Health: બાળકોને Mosquito Cream લગાવવું જોઇએ કે નહિ, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Is mosquito cream safe for babies: બાળકોને મચ્છરોથી બચાવવા માટે ક્રીમ કે સ્પ્રેનો ઉપયોગ કેટલો સલામત છે, તે બાળરોગ ચિકિત્સક પાસેથી જાણીએ-

Is mosquito cream safe for babies: વરસાદની ઋતુમાં મચ્છરોનો આતંક ઘણો વધી જાય છે. મચ્છર પોતાની સાથે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ખતરનાક રોગો લાવે છે. ખાસ કરીને નાના બાળકો આ રોગોનો શિકાર ઝડપથી બને છે. આવી સ્થિતિમાં, દરેક માતાપિતા ઇચ્છે છે કે તેમનું બાળક મચ્છરોથી સંપૂર્ણપણે સુરક્ષિત રહે. આ માટે, ઘણા લોકો બાળકોને મચ્છરોથી બચાવવા માટે ક્રીમ અથવા સ્પ્રેનો ઉપયોગ કરે છે. પરંતુ શું આ પદ્ધતિ યોગ્ય છે? શું નાના બાળકો પર મોસ્કિટો ક્રીમ લગાવવી જોઈએ? ચાલો આ અંગે નિષ્ણાતોના મંતવ્યો જાણીએ.
નિષ્ણાતો શું કહે છે?
બાળરોગ ચિકિત્સક પુનીત આનંદે આ બાબત અંગે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, બાળરોગ ચિકિત્સક સમજાવે છે કે નાના બાળકોને મચ્છરોથી બચાવવા માટે કોઈપણ ક્રીમ લગાવતા પહેલા 5 બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નંબર 1- 3 મહિના પહેલા કોઈપણ ક્રીમ ન લગાવો
ડોક્ટર કહે છે કે, જો બાળક 3 મહિનાથી નાનુ હોય છે. તો તેની ત્વચા પર DEET અથવા Picaridin આધારિત ક્રીમ કે સ્પ્રેનો ઉપયોગ ન કરો. આટલી નાની ઉંમરે, આ રસાયણો શરીર પર ખરાબ અસર કરી શકે છે. તેના બદલે, મચ્છરદાનીનો ઉપયોગ કરો અથવા બાળકને આખા શરીરને ઢાંકતા કપડાં પહેરાવો.
નંબર 2- એસેંશિયલ ઓઇલવાળી ક્રીમ ન લગાવો
ઘણા લોકો માને છે કે, નીલગિરી અથવા સિટ્રોનેલા તેલ જેવી કુદરતી વસ્તુઓ બાળકો માટે સલામત છે, પરંતુ ડોકટરો કહે છે કે આ તેલ આધારિત ક્રીમ 3 વર્ષથી નાના બાળકો પર ન લગાવવી જોઈએ. આનાથી એલર્જી અથવા ત્વચામાં સોજો થઈ શકે છે.
નંબર 3- ચહેરા પર ક્રીમ ન લગાવો
ચહેરા પર ક્યારેય ક્રીમ ન લગાવવી જોઈએ, ખાસ કરીને આંખો, નાક અથવા મોં પાસે. જો બાળકની ત્વચા ક્યાંયથી કટ થઇ ગઇ હોય અથવા ફોલ્લીઓ હોય, તો તે જગ્યાએ પણ ક્રીમ લગાવવાનું ટાળો.
નંબર 4- બાળકોના હાથ પર ક્રીમ ન લગાવો
બાળકો ઘણીવાર તેમના હાથ મોંમાં નાખે છે. આવી સ્થિતિમાં, જો તમે તેમના હાથ પર મચ્છર ક્રીમ લગાવી હોય, તો તે તેમના મોંમાં જઈ શકે છે, જે સમસ્યા વધારી શકે છે.
નંબર 5- પહેલા સ્કિન પર પેચ ટેસ્ટ લો
આ બધા ઉપરાંત, કોઈપણ ક્રીમને સીધા આખા શરીર પર લગાવતા પહેલા, પહેલા તેને સ્કિના થોડા ભાગમાં લગાવીને પેચ ટેસ્ટ લો, જો બળતરા, ફોલ્લીઓ અથવા ખંજવાળ જેવી કોઇ સમસ્યા થા. તો તરત જ ક્રીમ દૂર કરો.
બાળકોને મચ્છરોથી બચાવવાનો સલામત રસ્તો કયો છે?
ડૉ. આનંદ કહે છે કે, બાળકોને મચ્છરોથી બચાવવા મહત્વપૂર્ણ છે, પરંતુ રસ્તો પણ સલામત હોવી જોઈએ. ખૂબ નાના બાળકોને મચ્છરોથી બચાવવા માટે, તેમને મચ્છરદાનીમાં સૂવા દો. ઉપરાંત, તેમને દિવસ દરમિયાન હળવા અને આખા શરીરને ઢાંકતા કપડાં પહેરાવો. આ બધા ઉપરાંત, બાળકોની આસપાસ એવું વાતાવરણ મેઇન્ટેન્ટ કરો કે મચ્છરો દૂર રહે. જેમ કે - સ્વચ્છતાનું ધ્યાન રાખો, પાણી એકઠું ન થવા દો, વગેરે. આ બધા ઉપરાંત, કોઈપણ ક્રીમ અથવા સ્પ્રેનો ઉપયોગ કરતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















