ROના ફિલ્ટરને ક્યારે ચેન્જ કરવું જોઇએ? મોટાભાગના લોકો નથી જાણતા આ સવાલનો જવાબ
આજકાલ મોટાભાગના ઘરોમાં પીવાના પાણીને સાફ કરવા માટે ROનો ઉપયોગ કરવામાં આવે છે
Water RO : આજકાલ મોટાભાગના ઘરોમાં પીવાના પાણીને સાફ કરવા માટે ROનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા શહેરોમાં ROની મદદથી ઘરોમાં ખારા પાણીને પીવાલાયક બનાવવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે RO માં પાણી કેવી રીતે શુદ્ધ અને પીવાલાયક બને છે? જો તમે તેના વિશે વિચાર્યું નથી તો ચિંતા કરશો નહીં. અમે તમને જણાવીશું.
RO માં પાણીને શુદ્ધ કરવા માટે ઘણા ફિલ્ટર્સ, મેમરેન અને યુવી લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રણમાંથી પસાર થયા પછી પાણી શુદ્ધ થાય છે. પાણીને સાફ કરવા માટે આ ત્રણમાં કેવી રીતે અને કયા કયા સ્ટેપ પૂરા કરવા પડે છે.
RO માં ફિલ્ટરનો ઉપયોગ
RO માં સામાન્ય રીતે ત્રણ ફિલ્ટર આપવામાં આવે છે. આ ફિલ્ટર્સની મદદથી ધૂળ અને ગંદકીને પાણીમાંથી અલગ કરવામાં આવે છે. તમે ઘણી વાર જોયું હશે કે જ્યાં પાણીનું કનેક્શન છે ત્યાં ROની બહાર સિલિન્ડર જેવો ભાગ હોય છે. તેની અંદર પ્રથમ ફિલ્ટર છે, જે દર ત્રણ મહિને બદલવું જોઈએ. આ પછી પાણીને શુદ્ધ કરવા માટે વધુ બે ફિલ્ટર આપવામાં આવે છે.
Membraneનો ઉપયોગ
સામાન્ય ફિલ્ટર સિવાય ROમાં એક Membrane પણ હોય છે. તેમાં ખૂબ જ ઝીણા ફિલ્ટર્સ હોય છે, જે ખારા પાણીમાંથી મીઠાને અલગ કરીને પાણી પીવાલાયક બનાવે છે. RO માં લગભગ એક વર્ષ સુધી Membraneનો ઉપયોગ કરી શકાય છે. જો ROના Membraneને નુકસાન થાય છે, તો પાણીનો સ્વાદ બદલાવા લાગે છે. આવી સ્થિતિમાં તમારે 8 થી 12 મહિનાની વચ્ચે આરઓ Membrane બદલવું જોઈએ. આમ કરવાથી તમને શુદ્ધ પાણી મળે છે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.
શિયાળામાં આ ડ્રાયફ્રૂટ ખાવાનું ન ચૂકશો
શિયાળો આવતા જ લોકો વારંવાર બીમાર પડવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે જો તમે શિયાળામાં સ્વસ્થ રહેવા માંગતા હોવ અને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગો છો, તો તમે કાજુનું સેવન કરી શકો છો. કાજુ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જેના કારણે તે તમને ઘણી ગંભીર બીમારીઓથી બચાવે છે. તેમાં ઝિંક, આયર્ન અને ફોસ્ફરસ હોય છે જે હાડકાંને પણ મજબૂત બનાવે છે. બીજી તરફ, જો તમે શિયાળામાં દરરોજ કાજુનું સેવન કરો છો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આવો અમે તમને જણાવીએ કે શિયાળામાં કાજુ ખાવાથી શું ફાયદા થાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )