Weight Loss Tips: ખાલી પેટે લવિંગનું કરો સેવન, થશે આ અદભૂત ફાયદા
રોગોથી રક્ષણ મેળવવા માટેનું જો કોઇ રક્ષા ક્વચ હોય તો તે ઇમ્યુનિટી છે. કોરોના કાળમાં આપણે તેની કિંમત સમજી ગયા છીએ. તો ખાલી પેટે જો આ ફૂડનું સેવન કરવામાં આવે તો સંક્રામક રોગની સાથે અનેક રીતે સ્વાસ્થ્ય માટે તે ફાયદાકારક છે.
Health Tips: રોગોથી રક્ષણ મેળવવા માટેનું જો કોઇ રક્ષા ક્વચ હોય તો તે ઇમ્યુનિટી છે. કોરોના કાળમાં આપણે તેની કિંમત સમજી ગયા છીએ. તો ખાલી પેટે જો આ ફૂડનું સેવન કરવામાં આવે તો સંક્રામક રોગની સાથે અનેક રીતે સ્વાસ્થ્ય માટે તે ફાયદાકારક છે.
સવારે ખાલી પેટ લવિંગનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ સાથે જ ઘણી બીમારીઓથી પણ છુટકારો મળે છે. આવો અમે તમને જણાવીએ લવિંગ ખાવાના ફાયદા.
ઇમ્યુનિટી વધારે છે
લવિંગમાં વિટામિન સી અને કેટલાક એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં શ્વેત રક્તકણોને વધારવા માટે જાણીતા છે. તે શરીરને કોઈપણ ચેપથી બચાવે છે અને રોગો સામે લડવામાં મદદ કરે છે, જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન દરરોજ લવિંગનું સેવન કરવું જોઈએ, આ કરવાથી આપ સંક્રામક રોગથી બચી શકો છો.
પાચનમાં સુધારો કરે છે
સવારે લવિંગનું સેવન કરવાથી પાચન સંબંધી કોઈપણ સમસ્યાઓનો ઈલાજ કરવામાં મદદ મળે છે. લવિંગ પાચન ઉત્સેચકોના સ્ત્રાવને વધારે છે. જે કબજિયાત અને અપચો જેવી પાચન વિકૃતિઓને અટકાવે છે. લવિંગમાં ફાઈબર ભરપૂર હોય છે જેનાથી પાચન માટે સારું રહે છે.
લિવરના સ્વાસ્થ્ય માટે ઉપકારક
આપનું લીવર શરીરને ડિટોક્સિફાય કરે છે. તેથી, તમારા લીવરને સુધારવા માટે, આપ દરરોજ લવિંગનું સેવન કરી શકો છો. લવિંગ લીવરને સુધારવાનું કામ કરે છે.
હાડકા માટે શ્રેષ્ઠ છે લવિંગ
લવિંગમાં ફ્લેવોનોઈડ્સ, મેંગેનીઝ અને યુજેનોલ હોય છે. જે હાડકા અને સાંધાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને લવિંગનું સેવન હાડકાંની ઘનતા વધારવામાં મદદ કરે છે.
Teeth care tips: પીળા દાંતને સફેદ કરવા માટે અપનાવો આ હૈક્સ, જાણો અસરકારક ટિપ્સ
Teeth care tips: આપના ચહેરા પર સ્મિત ત્યારે જ સારું લાગે છે જ્યારે તમારા દાંત સફેદ અને ચમકદાર હોય. એવા કેટલાક હેક્સ છે. જેના દ્રારા આપ પીળા દાંતથી છુટકારો મેળવી શકો છો.
Teeth Whitening Tips: આપના ચહેરા પર સ્મિત ત્યારે જ સારું લાગે છે. જ્યારે તમારા દાંત સફેદ અને ચમકદાર હોય. પરંતુ ધૂમ્રપાન કે ચા-કોફીનું વધુ સેવન કરવાની આદત તમારા દાંતની ચમક છીનવી લે છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અહીં અમે તમને કેટલાક એવા હેક્સ વિશે જણાવીશું જેના દ્વારા તમે પીળા દાંતથી છુટકારો મેળવી શકો છો.
એક્ટિવેટેડ ચારકોલ
એક્ટિવેટ ચારકોલનો ઉપયોગ કરો કારણ કે તે તમારા દાંતમાંથી પીળાશને દૂર કરવામાં ખૂબ જ કારગર પ માનવામાં આવે છે.આ ઉપરાંત ચારકોલ મોંમાં રહેલા બેક્ટેરિયા અને ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે.
આ રીતે કરો ઉપયોગ
સક્રિય ચારકોલની ગોળીઓને ક્રશ કરો. હવે તમારા બ્રશને ગરમ પાણીથી ભીના કરો અને તેના પર ચારકોલનો ભૂકો નાંખો. હવે 5 મિનિટ માટે બ્રશ કરો અને હુંફાળા પાણીથી ધોઈ લો. આ સારવાર અઠવાડિયામાં 3 વખત કરી શકાય છે.
સંતરા
સંતરાની છાલમાં હાજર વિટામિન-સી તમારા દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. તે બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. જે પેઢામાં ચેપનું કારણ બને છે. નારંગીની છાલના સફેદ ભાગમાં વિટામિન્સ, ફાઈબર મળી આવે છે જે દાંતને સફેદ કરવામાં મદદ કરે છે.
આ રીતે કરો ઉપયોગ
દરરોજ રાત્રે સૂતા પહેલા નારંગીની છાલને દાંત પર ઘસવાથી મોંની સ્વચ્છતા સુધરે છે. વધારાના ફાયદા મેળવવા માટે તમે તમારા સામાન્ય બ્રશિંગ રૂટીન સાથે તેને અનુસરી શકો છો.
સફરજન
સફરજનના અમ્બીય પ્રકૃતિ દાગ ધબ્બા દૂર કરવાની સાથે દાંતના અન્ય સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે.
આ રીતે કરો ઉપયોગ
આપને માત્ર એક આખું સફરજન ખાવાનું છે. આ સરળ પદ્ધતિ દાંત માટે એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે અને ધીમે ધીમે અન્ય બેક્ટેરિયાની સાથે ડાઘ પણ દૂર કરે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )