટે કોઈ પણ રીતે ફાયદાકારક નથી. 'મિરર'ના અહેવાલ મુજબ, ડૉક્ટર સારાહ બેરીએ કહ્યું કે સંશોધન સૂચવે છે કે સાંજે 6 વાગ્યા પછી અને 9 વાગ્યા પછી નાસ્તો ખાવો સ્વાસ્થ્ય માટે ખરાબ છે.
ફૂડ ક્રેવિગ થાય તો આ ફૂડ લો
આજકાલ લોકો ટીવી, મોબાઈલ, મૂવી જોતા ફરસાણ વગેરે ખાવાનું પસંદ કરે છે. આ ફરસાણ સ્વાદિષ્ટ હોવાથી ઓવરઇટિંગ થઇ જાય છે, પરંતુ તે ઘણા ખતરનાક રોગોનું જોખમ વધારે છે. જો તમને કંઈક ખાવાની ઈચ્છા હોય તો તમે સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ ખાઈ શકો છો. સાજે સ્નેક્સમાં ફળો અને શાકભાજી તેમજ સલાડ સહિત ડ્રાઇ ફૂડ, ડાર્ક ચોકલેટ પણ ખાઈ શકો છો. આ ફૂડ સ્નેક્સમાં ભરપેટ ખાવાથી આપને સંતોષ પણ થશે અને વજન પણ નહિ વધે
વહેલું રાત્રિભોજન કરો
ડિનર હંમેશા 7થી 8 વાગ્યાની વચ્ચે કરવું જોઇએ. રાત્રિભોજન અને સૂવાની વચ્ચે હંમેશા 2-3 કલાકનું અંતર હોવું જોઈએ. પરંતુ એવું પણ ન કરો કે રાત્રે 11 વાગ્યે ડિનર કર્યા પછી અડધી રાત્રે 2 કે 3 વાગ્યે સૂઈ જાઓ. સાંજે 7-8 વાગ્યાની વચ્ચે ડિનર કરો અને 10 વાગ્યા સુધીમાં સૂઈ જાઓ. આ આદતોને અપનાવવાની સાથે સાથે કસરત કરવાની અને હેલ્ધી ફૂડ ખાવાની પણ આદત પાડો. આ રૂટીન આપને તાઉમ્ર હેલ્ધી રાખશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )