(Source: ECI/ABP News/ABP Majha)
Mental Health: ભારતમાં યુવાઓનું આ કારણે બગડી રહ્યું છે માનસિક સ્વાસ્થ્ય, આ વસ્તુથી રહો દુર નહીંતર......
Mental Stress in Youth: ભારત જ નહીં દુનિયાભરના યુવાઓ અત્યારે કેટલીક માનસિક સ્વાસ્થ્યને લગતી મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે
Mental Stress in Youth: ભારત જ નહીં દુનિયાભરના યુવાઓ અત્યારે કેટલીક માનસિક સ્વાસ્થ્યને લગતી મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. ભારતમાં આ રેશિયો ધીમે ધીમે વધી રહ્યાં છે. સ્માર્ટફોન અને ઈન્ટરનેટના આગમન સાથે યુવાનોનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર પસાર થઈ રહ્યો છે. આ તેમના જીવનનો એક ભાગ બની ગયો છે. સોશિયલ મીડિયા પર સતત સમય પસાર કરવાથી યુવાનોના મન પર અસર થઈ રહી છે. જેના કારણે તેના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે.
એક અભ્યાસમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયાના કારણે યુવાનોમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ સોશિયલ મીડિયા અને સ્ટ્રેસ વચ્ચેનું કનેક્શન શું છે.
યુવાઓમાં તણાવ વધારી રહ્યું છે સોશ્યલ મીડિયા
સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવાથી મોટાભાગના યુવાનો અભ્યાસ, મિત્રતા, કુટુંબ અથવા અન્ય વસ્તુઓ જેવી અન્ય પ્રવૃત્તિઓથી વિચલિત થવા લાગે છે. જેના કારણે તેઓ એકલા પડી જાય છે અને માનસિક સમસ્યાઓનો શિકાર બને છે. તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર અન્ય લોકો સાથે પોતાની તુલના કરવાનું શરૂ કરે છે, જે તેમનામાં ઇન્ફિરીઓરિટી કોમ્પ્લેક્સ બનાવે છે, જે તણાવને વધારી શકે છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરવાને કારણે યુવાનોની દિનચર્યા ખોરવાઈ ગઈ છે. આ કારણે તેને પૂરતી ઊંઘ નથી આવતી અને તેની ચીડિયાપણું વધી જાય છે. મોબાઈલ સ્ક્રીન અને સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે ઊંઘમાં મદદ કરનાર હોર્મોન મેલોટોનિયમ બહાર પડતું નથી અને પછી સમસ્યાઓ વધવા લાગે છે.
સોશ્યલ મીડિયાથી તણાવ વધવાના 4 કારણો
1. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી યુવાનોને એવું લાગે છે કે તેઓ કંઈક ગુમાવી રહ્યા છે. તેમના આ ડરને FOMO (ફિયર ઓફ મિસિંગ આઉટ) તરીકે ઓળખવામાં આવે છે, જે માનસિક તણાવ અને ચિંતામાં વધારો કરી શકે છે.
2. ઘણી વખત યુવાનોને સોશિયલ મીડિયા પર ઓનલાઈન હેરાનગતિ અને ધમકીઓનો સામનો કરવો પડે છે, જેનાથી માનસિક તણાવ વધી શકે છે.
3. સોશિયલ મીડિયાનો સતત ઉપયોગ ઊંઘની કમીનું કારણ બની શકે છે. મોડી રાત સુધી જાગવાથી થાક, ધ્યાનનો અભાવ અને ચીડિયાપણું આવી શકે છે, જે તણાવના લક્ષણો છે.
4. સોશિયલ મીડિયા પર વધતી જતી અશ્લીલતા અને અભદ્રતા યુવાનોને વાસ્તવિક દુનિયાથી અલગ કરી રહી છે, તેમને સામાજિક રીતે એકલતા અનુભવે છે, જે તણાવમાં વધારો કરી શકે છે.
સોશ્યલ મીડિયાના પ્રભાવથી કેવી રીતે બચવું
1. સોશિયલ મીડિયાને એક દિવસમાં કે અઠવાડિયામાં કેટલો સમય આપવો તે નક્કી કરો અને તેનું ચુસ્તપણે પાલન કરો.
2. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો.
3. સોશિયલ મીડિયા પર બીજાના ફોટા જોઈને તમારી સરખામણી કરવાનું ટાળો.
4. તે તમામ પોસ્ટથી અંતર રાખો જે તમારા માટે સમસ્યા બની શકે છે.
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )