Heatwave: હીટવેવથી બચવા માટે આટલું કરો, આ રીતે રાખો પોતાને સુરક્ષિત, જાણો
દેશમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દેશના હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. લોકો ગરમીથી બચવા માટે અનેક ઉપાયો કરતા હોય છે.
દેશમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દેશના હવામાન વિભાગ (IMD)દ્વારા અનેક રાજ્યોમાં હીટવેવ (Heatwave)ની આગાહી આપવામાં આવી છે. લોકો ગરમીથી બચવા માટે અનેક ઉપાયો કરતા હોય છે. હવામાન વિભાગે પણ લોકોને બપોરેના સમયે કામ વગર બહાર ન નિકળવાની સલાહ આપી છે. ઉનાળાની શરૂઆત સાથે જ દેશભરમાં અનેક વિસ્તારોમાં હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેના ટ્વિટર (X) હેન્ડલ પર તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશના ભાગો માટે હીટવેવની ચેતવણી જાહેર કરી છે.
જ્યારે કોઈ સ્થાન પર મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ સુધી પહોંચે ત્યારે હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવે છે. આવા ઊંચા તાપમાનમાં રહેવાથી માનવીઓ માટે સ્વાસ્થ્ય સંબંધી અનેક પડકારો વધી જાય છે. હવામાન વિભાગ પહેલાથી જ દેશના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી કરી ચૂક્યું છે.
જાણો શા માટે હીટસ્ટ્રોક સ્વાસ્થ્ય માટે જોખમી છે ?
હીટવેવએ અત્યંત ગરમ હવામાનનો લાંબો સમયગાળો છે. જે ઘણી વખત વધુ પડતી ગરમી સાથે કેટલાક દિવસો કે તેથી વધુ સમય સુધી રહે છે. તે પ્રદેશ માટે સરેરાશ કરતા નોંધપાત્ર રીતે ઊંચા તાપમાન દ્વારા વર્ગીકૃત થયેલ છે. હવામાનશાસ્ત્રની દૃષ્ટિએ, હીટવેવને સામાન્ય રીતે સતત ત્રણ કે તેથી વધુ દિવસો સુધી 40 °C અથવા તેથી વધુ તાપમાન સુધી પહોંચવા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.હીટવેવ ગરમીના થાક અને હીટ સ્ટ્રોક સહિત ગંભીર આરોગ્ય જોખમો ઉભી કરે છે. આનાથી કૃષિ, ઉર્જા વપરાશ અને દૈનિક જીવન પર નોંધપાત્ર અસર પડી શકે છે.
ગરમીમાં તમારી જાતને કેઈ રીતે સુરક્ષિત રાખશો
1 પોતાને ઠંડા રાખવાનો પ્રયાસ કરો
શરીરને બળતી આ ગરમીમાં તમારે બહુ ચુસ્ત કપડા ન પહેરવા જોઈએ, પરંતુ ઢીલા, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ જેથી ગરમીથી બચી શકાય. જો શક્ય હોય તો, દિવસભર પંખા અથવા કુલરનો ઉપયોગ કરો. ભીના કપડાનો ઉપયોગ કરીને અથવા તેને પાણીથી ભીની કરીને તમારી ત્વચાને હાઇડ્રેટ રાખો. તમારા શરીરને ઠંડુ અને આરામદાયક રાખવા માટે ચુસ્ત વસ્ત્રો પહેરવાનું ટાળો.
2 તમારો આહાર હળવો રાખો
કાળઝાળ ગરમીમાં તમારી ભૂખ ઓછી કરી શકે છે, પરંતુ ભૂખ ન લાગે તો પણ હળવો ખોરાક લેવો જરૂરી છે. તમારા શરીરને રોજિંદા કામ માટે ઊર્જાની જરૂર હોય છે, જે તમને આહારમાંથી મળે છે. તમારા આહારમાં મોસમી શાકભાજી અને ફળો જેમ કે કાકડી, તરબૂચ, પરવલ અને વિટામિન સીથી ભરપૂર ફળોનો સમાવેશ કરો. ઉનાળામાં રેટ મીટ અને મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ.
3 ઘરને પણ ઠંડુ રાખવું જરૂરી છે
પોતાને ઠંડા રાખવાની સાથે સાથે તમારા ઘરને પણ ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે. તમારા ઘરને કાળા પડદા, પંખા અને એસીથી ઠંડુ રાખવું જોઈએ. જેથી તમે ઘરની અંદર આરામદાયક અનુભવ કરી શકો. રાત્રે પડદા ખોલી નાખવા જોઈએ. જેથી ઠંડી હવા અંદર આવી શકે.
4 બપોરે ઘરની બહાર જવાનું ટાળો
જ્યારે ગરમી હોય ત્યારે ઘરની અંદર રહેવા માટે તમારા દિવસની યોજના બનાવો અને જ્યારે હવામાન થોડું ઠંડુ હોય ત્યારે જ બહાર નિકળો. કાળઝાળ ગરમીમાં તમારે બહાર જવાનું ટાળવું જોઈએ.
5 હાઇડ્રેટેડ રહો
દિવસ દરમિયાન વારંવાર પાણી પીતા રહો અને હાઇડ્રેશન જાળવી રાખો. અતિશય ગરમી અથવા શારીરિક પ્રવૃત્તિમાં બહારના કામ દરમિયાન, તરસ લાગે તે પહેલાં જ નિયમિતપણે પાણી પીવો. આમ કરવાથી તમે ડિહાઈડ્રેશનથી બચી શકો છો. આનાથી તમે તમારું કામ યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સનું સેવન ન કરો કારણ કે આ પીણાં શરીરને ડીહાઇડ્રેટ કરે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )