(Source: ECI/ABP News/ABP Majha)
Health tips: આપ પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવો છો? શરીરને થતાં જાણો નુકસાન
Health tips: કેટલાક લોકો પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવે છે. જે બિલકુલ સ્વાસ્થ્યવર્ધક નથી. કાચની બોટલ કે કાચના ગ્લાસથી પાણી પીવાની સ્વાસ્થ્યવર્ધક મનાય છે,. જાણીએ કેમ
Health tips: કેટલાક લોકો પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવે છે. જે બિલકુલ સ્વાસ્થ્યવર્ધક નથી. કાચની બોટલ કે કાચના ગ્લાસથી પાણી પીવાની સ્વાસ્થ્યવર્ધક મનાય છે,. જાણીએ કેમ
શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીવું જરૂરી છે. નિયમિત 6-8 ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણી ઓછું પીવાથી અનેક બીમારીનું જોખમ રહે છે.પ્લાસ્ટિકની બોટલમાં હાનિકારક રસાયણ હોવાથી તેમાંથી પાણી પીવું સ્વાસ્થ્ય વર્ધક નથી. કાચની બોટલમાં કોઇ રસાયણ નથી હોતા. આ સાથે તેમાં કોઇ ગંધ કે સ્વાદ પણ નથી હોતો,કાંચની બોટલમાં પાણી રાખવાથી પાણી લાંબા સમય સુધી વધુ તાજું રહે છે કાચમાં પાણીની અશુદ્ધિની તપાસ ખૂબ જ સરળતાથી થઇ શકે છે. પાણીમાં થોડી પણ અશુદ્ધિ હોયતો તે સ્પષ્ટ જોઇ શકાય છે.
પ્લાસ્ટિકમાં પાણી પીવાના નુકસાન
પ્લાસ્ટિકમાં હાનિકારક રસાયણો હોય છે એટલું જ નહીં, પ્લાસ્ટિકની બોટલોમાં સંગ્રહિત પાણીમાં ફ્લોરાઈડ, આર્સેનિક અને એલ્યુમિનિયમ જેવા હાનિકારક પદાર્થો પણ ઉત્પન્ન થાય છે, જે શરીર માટે ઝેરી બની શકે છે. પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવું એટલે ધીમા ઝેર પીવું, જે તમારા સ્વાસ્થ્યને ધીમે ધીમે અને સતત બગાડશે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે પ્લાસ્ટિકની બોટલોમાં ટોયલેટ સીટ કરતાં વધુ કીટાણુઓ હોય છે. જે વ્યક્તિને ગંભીર રીતે બીમાર કરી શકે છે.
પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પર ખૂબ વિપરિત અસર થાય છે. પ્લાસ્ટિકની બોટલોમાંથી નીકળતા રસાયણો આપણા શરીરમાં પ્રવેશે છે અને આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ ડેમેજ કરે છે.
પ્લાસ્ટિકના ઉપયોગને કારણે તેમાં રહેલા રસાયણો સાથે શરીરનો સીધો સંપર્ક થાય છે. પ્લાસ્ટિકમાં મળતા રસાયણો જેમ કે લેડ, કેડમિયમ અને પારો શરીરમાં કેન્સર, અપંગતા, રોગપ્રતિકારક શક્તિમાં ખલેલ જેવા ગંભીર રોગોનું કારણ બને છે અને બાળકોના વિકાસને પણ અસર કરે છે.
Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો
અન્ય મટિરિયલ્સનની તુલનામાં કાચ પાણીનું તાપમાન લાંબા સમય સુધી જાળવી રાખે છે. એટલે કે, ગરમ પાણી કાચની બોટલમાં લાંબો સમય ગરમ અને ઠંડુ પાણી લાંબો સમય સુધી ઠંડુ રહે છે.
આટલું જ નહીં કાચની બોટલને સાફ કરવી પણ સરળ છે. તેમાં ગંદકી સ્પષ્ટ રીતે દેખાતી હોવાથી સરળતાથી સાફ કરી શકાય છે. કાચની બોટલને ડિશ વોશરમાં પણ જોઇ શકાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )