શોધખોળ કરો

ઝડપથી ફેલાઇ રહ્યો છે Tomato Fever, જાણો શું છે લક્ષણો? આ લોકોને છે વધુ ખતરો

વિશ્વની સાથે સાથે ભારત પણ છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી સામે લડી રહ્યું છે. કોરોના મહામારી પછી મંકીપોક્સે વિશ્વભરમાં ચિંતા વધારી છે અને હવે એક નવી બીમારીએ ચિંતા વધારી છે. હેન્ડ ફૂટ માઉથ ડિસીઝ (HFMD), જેને ટોમેટો ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે

Tomato Fever In India: વિશ્વની સાથે સાથે ભારત પણ છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી સામે લડી રહ્યું છે. કોરોના મહામારી પછી મંકીપોક્સે વિશ્વભરમાં ચિંતા વધારી છે અને હવે એક નવી બીમારીએ ચિંતા વધારી છે. હેન્ડ ફૂટ માઉથ ડિસીઝ (HFMD), જેને ટોમેટો ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્વાસ્થ્ય નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે તે બાળકોમાં ઝડપથી ફેલાય છે. લાન્સેટ રેસ્પિરેટરી જર્નલમાં એક અભ્યાસ અનુસાર, કેરળમાં 6 મે 2022ના રોજ ટોમેટો ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો હતો અને અત્યાર સુધીમાં 82 કેસ નોંધાયા છે. આ તાવ એક થી પાંચ વર્ષની વયના બાળકો અને નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા પુખ્ત વયના લોકોને અસર કરે છે.

લાન્સેટના અભ્યાસ અનુસાર, જેમ કે આપણે COVID-19 ના ચોથી લહેરના સંભવિત ખતરા સામે લડી રહ્યા છીએ. ટોમેટો ફ્લૂ નામનો એક નવા વાયરસ ભારતમાં કેરળ રાજ્યમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળ્યો છે.  આ વાયરસના અત્યાર સુધીમાં 82 કેસ નોંધાયા છે." હવે આવી સ્થિતિમાં ટોમેટો ફ્લૂ શું છે અને તે કેવી રીતે ફેલાય છે? લક્ષણો શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય? એ જાણવું જરૂરી છે.

ટોમેટો ફ્લૂ શું છે?

 લાન્સેટના અભ્યાસ અનુસાર, ટોમેટો ફ્લૂના લક્ષણો કોવિડ-19 વાયરસ જેવા જ છે. પરંતુ આ વાયરસ SARS-CoV-2 સાથે સંબંધિત નથી, તે સંપૂર્ણપણે અલગ છે. ચિકનગુનિયા અથવા ડેન્ગ્યુ તાવ પછી બાળકોમાં ટોમેટો ફ્લૂ થઈ શકે છે. આ ફ્લૂનું નામ ટોમેટો ફ્લૂ છે કારણ કે તે આખા શરીરમાં લાલ અને પીડાદાયક ફોલ્લાઓનું કારણ બને છે. આ ફોલ્લાઓનું કદ ટોમેટો જેટલું પણ હોઈ શકે છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાળકોમાં આ વાયરસનું જોખમ વધારે છે. ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો આ વાયરસથી વધુ પ્રભાવિત છે. ખાસ કરીને ટોમેટો ફ્લૂ, અત્યંત ચેપી હોવા છતાં જીવન માટે જોખમ ઊભું કરતો નથી.

શું છે લક્ષણો?

ટોમેટો ફ્લૂનો ભોગ બનેલા બાળકોમાં જોવા મળતા પ્રાથમિક લક્ષણો ચિકનગુનિયા અથવા ડેન્ગ્યુ તાવ જેવા જ હોય ​​છે. લક્ષણોમાં તાવ, ચકામા, સાંધામાં સોજો, ઉબકા, ઝાડા, ડિહાઇડ્રેશન, સાંધામાં તીવ્ર દુખાવોનો સમાવેશ થાય છે. અન્ય લક્ષણોમાં શરીરમાં દુખાવો, તાવ અને થાક છે જે કોવિડ-19 દર્દીઓને પણ અનુભવાય છે. કેટલાક કિસ્સાઓમાં દર્દીઓની ત્વચા પર ફોલ્લાઓનું કદ નોંધપાત્ર રીતે વધી ગયું હતું.

વૈજ્ઞાનિકો હજુ પણ ટોમેટો ફ્લૂનું ચોક્કસ કારણ શોધવા માટે સંશોધન કરી રહ્યા છે, પરંતુ હાલમાં તેને વાયરલ ચેપનું એક સ્વરૂપ માનવામાં આવે છે. કેટલાકે એવું પણ સૂચવ્યું છે કે તે ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયાની આડઅસર હોઈ શકે છે. વૈજ્ઞાનિકોના મતે તેનો સ્ત્રોત વાઈરસ છે, પરંતુ તે ક્યા વાઈરસથી ફેલાઈ રહ્યો છે અથવા કયા વાઈરસ સાથે સંબંધિત છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી?

ટોમેટો ફ્લૂની સારવાર

ટોમેટો ફ્લૂથી બચવા ડોક્ટર્સે સ્વચ્છતા જાળવવાની ભલામણ કરી છે. જો બાળકોમાં ઉપર જણાવેલા લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટર્સનો સંપર્ક કરવાની ભલામણ કરવામાં આવે છે. સાથે વધુ પાણુ પીવું જોઇએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Embed widget