(Source: ECI/ABP News/ABP Majha)
ધારાસભ્ય આશાબેનનો માત્ર 44 વર્ષની વયે ભોગ લેનાર ડેંગ્યુ કેમ છે ખતરનાક, ચેપ લાગ્યાના બે દિવસમાં લઈ લીધો ભોગ
આજે ડેગન્યુના કારણે ભાજપના ધારાસભ્ય આશાબહેન પટેલનું નિધન થઇ ગયું. ડોક્ટરે મોતનું કારણ મલ્ટી ઓર્ગન ફેલ્યોર જણાવ્યું છે
આજે ડેગન્યુના કારણે ભાજપના ધારાસભ્ય આશાબહેન પટેલનું નિધન થઇ ગયું. ડોક્ટરે મોતનું કારણ મલ્ટી ઓર્ગન ફેલ્યોર જણાવ્યું છે. ડેન્ગ્યુ બાદ તેમની આ સ્થિતિ સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. તો ડેગ્યુમાં મલ્ટી ઓર્ગન ફેલ્યોરની સ્થિતિ કેવી રીતે સર્જાય જાણીએ આ વિશે નિષ્ણાંત શું કહે છે.
ડેન્ગ્યુ વિશે વાત કરતા મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના ડો. રિતુ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુના બે પ્રકારના દર્દીઓ હોય છે., એક એવા દર્દીઓ છે જેમને ઓપીડીમાં જ સારવાર આપ્યા બાદ ઘરે મોકલી દેવામાં આવે છે, જ્યારે બીજા એવા દર્દીઓ છે જેઓ ગંભીર સ્થિતિમાં આવી રહ્યા છે. . આવા દર્દીઓને દાખલ કરવામાં જરૂરી છે., કેટલાક દર્દીઓમાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોરનાં લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે. મલ્ટી ઓર્ગન ફેલ્યરની સ્થિતિમાં પહોંચવાનું મુખ્ય કારણ સારવારમાં વિલંબ અને બેદરકારી છે.
જાણકારોના મતે આ સમયે વાયરલ ફીવરની સાથે ડેન્ગ્યુના દર્દીઓ પણ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં સમયસર ટેસ્ટ કરાવવો જરૂરી છે, જેથી રોગ સ્પષ્ટ થઈ શકે. સામાન્ય ડેન્ગ્યુ સિવાય તાવમાં પ્લેટલેટ્સ પણ ઓછા હોય છે, જે પણ થોડા સમય પછી વધવા લાગે છે. ગંભીર કિસ્સાઓમાં, દર્દીનું બીપી ઓછું થઈ જાય છે. મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર થવાનું જોખમ વધારે છે. જ્યારે તમને ડેન્ગ્યુ હોય ત્યારે પુષ્કળ પાણી પીવો. પૌષ્ટિક અને સાદો ખોરાક લો.
જનરલ ફિઝિશિયન ડૉ. શૈલેન્દ્ર સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, લોકો સામાન્ય રીતે ડેન્ગ્યુને પ્લેટલેટ્સની અછત સાથે જોડે છે. જ્યારે ડેન્ગ્યુ માત્ર પ્લેટલેટ્સની ઉણપ નથી. આમાં ફેફસાં, પેટ અને હૃદયની આસપાસ પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવે છે. આંતરિક કોષોમાં રક્તસ્રાવને કારણે, દર્દી મલ્ટી ઓર્ગન ફેલ્યોરની સ્થિતિમાં વ્યક્તિ પહોંચે છે. આ સ્થિતિમાં હૃદય, લીવર, કિડની અને ફેફસા પર ખરાબ અસર પડે છે.
આ પણ વાંચો
UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )