શોધખોળ કરો

આંખોની આસપાસની આ 3 સમસ્યાઓ હોઈ શકે છે હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણો, તરત જ થઈ જાઓ સાવધાન 

ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધવાને કારણે તેની અસર શરીરના અલગ-અલગ ભાગોમાં જોવા મળે છે. હાથ અને પગમાં જડતા વધવા ઉપરાંત ત્વચા પર કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.

Bad Cholesterol Symptoms In Eyes: ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધવાને કારણે તેની અસર શરીરના અલગ-અલગ ભાગોમાં જોવા મળે છે. હાથ અને પગમાં જડતા વધવા ઉપરાંત ત્વચા પર કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. પરંતુ, ઘણા લોકો જાણતા નથી કે ખરાબ કોલેસ્ટ્રોલ (high cholestrol) ને કારણે કેટલાક લક્ષણો આંખો અને આંખોની આસપાસની ત્વચા પર જોવા મળે છે. જો કે, ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો આ લક્ષણો પર ધ્યાન આપતા નથી અને તેને અવગણના કરે છે. પરંતુ, હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણોને અવગણવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે અને હાર્ટ એટેક જેવી સ્થિતિનું જોખમ પણ વધી શકે છે. ચાલો જાણીએ ખરાબ કોલેસ્ટ્રોલ લેવલના કેટલાક એવા લક્ષણો વિશે જે આંખોની આસપાસ જોવા મળે છે.

ઉચ્ચ ચરબી અને બિનઆરોગ્યપ્રદ આહાર ઉપરાંત, શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને વધારવા માટે અન્ય ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે, જે લોકોનું વજન વધારે છે તેમને કોલેસ્ટ્રોલનું સ્તર વધવાનું જોખમ વધારે છે. તેવી જ રીતે, ધૂમ્રપાનની આદત, કેટલીક દવાઓની આડઅસર અને અસ્વસ્થ જીવનશૈલી પણ શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે.

ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધવાને કારણે તેની અસર શરીરના અલગ-અલગ ભાગોમાં જોવા મળે છે.  જો તમારી આંખોની આજુબાજુની ત્વચા પર અથવા તમારી પોપચા પર નાના ફોલ્લીઓ અથવા ખીલ દેખાય છે, તો તે ખરાબ કોલેસ્ટ્રોલનું લક્ષણ હોઈ શકે છે.  ઘણીવાર દુખાવો થતો નથી અને કેટલીકવાર તેનું કદ ધીમે ધીમે વધવા લાગે છે.

કોલેસ્ટ્રોલ લેવલ વધ્યા પછી આંખોના કોર્નિયાના બહારના ભાગમાં સોજો જોવા મળે છે. એ જ રીતે, અહીં વાદળી અને સફેદ રંગના પેચ પણ જોઈ શકાય છે. આ સમસ્યાને આર્કસ સેનિલિસ કહેવામાં આવે છે.

જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે, ત્યારે ત્વચાના સ્વરમાં ફેરફાર થવા લાગે છે. જેના કારણે આંખોની નીચેનો વિસ્તાર અને આંખોની આસપાસની ત્વચાનો રંગ પીળો, લાલ કે ભૂરો દેખાવા લાગે છે. 

ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલાતમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget