(Source: ECI/ABP News/ABP Majha)
Weight Loss:રોજ બટાટા ખાઇને પણ ઘટાડી શકાય છે વજન, બસ ખાવાની આ રીત સમજી લો
Potato for Weight Loss: બટાટાને વજન વધારનાર ખોરાક માનવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સ્ટાર્ચથી ભરપૂર બટાકા વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
Potato for Weight Loss: બટાટાને વજન વધારનાર ખોરાક માનવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સ્ટાર્ચથી ભરપૂર બટાકા વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
ખરાબ જીવનશૈલીના કારણે હાલમાં મોટાભાગના લોકો સ્થૂળતાથી પરેશાન છે અને વજન ઘટાડવા માંગે છે. વજન ઘટાડવા માટે લોકો ઘણીવાર કાર્બોહાઇડ્રેટ ખાવાનું બંધ કરી દે છે, પરંતુ શું તમે જાણો છો કે દરરોજ બટાકા ખાવાથી તમે વજન ઘટાડી શકો છો. વૈજ્ઞાનિકોએ આ અંગે દાવો કર્યો છે અને કહ્યું છે કે સ્ટાર્ચથી ભરપૂર બટેટા વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
વધુ કેલરી લેવાથી વજન વધે છે
વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો ક્યારેક એવી વસ્તુઓ ખાય છે, જેમાં વધુ કેલરી હોય છે. જેના કારણે તેમનું વજન ઘટવાને બદલે વધવા લાગે છે. તેથી, જો તમે પણ વજન ઓછું કરવા માંગો છો, તો તમારા આહારમાં આવા ખોરાકનો સમાવેશ કરો, જેનાથી પેટ ઝડપથી ભરાય અને ઓછી કેલરી હોય. આ માટે બટાટા એક સારો વિકલ્પ છે.
બટાકા વિશે સંશોધન શું કહે છે
સંશોધકોનું કહેવું છે કે બટાકામાં કાર્બોહાઇડ્રેટ અને સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ તેને ખાવાથી પેટ ઝડપથી ભરાય છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. પેટ ઝડપથી ભરાવાને કારણે, બાકીના લોકો તેની સરખામણીમાં ઓછો ખોરાક લે છે અને આ વજન ઘટાડવામાં મદદ કરે છે. જો કે, તેને રાંધવાની અને ખાવાની યોગ્ય રીત હોવી જોઈએ.
બટાટા પકાવવાની યોગ્ય રીત
સંશોધકોનું કહેવું છે કે વજન ઘટાડવા માટે બટાકાને રાંધવાની અને ખાવાની સાચી રીત ખૂબ જ જરૂરી છે. અમેરિકાના લુઇસિયાનામાં પેનિંગ્ટન બાયોમેડિકલ રિસર્ચ સેન્ટરના ડાયટિશિયન અને આ રિસર્ચના સહ-લેખક પ્રોફેસર કેન્ડિડા રેબેલો કહે છે કે વજન ઓછું કરવા માટે તમારે ચિપ્યા કે તેલમાં તળેલા બટાકા ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેલના કારણે તમારું વજન વધી શકે છે.
રિસર્ચમાં સામે આવ્યું છે કે બાફેલા બટેટા ખાવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે. પ્રોફેસર કેન્ડીડા રેબેલો કહે છે કે બાફેલા બટેટા ખાધા પછી વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તેમને ભૂખ નથી લાગતી. તેમણે કહ્યું કે વજન ઓછું કરવા માટે ઓછી કેલરીવાળા ભારે ખોરાક ખાવાનું વધુ સારું છે. આ સરળતાથી કેલરી ઘટાડી શકે છે.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )