Skin Care Tips: સ્કિનની ગ્લોઇંગ બનાવવા આ એક ચીજનો કરો ઉપયોગ, કુદરતી આપશે નિખાર
વિટામીન E કેપ્સ્યુલનો ઉપયોગ ચહેરા પર થાય છે. એવું માનવામાં આવે છે કે આ કેપ્સ્યુલ ત્વચા માટે વરદાનથી કમ નથી. તેથી જ મોટાભાગના સ્કિન કેરમાં ઉત્પાદનોમાં વિટામિન ઇ કેપ્સ્યુલ્સ ઉમેરવામાં આવે છે
Skin Care Tips:ચહેરાને ગ્લોઇંગ રાખવા માટે તમારે ફેસ માસ્ક, ક્લીન્ઝિંગ અને વિટામિન ઇ કેપ્સ્યૂલનો ઉપયોગ કરવો જોઈએ. તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
ગ્લોઇંગ સ્કિન કોને ન ગમે? આ માટે શું કરવું પડશે તે બહુ ઓછા લોકો જાણતા હોય છે. ક્યારેક ફેશિયલ તો ક્યારેક ફેસ ક્લિનઅપ કરીને આપણે સ્કિન પર ગ્લો લાવવા માટે પ્રયાસ કરીએ છીએ। સ્કિનને ગ્લોઇંગ બનાવવા માટે બજારમાં ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે. જેમાં ક્રિમથી માંડીને સી સીરમ સામેલ છે.
વિટામીન E કેપ્સ્યુલનો ઉપયોગ ચહેરા પર થાય છે. એવું માનવામાં આવે છે કે આ કેપ્સ્યુલ ત્વચા માટે વરદાનથી કમ નથી. તેથી જ મોટાભાગના સ્કિન કેરમાં ઉત્પાદનોમાં વિટામિન ઇ કેપ્સ્યુલ્સ ઉમેરવામાં આવે છે. ગ્લોઈંગ સ્કિન માટે તમે આ કેપ્સ્યુલનો પણ ઉપયોગ કરી શકો છો.નાઇટ સ્કિન કેર માટે ખાસ કરીને તેનો ઉપયોગ કરો. કેવી રીતે વિટામિન ઇની કેપ્સ્યૂલનો ઉપયોગ કરવો જાણીએ.
વિટામિન ઇની કેપ્સ્યૂલ લગાવવાની રીતને સમજતા પહેલા તેને લગાવવાન ફાયદા જાણીએ
વિટામિન ઇની કેપ્સ્યૂલ સ્કિન પર લગાવવાના ફાયદા
ત્વચાને સ્વસ્થ રાખવા માટે કોષોનું સમારકામ જરૂરી છે. નવા કોષો ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવાનું કામ કરે છે. વિટામીન E કેપ્સ્યુલમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે જે ત્વચામાં હાજર ક્ષતિગ્રસ્ત કોષોને સુધારવાનું કામ કરે છે.
જો તમારા ચહેરા પર ડાર્ક સ્પોટ્સ છે, તો તેના માટે વિટામિન ઇ કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરો.
વિટામિન ઇ કેપ્સ્યુલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે ફાયદાકારક રહેશે.
ત્વચાને યંગ રાખવા માટે વિટામિન ઈ કેપ્સ્યુલનો પણ ઉપયોગ કરી શકાય છે.
વિટામિન ઇની કેપ્સ્યૂલનો કેવી રીતે કરશો ઉપયોગ
શું તમે નાઇટ ક્રીમનો ઉપયોગ કરો છો? જો ના હોય તો રાત્રે નાઈટ ક્રીમ લગાવીને સૂવાની શરૂઆત કરો. ગ્લોઈંગ સ્કિન માટે નાઈટ ક્રીમમાં વિટામિન ઈ કેપ્સ્યુલ ઉમેરો. હવે તેનો ઉપયોગ તમારા ચહેરા પર કરો. આ ક્રીમનો રોજ ઉપયોગ કરવાથી તમારો ચહેરો ચમકી ઉઠશે.
. એલોવેરા જેલ ત્વચા માટે પણ ફાયદાકારક છે. તે મોટાભાગની ત્વચાના પ્રકારોને અનુકૂળ છે. એટલા માટે એલોવેરા જેલનો ઉપયોગ ક્રીમથી લઈને ફેસવોશ સુધી કરવામાં આવે છે. તમે એલોવેરા જેલમાં વિટામિન ઇ કેપ્સ્યુલ પણ ઉમેરી શકો છો. આ બંનેનું મિશ્રણ ત્વચા માટે સારું રહેશે. આના ઉપયોગથી તમારી ત્વચા ન માત્ર ચમકવા લાગશે, પરંતુ તે પિમ્પલ્સ અને ડ્રાયનેસની સમસ્યાને પણ ઓછી કરે છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )