Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: આકરી ગરમીમાંથી રાહત આપતો વરસાદ હવે પડવા લાગ્યો છે. દેશના અનેક ભાગોમાં ચોમાસાના આગમનથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે
Monsoon Diseases : આકરી ગરમીમાંથી રાહત આપતો વરસાદ હવે પડવા લાગ્યો છે. દેશના અનેક ભાગોમાં ચોમાસાના આગમનથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જો કે આ વરસાદ રાહતની સાથે સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. આ ઋતુમાં અનેક ખતરનાક બીમારીઓનો ખતરો વધી જાય છે. કેટલીક બીમારીઓ એવી હોય છે જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ રોગોના લક્ષણોને કેવી રીતે ઓળખી શકાય અને તેનાથી બચવાના ઉપાયો શું છે.
વરસાદમાં બીમારીઓ કેમ વધે છે?
આરોગ્ય નિષ્ણાતોના મતે વરસાદની ઋતુમાં વાતાવરણ ભેજવાળુ બની જાય છે. આના કારણે બેક્ટેરિયા અને વાયરસને ખીલવા માટે અનુકૂળ હવામાન મળે છે, જે ઘણી બીમારીઓનું કારણ બને છે. આ સીઝનમાં વાયરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ વધારે હોય છે, જેમાં બાળકો અને વૃદ્ધો સૌથી વધુ બીમારીઓની ઝપેટમાં આવી જાય છે.
વરસાદમાં આ રોગોનું જોખમ વધારે છે
તબીબોના મતે ઝાડા, ટાઈફોઈડ, વાયરલ ફીવર, ડેન્ગ્યુ અને મેલેરિયાનું જોખમ સૌથી વધુ હોય છે અને વરસાદની મોસમમાં તે ઝડપથી ફેલાય છે. ટાઇફોઇડ અને ઝાડા ખરાબ ખાવા-પીવાના કારણે થાય છે. ઉલ્ટી અને ઝાડા થવાની સમસ્યા પણ રહે છે. કેટલાક બેક્ટેરિયા વાયરલ તાવનું કારણ પણ બને છે. આ સીઝનમાં ફ્લૂનું જોખમ પણ વધારે હોય છે.
ડેન્ગ્યુ અને મેલેરિયા સૌથી ખતરનાક છે
વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો સૌથી વધુ ભય રહે છે. બંને મચ્છર કરડવાથી ફેલાય છે. આ ઋતુમાં પાણી એકઠું થઈ જાય છે, જેમાં મચ્છરોની ઉત્પત્તિ થાય છે. તેમના કરડવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા વધે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે.
વરસાદની મોસમમાં કોને સૌથી વધુ જોખમ હોય છે?
આરોગ્ય નિષ્ણાતોના મતે, ચોમાસાના આગમન સાથે રોગોનું જોખમ વધે છે, અને નબળા રોગપ્રતિકારક શક્તિવાળા લોકો સૌથી ઝડપથી તેનો શિકાર બને છે. વાયરસ અને બેક્ટેરિયા આવા લોકો પર સરળતાથી હુમલો કરી શકે છે, તેથી તેઓએ સાવચેત રહેવું જોઈએ.
વરસાદી રોગોના સામાન્ય લક્ષણો
તાવ
માથાનો દુખાવો
સ્નાયુમાં દુખાવો
શ્વાસની તકલીફ
ઉલટી, ઝાડા
વરસાદી રોગોથી કેવી રીતે બચવું
- મચ્છરોની ઉત્પતિને અટકાવો, ઘરની આસપાસ કે છત પર પાણી જમા ન થવા દો.
- તમારા આહારનું ખાસ ધ્યાન રાખો, બહારનો ખોરાક ટાળો.
- માત્ર સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવો
- સ્વચ્છતા પ્રત્યે બેદરકાર ન રહો.
- સમયાંતરે હાથ ધોવાનું રાખો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )