શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Stomach Pain: પેટના નીચેના ભાગમાં દુખાવો, આ 5 ગંભીર બીમારીના છે સંકેત, બેદરકારી પડી શકે છે ભારે

ઘણા લોકો પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે. આ એક સામાન્ય સમસ્યા છે, જેના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ પેટના ચોક્કસ ભાગમાં દુખાવો થવાનું કારણ ગંભીર રોગો પણ હોઈ શકે છે.

Stomach Pain:પેટમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે, જે ઘણીવાર ઘણા લોકોને પરેશાન કરે છે. આ પેટમાં દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ આપણે ઘણી વાર તેને અવગણીએ છીએ કારણ કે તે એક સામાન્ય સમસ્યા છે અને તેને કોઈ પેઈનકિલર અથવા ઘરગથ્થુ ઉપચારથી દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. આ ઉપાયોથી વ્યક્તિ થોડા સમય માટે પેટના દુખાવામાં રાહત મેળવી શકે છે. પરંતુ ધીમે ધીમે આ સમસ્યા ખૂબ જ ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. વાસ્તવમાં, પેટની નીચે જમણી બાજુમાં દુખાવો થવાના ઘણા ગંભીર કારણો હોઈ શકે છે. પેટના આ ભાગમાં દુખાવો થવાનું કારણ ફલૂ, હર્નીયા, એપેન્ડિસાઈટિસ અને કેન્સર પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, બેદરકારી વિના તરત જ તમારા ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. જો તમે પણ આ રીતે પીડાથી પરેશાન છો, તો અમે તમને તેના કેટલાક મુખ્ય અને ગંભીર કારણો વિશે જણાવીશું-

કિડની સ્ટોન

જો તમને પેટના નીચેના ભાગમાં સતત દુખાવો રહે છે, તો તે કિડનીની પથરીને કારણે હોઈ શકે છે. આજકાલ આ સમસ્યા ઘણા લોકોમાં જોવા મળી રહી છે. આ  સ્થિતિ શરીરમાં કેલ્શિયમ જમા થવાને કારણે થાય છે. કિડનીમાં થતી આ પથરીના કદ અલગ અલગ હોઈ શકે છે. નાની પથરી પેશાબ દ્રારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ મોટી સાઈઝને કારણે પથરી બહાર નીકળી શકતી નથી જેના કારણે પીઠના નીચેના ભાગમાં, પેટમાં અને કમરમાં અસહ્ય દુખાવાની સમસ્યા શરૂ થાય છે.

પીરિયડ્સ ક્રેમ્પ્સ

ઘણીવાર માસિક ધર્મ દરમિયાન પેટના નીચેના ભાગમાં દુખાવો થવાની સમસ્યા થઈ શકે છે. પીરિયડ ક્રેમ્પ્સની સમસ્યા પેટના બંને નીચેના ભાગમાં અનુભવાય છે. ઘણી સ્ત્રીઓમાં આ સમસ્યા ખૂબ જ ગંભીર હોય છે. જેના કારણે ક્યારેક ઉબકા કે ઉલ્ટી, ઝાડા અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.

ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ અથવા આર્ઇબીએસ

ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ અથવા IBS એ લાંબા ગાળાની સ્થિતિ છે, જે આપણા પાચનતંત્રને અસર કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ આંતરડા બગડવાની સ્થિતિ છે, જેના કારણે પેટના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો અનુભવાય છે. જેના કારણે ઝાડા, કબજિયાત, પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે.

કેન્સર

નાભિની ઉપરના વિસ્તારમાં સતત પેટમાં દુખાવો,  પેટની ગાંઠને કારણે થઈ શકે છે. આ સિવાય પેટમાં સોજો કે પ્રવાહી ઉત્પન્ન થવાનું કારણ કેન્સર પણ હોઈ શકે છે. અમેરિકન કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, દુખાવો, અપચો અને હાર્ટબર્ન કોલોન કેન્સરના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.

 એપિડિસઇટિંસ

જો આપ પેટની નીચે જમણી બાજુ સતત દુખાવાથી પરેશાન છો, તો તે એપેન્ડિસાઈટિસના સંકેત હોઈ શકે છે. એપેન્ડિક્સ મોટા આંતરડાની પાસે એક નળી જેવું  રચના હોય છે, જેમાં સોજાના  કારણે એપેન્ડિસાઈટિસની સમસ્યા શરૂ થાય છે. તેના પ્રારંભિક લક્ષણોમાં તાવ, ઝાડા, ઉલટી, નબળાઇ, ભૂખ ન લાગવી વગેરેનો સમાવેશ થાય છે.

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેની  પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક  લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Scam News: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને કેવી રીતે આપતો હતો સ્કીમ?, જુઓ આ વીડિયોમાંGovt.Teacher In Dubai :સરકારી શાળાનો આચાર્ય મેડિકલ રજા લઈ દુબઈમાં કરે છે બિઝનેસSaurashtra: BZ Scam News: કૌભાંડનો પર્દાફાશ, સૌરાષ્ટ્રના પણ ઘણાય લોકો છેતરાયા હોવાનો મોટો ઘટસ્ફોટHun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Embed widget