Health tips: જમતી વખતે પાણી પીવું કે નહિ ભોજન બાદ કેટલા સમયે લેવું, જાણો શું કહે છે એક્સપર્ટ
આપણા સ્વાસ્થ્યનો હાલ કેવો રહેશો તેનો આધાર થોડા ઘણા અંશે આપની જીવનશૈલી અને આહારશૈલી પર પણ હોય છે. આપ કેવું જીવો અને શું ખાવ છો તેના પણ આપની તંદુરસ્તીનો મદાર હોય
![Health tips: જમતી વખતે પાણી પીવું કે નહિ ભોજન બાદ કેટલા સમયે લેવું, જાણો શું કહે છે એક્સપર્ટ Whether to drink water while eating or not, how often after meals, know what the experts say Health tips: જમતી વખતે પાણી પીવું કે નહિ ભોજન બાદ કેટલા સમયે લેવું, જાણો શું કહે છે એક્સપર્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/06/4ccbbb05967e3eed6f0ee9655e1bd2fb172819289619781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Health tips:આપણા સ્વાસ્થ્યનો હાલ કેવો રહેશો તેનો આધાર થોડા ઘણા અંશે આપની જીવનશૈલી અને આહારશૈલી પર પણ હોય છે. આપ કેવું જીવો અને શું ખાવ છો તેના પણ આપની તંદુરસ્તીનો મદાર હોય છે.
આપ જમતાં-જમતાં કેટલીક ભૂલો કરો છો તો આ બાબત પણ સ્વાસ્થ્ય પર વિપરિત અસર પાડે છે. ખૂબ ચાવીને ન ખાતા હો તો આપને અપચ અને વેઇટ ગેઇન અને ગેસ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
આવી જ રીતે જો આપની જમતાં જમતા પાણી પીવાની આદત હોય તો આ ટેવ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જમતાં-જમતા પાણી પીવાથી આપને શું નુકસાન થાય છે. જાણીએ.
પાણી શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પીવું જોઇએ પરંતુ ખાવા સાથે પાણી પીવું હિતાવહ નથી. એ આદત ડાઇજેશનને નુકસાન પહોચાડે છે.
હેલ્થ એક્સ્પર્ટ માને છે કે જમ્યાંને તરત બાદ ક્યારેય પાણી ન પીવું જોઇએ. ભોજનને સારી રીતે પચાવવા માટે જમ્યાના અડધા કલાક બાદ જ પાણી પીવું જોઇએ.
આપણે જમતી વખતે પાણી કેમ ન પીવું જોઈએ, આ માટે પહેલા આપણે ડાયટ પ્રોસેસને સમજવી પડશે. વાસ્તવમાં, ખોરાક મોંમાં પ્રવેશતાની સાથે જ તમે તેને ચાવવાનું શરૂ કરો છો અને પછી તમારી ગ્રંથીઓ લાળ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. આપણી લાળમાં ઉત્સેચકો હોય છે જે ખોરાકને તોડી નાખે છે. આ પછી આ ઉત્સેચકો પેટમાં એસિડિક ગેસ્ટ્રિક જ્યુસ સાથે ભળી જાય છે અને જાડા પ્રવાહી બનવાનું શરૂ કરે છે. આ પ્રવાહી નાના આંતરડામાંથી પસાર થાય છે અને પોષક તત્વોને શોષવાનું શરૂ કરે છે.
આ માન્યતા ઘણા લોકોમાં ફેલાયેલી છે કે પાણી પીવાથી પેટમાં એસિડ અને પાચન ઉત્સેચકો પાતળું થાય છે, જેનાથી પાચન સરળ બને છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. તેનાથી વિપરીત, જમતી વખતે પાણી પીવાથી પાચન પ્રક્રિયામાં સમસ્યા થાય છે. આનો બીજો ગેરલાભ એ છે કે તમારું પેટ બહાર આવવા લાગે છે અને ધીમે-ધીમે તમને ચરબી મળવા લાગે છે, જેના કારણે બોડી શેપ બગડી જાય છે..
સરળ ભાષામાં સમજીએ તો જમતાં જમતાં પાણી પીવાથી આ પાચનની પ્રોસેસ અવરોધાય છે અને પાચન સારી રીતે અને ઝડપતી નથી થતું. આ કારણે જ જમતી વખતે વચ્ચે પાણી ન પીવું જોઇએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)