શોધખોળ કરો

Health Tips: સોફ્ટ ડ્રિન્ક પીવાના શોખીન ચેતજો, પીણાની આ સામગ્રી બની શકે છે કેન્સરનું કારણ

Health Tips:વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીએ એ 1981માં જ એસ્પાર્ટમના ઉપયોગને મંજૂરી આપી હતી. જો કે, ત્યારથી એફડીએ જુદા જુદા સમયે પાંચ વખત તેની સમીક્ષા કરી છે. ભારત સહિત 90 થી વધુ દેશોએ અત્યાર સુધીમાં તેના ઉપયોગને મંજૂરી આપી છે.

Health Tips:કૃત્રિમ મીઠાશ માટે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનર અથવા એસ્પાર્ટમ વિશે મોટા સમાચાર આવ્યા છે. વોશિંગ્ટન પોસ્ટે અમેરિકામાં થયેલા લેટેસ્ટ રિસર્ચના આધારે કેન્સરની શક્યતા વ્યક્ત કરી છે.

આ રિપોર્ટ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એક મહિના પહેલા કૃત્રિમ ખાંડના ઉપયોગ પર ચેતવણી આપી હતી. ન્યૂઝ એજન્સી રોઈટર્સે WHOની કેન્સર રિસર્ચ ટાંકીને કહ્યું કે WHO આગામી મહિને એટલે કે જુલાઈમાં એસ્પાર્ટમને લઈને કેન્સરની ચેતવણી જારી કરવા જઈ રહ્યું છે.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીએ એ 1981માં જ એસ્પાર્ટમના ઉપયોગને મંજૂરી આપી હતી. જો કે, ત્યારથી એફડીએ જુદા જુદા સમયે પાંચ વખત તેની સમીક્ષા કરી છે. ભારત સહિત 90 થી વધુ દેશોએ અત્યાર સુધીમાં તેના ઉપયોગને મંજૂરી આપી છે.

વર્ષ 2009 ના અહેવાલ મુજબ, ભારતની ફૂડ સેફ્ટી એન્ડ રેગ્યુલેટરી બોડી એટલે કે FSSAI એ આ કૃત્રિમ ખાંડના ઉપયોગ અંગે માર્ગદર્શિકા બહાર પાડી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે પ્રોડક્ટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તેના પર તેનું નામ સ્પષ્ટ રીતે લખવું જોઈએ.

વાસ્તવમાં, કૃત્રિમ ગળપણના વધતા ઉપયોગથી વિશ્વભરમાં ચિંતા વધી છે. ફ્રાન્સમાં ગયા વર્ષે એક અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે, કૃત્રિમ સ્વીટનરનું વધુ પડતું સેવન ખાસ કરીને એસ્પાર્ટમ લોકોમાં કેન્સરનું જોખમ વધારે છે. ફ્રાન્સમાં લગભગ એક લાખ લોકોના સ્વાસ્થ્ય અહેવાલોનું વિશ્લેષણ કરીને આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો.

જો કે, રોયટર્સે અહેવાલ આપ્યો છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાની કેન્સર પર સંશોધન માટેની આંતરરાષ્ટ્રીય એજન્સી જુલાઈમાં એક બેઠક યોજવા જઈ રહી છે. જેમાં એસ્પાર્ટમના વધુ પડતા ઉપયોગથી કેન્સરના જોખમ અંગે પ્રથમ વખત રિપોર્ટ જારી કરવામાં આવી શકે છે.

જો કે, મે મહિનામાં WHOએ આર્ટિફિશિયલ સ્વીટનરને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. ડબ્લ્યુએચઓએ તેના અભ્યાસમાં શોધી કાઢ્યું હતું કે કૃત્રિમ સ્વીટનરના ઉપયોગથી બાળકો અથવા પુખ્ત વયના લોકોમાં શરીરની ચરબી ઓછી થતી નથી. આ સિવાય તેના વધુ પડતા ઉપયોગથી ટાઈપ-2 શુગરનું જોખમ પણ વધી જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Embed widget