Health Tips:ઝડપથી વજન ઘટાડવા માટે Dinnerની સાથે કરો આ એક કામ, થોડા દિવસોમાં જ પડશે ફરક
વજન ઘટાડવા માટે આપણે જુદા-જુદા ડાયટ પ્લાન ફોલો કરીએ છીએ. જો કે, કેટલાક લોકો સવારે હેલ્થી ફૂડથી શરૂઆત તો કરે છે પરંતુ દિવસ જતાં તેનું મન કેલેરીથી ભરેલા સ્વીટ વ્યજંન ખાવાનું થાય છે.
Health Tips:વજન ઘટાડવા માટે આપણે જુદા-જુદા ડાયટ પ્લાન ફોલો કરીએ છીએ. જો કે, કેટલાક લોકો સવારે હેલ્થી ફૂડથી શરૂઆત તો કરે છે પરંતુ દિવસ જતાં તેનું મન કેલેરીથી ભરેલા સ્વીટ વ્યજંન ખાવાનું થાય છે. તો કેટલાક લોકો રાત્રે સૂતી વખતે અનહેલ્ધી ફૂડ લે છે અને ઓવરઇટિંગ કરી લે છે.
જો આપ લાંબા સમયથી વજન ઉતારવાની કોશિશ કરી રહ્યાં હો અને ફરક ન પડતો હોય તો તેના માટે આ આદતો જવાબદાર હોઇ શકે છે. આજે અમે આપને એવી કેટલીક ટિપ્સ બતાવી રહ્યાં છીએ જે ડિનર સમયે ધ્યાનમાં રાખવાથી વેઇટ લોસની આપની જર્નિમાં ફરક જોવા મળશે. મોટાભાગના લોકો રાત્રે ડિનરમાં અનહેલ્થી ફૂડ લે છે. આ સ્થિતિમાં અમે આપને કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ. જેને ડિનર સમયે ધ્યાનમાં રાખવી જરૂરી છે.
નાની પ્લેટનો ઉપયોગ
વજન ઘટાડવા માટે આપને કેલેરીની સીમા નક્કી કરવી જોઇએ. મોટી પ્લેટનો મતલબ છે વધુ કેલેરીનું સેવન અને નાની પ્લેટનો મતલબ છે ઓછી કેલેરીનું સેવન. ઓવરઇટિંગથી બચવા માટે હંમેશા નાની પ્લેટ પસંદ કરો.
તેલનો ઓછો ઉપયોગ
જમવાનું બનાવતી વખતે આપ કેટલીક સામાન્ય ભૂલો કરો છો. જેમાં એક ભૂલ છે, રસોઇમાં વધુ તેલનો ઉપયોગ. તેલનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને રસોઇ બનાવો. શક્ય હોય તો નારિયેળ તેલ અથવા ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો.
જમ્યા પહેલા પાણી પીવું
આપણે હંમેશા પાણીના મહત્વને ઓછું આંકીએ છીએ. જો કે પાણી આપણા શરીરને હાઇડ્રેઇટ રાખે છે. ડિનરના 30 મિનિટ પહેલા એક મોટો ગ્લાસ ભરીન પાણી પીવો.
Dark Circles: દૂર કરવા માટે હળદર છે કારગર,આ રીતે કરો પ્રયોગ આંખની નીચે ડાર્ક સર્કલ છે? ઘરેલુ નુસખાથી દૂર કરો ડાર્ક સર્કલ હળદરના પાવડરનું પેસ્ટ લગાવો હળદરમાં દહીં, લીંબુના રસ મિક્સ કરો આ પેસ્ટને ડાર્ક સર્કલમાં લગાવો 15-20 મિનિટ બાદ ફેસ વોશ કરી લો આ નુસખાથી ડાર્ક સર્કલ દૂર થશે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )