Fennel water: તોંદને ગાયબ કરશે આ જાદુઇ ડ્રિન્ક આ રીતે કરો તૈયાર અને સેવન, જાણો ગજબ ફાયદા
Fennel water: વરિયાળીનું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જાણો કેવી રીતે વરિયાળીનું પાણી કબજિયાત, હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓને નિયંત્રિત કરે છે.

Fennel Water Benefits: જો તમે દિવસની શરૂઆત પોષક તત્વોથી ભરપૂર પીણાથી કરો છો, તો તમે દિવસભર ઉર્જાવાન અનુભવો છો. લોકો ઘણીવાર મૂંઝવણમાં રહે છે કે સવારે ખાલી પેટે શું પીવું અથવા કયું આયુર્વેદિક પીણું બનાવવું? આજે અમે તમને એવા ડ્રિંક વિશે જણાવી રહ્યા છીએ જે ખાલી પેટ પીવાથી ઘણા ફાયદા થાય છે. જાણો વરિયાળીનું પાણી પીવાથી શરીરને શું ફાયદા થાય છે.
વરિયાળીનું પાણી જૂની કબજિયાત મટાડશે
લોકો ઘણીવાર જમ્યા પછી વરિયાળી ખાય છે કારણ કે, તે પાચનમાં મદદ કરે છે. વરિયાળીનું પાણી પીવાથી તમારા પેટની માંસપેશીઓને તો આરામ મળે છે સાથે જ ગેસ, પેટનું ફૂલવું અને અપચોની સમસ્યા પણ ઓછી થાય છે. આયુર્વેદમાં વરિયાળીના પાણીને ફાયદાકારક ગણાવ્યું છે. વરિયાળીના પાણીનો સ્વાદ વધારવા માટે તમે તજનો પણ ઉપયોગ કરી શકો છો. તજ પાચન ઉત્સેચકોને ઉત્તેજિત કરે છે, જેથી ખોરાક વધુ સારી રીતે શોષાય છે. તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી અને તજનો ટુકડો મિક્સ કરી શકો છો. તેને લગભગ 10 થી 15 મિનિટ સુધી ઉકાળો અને તેને ગાળીને ઠંડુ પાણી પીઓ.
વરિયાળીના પાણીથી હાઈ બીપી નિયંત્રણ
જે લોકો હાઈ બ્લડ પ્રેશરની સાથે શરીરમાં સોજાની સમસ્યાથી પીડાતા હોય તેઓ પણ સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પી શકે છે. વરિયાળીમાં સોજા વિરોધી ગુણો હોય છે જે શરીરમાં સોજો ઘટાડીને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત બ્લડ પ્રેશરને કંટ્રોલ કરીને હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘટે છે.
વરિયાળી-તજનું પાણી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે
બજારના જંક ફૂડ, ફાસ્ટફૂડના કારણે ઘણીવાર કોલેસ્ટ્રોલ વધે છે. જો વરિયાળીનું પાણી રોજ ખાલી પેટ પીવામાં આવે તો કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું થઈ શકે છે. તજ અને વરિયાળીનું પાણી એકસાથે પીવાથી શરીરમાં HDL એટલે કે સારા કોલેસ્ટ્રોલ વધે છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. વરિયાળીમાં જોવા મળતું પ્રાકૃતિક કુમરિન રક્ત વાહિનીઓના સંકોચનને અટકાવે છે અને લોહીના ગંઠાઈ જવાને અટકાવે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















