શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Health Tips:ડાયટિંગને સફળ બનાવવા માટે બ્લડ ટેસ્ટ કરવું આ કારણે જરૂરી, જાણો એક્સ્પર્ટનો મત

ઘણી વખત લોકો કોઈ બીજાના ડાયટિંગની અસર જોઇનેને ખુદ પર પણ અજમાવે છે. ખરેખર આ સ્થિતિ આદર્શ નથી કારણ કે દરેકના શરીરની પ્રકૃતિ સમાન નથી હોતી.

આપણે બધા જાણીએ છીએ કે ખોરાક આપણા શરીર માટે માત્ર ઇંઘનનું કામ નથી કરતો.પરંતુ તે શરીરને  સ્વસ્થ રાખવા પણ જરૂરી છે. તેથી, જ્યારે તમે તમારી ખાવાની આદતોમાં ફેરફાર કરો છો, ત્યારે તે તમારા સ્વાસ્થ્યની સ્થિતિમાં પણ ફરક પાડે છે. ઘણી વખત લોકો પોતાનું વજન ઘટાડવા કે વધારવા અથવા અન્ય કોઈ કારણસર ડાયટિંગ કરવાનું શરૂ કરે છે.

અલબત્ત, સ્વસ્થ રહેવા માટે ડાયટિંગ કરવું આવકાર્ય છે  પરંતુ આનો અર્થ એ નથી કે તમારે તેને જાતે જ તે લેવાનું શરૂ કરવું જોઈએ. જો તમે ખરેખર તમારા ડાયટિંગના  શ્રેષ્ઠ પરિણામ ઇચ્છો છો તો  તેને યોગ્ય રીતે શરૂ કરવું પડશે. જ્યારે તમારી શરૂઆત સારી હશે, તો તમારી સફળતા મળવાની શક્યતાઓ પણ ઘણી વધી જશે.

આ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે, જેના પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે પણ તમે કોઈપણ પ્રકારના ડાયટિંગની શરૂઆત કરો છો. તે પહેલા એકવાર બ્લડ ટેસ્ટ કરાવો. . જ્યારે તમે રક્ત પરીક્ષણ કરાવો છો, ત્યારે તે તમને જણાવે છે કે તમારા શરીરમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, વિટામિન ડી, વિટામિન બી 12 નું સ્તર કેટલું છે અને ક્યાં વિટામિનની ઉણપ છે.  શરીરનું સત્ય તમારી સામે આવી જાય, બાદ એ મુજબ જ  ડાયટ પ્લાન કરવું જોઇએ.

ઘણી વખત લોકો કોઈ બીજાના ડાયટિંગની અસર જોઇનેને ખુદ પર પણ અજમાવે છે. ખરેખર આ સ્થિતિ આદર્શન નથી કારણ કે દરેકના શરીરની પ્રકૃતિ સમાન નથી હોતી. તમારે પહેલા ડાયટિશિયનને મળવું જોઈએ. જ્યારે તમે કોઈ ડાયેટિશિયન અથવા નિષ્ણાતને મળો છો, ત્યારે તે તમારી જીવનશૈલી, ખાવાની આદતો, ખાવાની રીત અને સમસ્યાઓ વગેરેને વધુ સારી રીતે સમજીને તમારા માટે વધુ સારો ડાયેટ પ્લાન તૈયાર કરી શકે છે.

જ્યારે તમે તમારા નિયમિત દિનચર્યાની બહાર ડાયેટિંગ કરો છો ત્યારે તે સરળ નથી. તમે શરૂઆતમાં ખૂબ જ ઉત્સાહિત હશો, પરંતુ થોડા સમય પછી તમને ઘણી અલગ-અલગ વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે. એક સમય એવો આવશે જ્યારે તમે કંઈક એવું ખાવા ઈચ્છશો જે તમારા ડાયટ પ્લાનમાં નથી.  તેથી, ડાયટિંગ  શરૂ કરતા પહેલા તમારી જાતને માનસિક રીતે તૈયાર કરો. તમારે એ સમજવાની જરૂર છે કે, ડાયટને  વળગી રહેવા માટે તમારે ઘણી માનસિક શક્તિની જરૂર પડશે.

જ્યારે તમે ડાયટ શરૂ કરો છો ત્યારે તમારે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. ઑફિસ પાર્ટીઓથી લઈને રજાઓ અથવા તહેવારો આપના ડાયેટમાં  ગડબડ કરી શકે  છે. કેટલીકવાર બહાર નીકળતી વખતે ટ્રેક પર રહેવું મુશ્કેલ હોય છે. તેથી, તમારે અગાઉથી પ્લાન B તૈયાર કરવાની જરૂર છે. ડાયેટિંગ દરમિયાન આપ આપની  જાતને રૂમમાં બંધ કરી શકતા નથી. પરંતુ તમે તમારી ખાવાની આદતોમાં સુધારો કરીને તમારી જીવનશૈલી ચોક્કસપણે સુધારી શકો છો. ઉપરાંત, ચીટ ડે અને  મીલ્સનું પણ બેસ્ટ પ્લાનિંગ કરશો તો લાંબા સમય સુધી ડાયટિંગને ફોલો કરી શકશો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા
Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા
ક્યાંક વરસાદનું એલર્ટ તો પહાડોમાં બરફવર્ષા, આ રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી? 
ક્યાંક વરસાદનું એલર્ટ તો પહાડોમાં બરફવર્ષા, આ રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી? 
Railway Rules: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે સિલેક્ટ થઇ ખોટી તારીખ, તો આ આઇડિયા આવશે કામમાં
Railway Rules: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે સિલેક્ટ થઇ ખોટી તારીખ, તો આ આઇડિયા આવશે કામમાં
12th Fail થી લઈને સેક્ટર 36 સુધી, વિક્રાંત મૈસીની આ ફિલ્મોને જોઈ લો આ ઓટીટી પ્લેટફોર્મ પર
12th Fail થી લઈને સેક્ટર 36 સુધી, વિક્રાંત મૈસીની આ ફિલ્મોને જોઈ લો આ ઓટીટી પ્લેટફોર્મ પર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસHarsh Sanghavi : ગૃહરાજ્યમંત્રીની ચેતવણી, સુધર્યા નહીં તો લંગડાતા લંગડાતા નીકળશે વરઘોડોDelhi Farmer Protest: દિલ્હીમાં ફરી ખેડૂતોની કૂચ, અમારી માંગ નહીં પુરી થાય તો..| Abp AsmitaAhmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા
Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા
ક્યાંક વરસાદનું એલર્ટ તો પહાડોમાં બરફવર્ષા, આ રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી? 
ક્યાંક વરસાદનું એલર્ટ તો પહાડોમાં બરફવર્ષા, આ રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી? 
Railway Rules: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે સિલેક્ટ થઇ ખોટી તારીખ, તો આ આઇડિયા આવશે કામમાં
Railway Rules: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે સિલેક્ટ થઇ ખોટી તારીખ, તો આ આઇડિયા આવશે કામમાં
12th Fail થી લઈને સેક્ટર 36 સુધી, વિક્રાંત મૈસીની આ ફિલ્મોને જોઈ લો આ ઓટીટી પ્લેટફોર્મ પર
12th Fail થી લઈને સેક્ટર 36 સુધી, વિક્રાંત મૈસીની આ ફિલ્મોને જોઈ લો આ ઓટીટી પ્લેટફોર્મ પર
Awadh Ojha In Politics: જાણીતા શિક્ષક અને મોટીવેશનલ સ્પીકર અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા 
Awadh Ojha In Politics: જાણીતા શિક્ષક અને મોટીવેશનલ સ્પીકર અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા 
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો
Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો
Embed widget