Prostate Cancer: પુરૂષોમાં આ કેન્સરના વધી રહ્યાં છે કેસ, આ લક્ષણો અનુભવાય તો થઇ જાવ સાવધાન
Prostate Cancer: પ્રોસ્ટેટ કેન્સર ત્યારે થાય છે જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિના કોષો નિયંત્રણ બહાર વધે છે. તેના કારણે નપુંસકતા અથવા ઇરેક્ટાઇલ ડિસફંક્શન પણ થઇ શકે છે
Prostate Cancer: પ્રોસ્ટેટ કેન્સર ત્યારે થાય છે જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિના કોષો નિયંત્રણ બહાર વધે છે. તેના કારણે નપુંસકતા અથવા ઇરેક્ટાઇલ ડિસફંક્શન પણ થઇ શકે છે.
પ્રોસ્ટેટ કેન્સર: પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં એક ગંભીર પ્રકારનું કેન્સર છે. જેના કારણે દર વર્ષે હજારો પુરુષોને અસર થાય છે. નિષ્ણાતો કહે છે કે લગભગ 60% કેસ 65 વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં થાય છે. WHO ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2020 માં, માત્ર પ્રોસ્ટેટ કેન્સરને કારણે 10 મિલિયન લોકો મૃત્યુ પામ્યા. ચાલો જાણીએ પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો શું છે અને તે કયા લોકોને સૌથી વધુ અસર કરે છે.
પ્રોસ્ટેટ કેન્સર શું છે?
આ એક ગંભીર પ્રકારનું કેન્સર છે. પુરુષોમાં જોવા મળતી અખરોટના આકારની પ્રોસ્ટેટ ગ્રંથિમાં થાય છે. આ નાની ગ્રંથિ માત્ર વીર્ય બનાવવામાં મદદ કરે છે. પ્રોસ્ટેટ કેન્સર સામાન્ય રીતે ત્યારે શરૂ થાય છે જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિના કોષો નિયંત્રણ બહાર વધવા લાગે છે. આના કારણે નપુંસકતા અથવા ઈરેક્ટાઈલ ડિસફંક્શન પણ થઈ શકે છે.આપને જણાવી દઈએ કે આ દુનિયામાં ચોથું સૌથી વધુ નિદાન થતું કેન્સર છે. તમને એ પણ જણાવી દઈએ કે તે પ્રોસ્ટેટની બહાર પણ ફેલાઈ શકે છે. જ્યારે આ કેન્સર ખૂબ જ ઝડપથી વધે છે, ત્યારે તે ગંભીર બને છે. બીજી બાજુ, જ્યારે તે ધીમે ધીમે વધે છે, તેને બિન-આક્રમક પ્રોસ્ટેટ કેન્સર કહેવામાં આવે છે.
પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો
- વારંવાર પેશાબ જવું
- પેશાબમાં લોહી આવવું
- પેટના નીચેના ભાગમાં દુખાવો
- પેશાબ કરતી વખતે દુખાવો
બીજી તરફ, જ્યારે પ્રોસ્ટેટ કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે, ત્યારે તે હાડકામાં દુખાવો, ભારે થાક, વજન ઘટવા જેવા લક્ષણો દર્શાવે છે. તે હાડકાં, આંતરડા, લીવર અને ફેફસાંમાં ફેલાઈ શકે છે. જો તમને આમાંથી કોઈ પણ લક્ષણો અનુભવાય તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ
કેવી રીતે બચવુ?
- પ્રોસ્ટેટ કેન્સરથી બચવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવો
- તમારા આહારમાં ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર માછલી અને બદામનો સમાવેશ કરો.
- કઠોળ અને સોયાબીન પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે, આ માટે તમારા આહારમાં કઠોળ, ચણાનો સમાવેશ કરો.કસરત કરવાથી સ્વાસ્થ્ય વધે છે.વ્યાયામ કરતા લોકોમાં આનું જોખમ ઓછું હોય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )