Winter health care tips: શિયાળામાં આપને વાંરવાર શરદી-ઉધરસ થઇ જાય છે? ડાયટમાં આ ફૂડને કરો સામેલ
Winter Tips: શિયાળામાં સામાન્ય રીતે કફ પ્રકૃતિ ધરાવતા લોકો વધુ પરેશાન થાય છે. આ તાસીર ઘરાવતા લોકોને વાંરવાર શરદી ખાંસીની સમસ્યા થાય છે. આ સમસ્યાથી છૂટકાવો મેળવવા માટે આ ઘરેલુ ટિપ્સને ટ્રાય કરો
Winter Tips: શિયાળામાં સામાન્ય રીતે કફ પ્રકૃતિ ધરાવતા લોકો વધુ પરેશાન થાય છે. આ તાસીર ઘરાવતા લોકોને વાંરવાર શરદી ખાંસીની સમસ્યા થાય છે. આ સમસ્યાથી છૂટકાવો મેળવવા માટે આ ઘરેલુ ટિપ્સને ટ્રાય કરો
ઠંડીની સિઝન શરૂ થતાં કેટલાક લોકોની શરદીની સમસ્યા શરૂ થઇ જાય છે. આ ઋતુમાં શરદી, ઉધરસ અને ચેપ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં કેટલીક વસ્તુઓ તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારી શકે છે.
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવે હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. આ બદલાતી મોસમ પોતાની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ બદલાતી ઋતુમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આવા લોકો શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ જેવી સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે. આ સમસ્યાને સામાન્ય ફ્લૂ પણ કહેવામાં આવે છે. આ સિઝનમાં સામાન્ય ફ્લૂ અને ચેપથી બચવા માટે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી મહત્વપૂર્ણ છે. આજે અમે તમને રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે મજબૂત કરવી તે વિશે જણાવી રહ્યા છીએ.
વધુ પાણી પીવો
આ ઋતુમાં વધુ તરસ નથી લાગતી કારણ કે હવામાન ઠંડુ રહે છે એટેલ તરસ ન લાગવાથી પાણી ઓછું પીવાય છે. જેના કારણે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી. આ શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને ખલેલ પહોંચાડે છે અને રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. આવી સ્થિતિમાં દરરોજ ઓછામાં ઓછું 2-3 લીટર પાણી પીવો.
ફળફળાદી અને શાકભાજી
શિયાળાની ઋતુમાં પુષ્કળ ફળો અને શાકભાજી ખાઓ. વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર ફળો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આવી સ્થિતિમાં ખાટાં ફળો ખાવા ઉપરાંત લીલા શાકભાજી પણ પુષ્કળ પ્રમાણમાં ખાઓ. આ સિઝનમાં એક કરતાં વધુ પાંદડાવાળા મોસમી શાકભાજી બજારમાં આવે છે.
આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરો
તમે ખજૂર અને બદામ ખાઓ. ગોળ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આદુ, લવિંગ, અજમા, તુલસીના પાનનો ઉપયોગ શરદી અને ફ્લૂથી રાહત આપે છે. આ ઋતુમાં મધનું સેવન સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
લીંબુ પાણી પીવો
દરેક ઋતુમાં લીંબુનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શિયાળામાં પણ દરરોજ ઓછામાં ઓછું 2 ગ્લાસ લીંબુ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. આ સાથે સિઝનલ ફ્લૂથી પણ રક્ષણ મળશે અને શરીરને વિટામીન સી ભરપૂર માત્રામાં મળશે.
કસરત જરૂરી કરવી
આ સિઝનમાં લોકો શારીરિક પ્રવૃત્તિ ઓછી કરે છે, જેના કારણે ચયાપચય ધીમો પડી જાય છે અને વજન વધે છે. જો તમે આ સમસ્યાથી બચવા માંગતા હોવ તો દરરોજ કસરત કરો. આના કારણે મેટાબોલિઝમ જળવાઈ રહેશે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો થશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )