Weight loss: એક્સરસાઇઝ બાદ જો આ ફૂડને નાસ્તામાં કરશો સામેલ તો ફટાફટ ઉતરશે વજન
સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. હેલ્ધી નાસ્તો ઇમ્યુનિટી બૂસ્ટર તો કરે જ છે. સાથે વેઇટ લોસમાં પણ કરશે મદદ
Weight loss: જિમમાંથી આવ્યા પછી ઘણી વખત આપણને મૂંઝવણ થાય છે કે આપણે શું ખાવું જોઈએ, તો આજે અમે તમને જણાવીશું કે વર્કઆઉટ પછી ક્યા પ્રકારની રેસિપી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
તમે ભૂખ્યા રહીને વેઇટ લોસ નહી કરી શકો. તંદુરસ્ત, પૌષ્ટિક આહાર લેવાથી જ તમને વેઇટ લોસ કરવામાં સફળતા મળશે. જો તમે કોઈ એવી વ્યક્તિ છો કે જે ખૂબ જ કસરત કરે છે અથવા જિમમાં જવા અતિ ઉત્સાહી છે, તો તમારી કેલરીની ગણતરીને ધ્યાનમાં રાખીને તમારા માટે સારું પ્રોટીન લેવાનું શરૂ કરવું જોઇએ. વર્કઆઉટ પછીના નાસ્તાની કેટલીક વાનગીઓ છે જે તમે બનાવીને ખાઈ શકો છો. જીમમાંથી આવ્યા પછી ઘણી વખત આપણને મૂંઝવણ થાય છે કે આપણે શું ખાવું જોઈએ, તો આજે અમે તમને જણાવીશું કે વર્કઆઉટ પછી ક્યા પ્રકારની રેસિપી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
મગ દાળના પુડલા
સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. હેલ્ધી નાસ્તો ઇમ્યુનિટી બૂસ્ટર તો કરે જ છે. સાથે વેઇટ લોસમાં પણ કરશે મદદ,તો આવી જ ઝટપટ પર હેલ્ધી ડિશની રેસિપી જાણીએ...
સવારનો સમય એટલો વ્યસ્તતા ભર્યો હોય છે કે, સમજી નથી શકતું કે કે આટલા ઓછા સમયમાં શું નાસ્તો બનાવવો, ઓફિસ જતાં પહેલા હેલ્થી નાસ્તો તૈયાર કરવો જરૂરી છે. તો આવી સ્થિતિમાં નાસ્તો બનાવવા માટે વધુ સમય મળતો નથી. આજે અમે તમને ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો બનાવવાની રેસિપી જણાવી રહ્યા છીએ. તમે નાસ્તામાં મગની દાળના ચીલા બનાવી શકો છો. આ નાસ્તો તમે લીલા છાલવાળા મગ સાથે બનાવી શકો છો. મગની દાળના ચીલા બનાવવું એકદમ સરળ છે. શિયાળામાં ગરમાગરમ ચીલા (પુડલા)નો નાસ્તા ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને પુડલા ખૂબ જ પસંદ હોય છે. તો થોડી જ મિનિટોમાં મગની દાળના પુડલા કેવી રીતે તૈયાર થાય જાણીએ
ચીલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અહીં આજે અમે તમને મગની દાળમાંથી બનાવેલા ચીલાની રેસિપી જણાવીશું જેમાં વટાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ તેમાં ચીઝનું સ્ટફિંગ કરવામાં આવ્યું છે જે તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.તેને બનાવવામાં ખૂબ જ સરળ છે, ચીલા બનાવવા માટે, મગની દાળને પીસવામાં આવે છે. આ પછી, તેમાં ડુંગળી અને લીલા મરચા ઉમેરવામાં આવે છે. તવા પર તેલ નાખ્યા પછી, આ બેટર ફેલાવો અને પનીરનું તૈયાર સ્ટફિંગ ઉમેરો.આ એક સરસ નાસ્તો છે જે તમે તમારી સાંજની ચા અથવા નાસ્તામાં પણ ખાઈ શકો છો. તમે તેને લીલી ચટણી અથવા ટામેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો.આપ વર્કઆઉટ બાદ ક્વિનોઆ ઉપમા પણ ટ્રાય કરી શકો છો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )