Health :દહીં સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ખજાનો પરંતુ શું રોજ ખાવાથી થાય છે નુકસાન?
કેલ્શિયમ આપણા શરીરના હાડકા માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપને કારણે હાડકાં નાના અને નબળા થઈ જાય છે. આવી સ્થિતિમાં દહીં ખાવાથી કેલ્શિયમ મળી શકે છે.
curd benefit:દહીંમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. આ ખાવાથી શરીરને ઘણા જરૂરી તત્વો સરળતાથી મળી જાય છે. ઘણા લોકો ખૂબ જ ઉત્સાહથી દહીં ખાય છે. કેટલાક લોકો દરરોજ દહીં ખાવાનું પસંદ કરે છે.
દહીં એ ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર સ્વાસ્થ્યપ્રદ ખોરાક છે. ઘણા લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. શરીર માટે જરૂરી ઘણા પોષક તત્વો દહીં ખાવાથી પૂરા થઈ શકે છે. પરંતુ શું દરરોજ દહીં ખાવું યોગ્ય છે કે પછી તેના કેટલાક ગેરફાયદા પણ હોઈ શકે છે. આ અંગે નિષ્ણાતો કહે છે કે જો તમારું શરીર સ્વસ્થ છે અને તમે મર્યાદિત માત્રામાં દહીં ખાઓ છો તો તેની કોઈ આડઅસર નહીં થાય, પરંતુ જો તમે રાત્રે દહીં ખાઓ છો અને તેના કારણે કફની સમસ્યા થઇ શકે છે. આ મુદ્દે એકસ્પર્ટ શું સલાહ આપે છે જાણીએ
દહીંમાંથી પ્રોટીન મળે છે
શરીરના કોષોને વધવા માટે એમિનો એસિડની જરૂર પડે છે, જે પ્રોટીનમાંથી મેળવવામાં આવે છે. સ્નાયુઓ, ત્વચા, વાળ, નખ બધું પ્રોટીનથી બનેલું છે. આવી સ્થિતિમાં જો દરરોજ પ્રોટીન શરીર સુધી પહોંચાડવું હોય તો દહીં શ્રેષ્ઠ માધ્યમ છે. USDA અનુસાર, 100 ગ્રામ દહીં ખાવાથી 11.1 ગ્રામ પ્રોટીન મળી શકે છે.
પ્રોબાયોટીક્સ
આંતરડામાં ગૂડ બેક્ટેરિયા હોય છે, જે પાચન અને પોષણમાં મદદ કરે છે. દહીં તેમની સંખ્યા જાળવવામાં મદદરૂપ છે. દહીં ખાવાથી કબજિયાત, પેટનું ફૂલવું, ગેસ, પેટમાં ગરમી જેવી સમસ્યાઓ દૂર થાય છે.
કેલ્શિયમ
કેલ્શિયમ આપણા શરીરના હાડકા માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપને કારણે હાડકાં નાના અને નબળા થઈ જાય છે. આવી સ્થિતિમાં દહીં ખાવાથી કેલ્શિયમ મળી શકે છે. દહીંમાં સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે.
વિટામિન બી 12
વિટામિન B12 શરીરમાં ચેતા, મગજ અને લોહી માટે જરૂરી છે. આ વિટામિન બહુ ઓછા ખોરાકમાં જોવા મળે છે. તેની ઉણપ આજકાલ લોકોમાં વધુ જોવા મળી રહી છે. દહીં દૂધમાંથી બનતું હોવાથી તેમાંથી થોડી માત્રામાં વિટામિન B12 મળે છે.
ઉર્જા
જો તમને ખૂબ થાક અને નબળાઈ લાગે છે તો તમારે દહીં ખાવું જોઈએ. તેને ખાવાથી ઉર્જા અને તાજગી મળે છે અને થાક દૂર થાય છે.દરરોજ મર્યાદિત માત્રામાં દહીં ખાવાથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )