હવે લોકો માટે નવો ખતરોઃ આ લક્ષણો દેખાય તો કોરોનાનો ટેસ્ટ તરત જ કરાવજો કેમ કે ઓમિક્રોનનો ચેપ હોઈ શકે.....
કોરોના વાયરસના આ વેરિઅન્ટ ઓમિક્રોનનો ભોગ બનેલા દર્દીઓમાં અલગ અલગ પ્રકારનાં લક્ષણો જોવા મળ્યા છે.

વોશિંગ્ટનઃ હાલમાં સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે અને ઓમિક્રોનનો ભોગ બનેલા લોકોન કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસના આ વેરિઅન્ટ ઓમિક્રોનનો ભોગ બનેલા દર્દીઓમાં અલગ અલગ પ્રકારનાં લક્ષણો જોવા મળ્યા છે.
મેડિકલ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોરોનાનાં સામાન્ય રીતે જોવા મળતાં મુખ્ય લક્ષણો સિવાય એવાં પણ કેટલાક લક્ષણો છેં જે દેખાય તો તરત કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સ્નાયુઓમાં દુખાવો, માથામાં દુખાવો, ગંધ અને સ્વાદ ન આવવો કોરોનાના મુખ્ય લક્ષણો છે પણ એ સિવાય પણ ઘણાં લક્ષણો જોવા મલે છે.
આ અંગે અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ તાજેતરમાં મહત્વની ચેતવણ આપી છે. સીડીસીએ ચેતવણી આપી છે કે ત્વચા, નખ, અને હોઠના રંગમાં ફેરફાર એ ઓમિક્રોનનાં લક્ષણ છે તેથી આ પૈકી એક પણ લક્ષણ દેખાય તો તરત કોરોનાની તપાસ કરાવવી જોઈએ. આ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો, છાતી ભારે થવી, કન્ફ્યુઝન અને સતત ઊંઘ આવવી પણ ઓમિક્રોનના લક્ષણ હોઈ શકે છે.
CDCના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિઓમાં ઘણા પ્રકારનાં લક્ષણો જોવા મળી રહ્યા છે. વાઈરસનું નવું લક્ષણ ચામડી, નખ, હોઠનો રંગ બદલાઈ જવો છે. CDCએ ચેતવણી આપી છે કે ત્વચા, નખ અને હોઠનો રંગ પીળો, ગ્રે, અથવા વાદળી થઈ જાય તો એ બાબત લોહીમાં ઓક્સિજનનો અભાવ દર્શાવે છે. કોરોના થવાતી વ્યક્તિના લોહીમાં ઓક્સિજનની ઊણપ સર્જાઈ છે. આ સ્થિતિમાં આ લક્ષણ દેખાય તો તરત તપાસ કરાવવી જરૂરી છે.
CDCના જણાવ્યા અનુસાર, શરીરમાં વાઈરસની એન્ટ્રી થયાના 2થી 14 દિવસ પછી ઓમિક્રોનનાં લક્ષણો અનુભવાય છે. આ લક્ષણો હળવાથી લઈને લઈને ગંભીર હોઈ શકે છે. બ્રિટનની ZOE કોવિડ સ્ટડી એપના અનુસાર, કબજિયાત, ડાયેરિયા, બ્રેન ફોગ, સૂતા સમયે પરસેવો થવો, આંખોમાં સોજો, અને ત્વચાના કોઈપણ ભાગે ચકામા પણ ઓમિક્રોનના લક્ષણ છે.
PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો
દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ
Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
