તમામ ટેલિકોમ કંપનીઓએ એક એપ્રિલથી કરવું પડશે આ કામ, મોબાઇલ યુઝર્સને થશે ફાયદો
ટ્રાઈ દ્વારા આપવામાં આવેલા આ આદેશથી દેશના કરોડો મોબાઈલ યુઝર્સને ફાયદો થશે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ તમામ ટેલિકોમ કંપનીઓ Jio, Airtel, VI અને BSNL ને દેશના કરોડો યુઝર્સને વધુ સારી સેવા પૂરી પાડવા માટે તેમની વેબસાઇટ પર નેટવર્ક કવરેજ મેપ પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો છે. ટ્રાઈ દ્વારા આપવામાં આવેલા આ આદેશથી દેશના કરોડો મોબાઈલ યુઝર્સને ફાયદો થશે.
TRAI ના આદેશથી મોબાઇલ યુઝર્સને આ રીતે ફાયદો થશે
ટેલિકોમ રેગ્યુલેટર દ્વારા આપવામાં આવેલા આ આદેશ સાથે બધી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel, VI અને BSNL એ તેમની વેબસાઇટ પર તેમના 2G/3G/4G/5G કવરેજ સંબંધિત ભૌગોલિક નકશા પ્રકાશિત કરવા પડશે, જેથી યુઝર્સ કંપનીના નેટવર્ક અનુસાર પોતાના ટેલિકોમ ઓપરેટરો સરળતાથી પસંદ કરી શકાય છે. આ સાથે યુઝર્સ ફક્ત તે ટેલિકોમ ઓપરેટરોને પસંદ કરશે જેમના નેટવર્ક કવરેજ તેમના વિસ્તારમાં વધુ સારું છે. ટ્રાઈના આ આદેશથી MNP અથવા નવું સિમ કાર્ડ લેનારા યુઝર્સને ફાયદો થશે.
ટેલિકોમ રેગ્યુલેટરનો આ આદેશ ક્વોલિટી ઓફ સર્વિસને સુધારવા માટે લેવામાં આવ્યો છે. નેટવર્ક કવરેજ મેપ દ્વારા યુઝર્સને ટેલિકોમ ઓપરેટરની હાલની સર્વિસ અંગે જાણકારી મળશે. ટેલિકોમ નિયમનકારે જણાવ્યું હતું કે સેવાની ગુણવત્તા માટે મોબાઇલ નેટવર્ક કવરેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કવરેજ ન હોય તેવા વિસ્તારોમાં કોઈ પણ યુઝર્સ સારી ગુણવત્તાની સેવાની અપેક્ષા રાખી શકે નહીં. ટેલિકોમ ઓપરેટરોની વેબસાઇટ પર નેટવર્ક કવરેજ મેપ યુઝર્સને આ કરવામાં મદદ કરશે.
કંપનીઓએ 1 એપ્રિલ પહેલા આ કામ કરવું પડશે
બધી ટેલિકોમ કંપનીઓએ 1 એપ્રિલ, 2025 પહેલા તેમની એપ્સ અને વેબસાઇટ્સ પર નેટવર્ક કવરેજ મેપ્સ પ્રકાશિત કરવા પડશે. આ કાર્ય માટેની અંતિમ તારીખ 1 એપ્રિલ, 2025 છે. ટેલિકોમ કંપનીઓએ તેમના નેટવર્ક કવરેજ મેપને લોગો સાથે પ્રદર્શિત કરવાનો રહેશે અને તેને વેબસાઇટના હોમ પેજ પર મૂકવાનો રહેશે. આ ઉપરાંત, ટેલિકોમ કંપનીઓએ નેટવર્ક કવરેજ ક્ષેત્રને સતત અપડેટ કરતા રહેવું પડશે જેથી યુઝર્સ નેટવર્ક સંબંધિત માહિતી રિયલ ટાઇમ મળતી રહે.
Internet Blackout: શું 16 જાન્યુઆરીએ આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવા રહેશે બંધ? જાણો વાયરલ દાવાનું સત્ય
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
