Health Benefits: કેરીનો રસ કાઢતાં પહેલા પાણીમાં કેમ પલાળવી જરૂરી, જાણો તેના જબરદસ્ત ફાયદા
Health Benefits: કેરી એક એવું સ્વાદિષ્ટ ફળ છે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા તેને ખાવાનું પસંદ કરે છે. પરંતુ તમે જોયું હશે કે તેને ખાતા પહેલા થોડી વાર પાણીમાં પલાળી રાખવાનું કહેવામાં આવે છે. આ શા માટે જરૂરી છે, તેના કારણો અને આમ કરવા ફાયદા જાણીએ...

Health Benefits:ઉનાળાની ઋતુ શરૂ થતાં જ બધા કેરીની રાહ જોવા લાગે છે. ફળોના રાજા તરીકે ઓળખાતી કેરી ખાવામાં એટલી સ્વાદિષ્ટ હોય છે કે, લોકો તેને ખાધા વિના રહી શકતા નથી. સ્વાદની સાથે, તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે. જોકે, તમે જોયું હશે કે કેરી ખાતા પહેલા, આપણી મમ્મી કે દાદી,નાની તેને પહેલા થોડા સમય માટે પાણીમાં પલાળી રાખવાનું કહે છે, પરંતુ તેઓ આવું કેમ કહે છે? શું તમને આ પાછળનું કારણ ખબર છે? જો નહીં, તો ચાલો આ લેખમાં તમને જણાવીએ કે કેરી ખાતા પહેલા તેને પાણીમાં પલાળી રાખવી કેમ જરૂરી છે.
કેરી ખાતા પહેલા પાણીમાં કેમ પલાળી રાખવી જોઈએ?
કેરીને થોડીવાર પાણીમાં પલાળીને ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થતી નથી. વાસ્તવમાં, કેરીનો સ્વભાવ ગરમ છે અને તેથી તેને ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થઈ શકે છે. જેના કારણે પાચન અને ત્વચા સંબંધિત સમસ્યાઓ શરૂ થાય છે. પરંતુ તેને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખવાથી આ સમસ્યા ઓછી થઈ શકે છે.
કેરીમાં ફાયટિક એસિડ જોવા મળે છે. તે એક એન્ટી-પોષક પદાર્થ છે જે શરીરમાં પ્રવેશ કરતી વખતે પોષક તત્વોના શોષણને અવરોધે છે. તેની માત્રા વધુ હોવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. જોકે, કેરીને અડધા કલાક સુધી પાણીમાં પલાળી રાખવાથી ફાયટીક એસિડનું સ્તર ઘટાડી શકાય છે, જે સ્વાસ્થ્યને નુકસાન કરતું નથી.
આજકાલ ફળો વગેરે ઉગાડવા માટે ઘણા હાનિકારક જંતુનાશકો અને ખાતરોનો ઉપયોગ મોટી માત્રામાં થાય છે. આ કેરીની છાલ પર ચોંટી જાય છે, જે તેને ખાતી વખતે આપણા શરીરમાં પ્રવેશી શકે છે. એટલા માટે તેમને પાણીમાં પલાળી રાખવા જરૂરી છે, જેથી તેમના પર લગાવવામાં આવેલા જંતુનાશકો સાફ થઈ શકે.
કેરીના તત્વો ખીલ, ફોલ્લીઓ અથવા એલર્જી જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. કેરીને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખવાથી આ તત્વો પણ ઓછો થઇ જાય છે અને ત્વચાને નુકસાન થતું નથી.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
કેરીને થોડો સમય પલાળી રાખવાથી ફાયદો થઈ શકે છે. તેને પલાળી રાખવાથી તેના હાઇડ્રેટિંગ ગુણધર્મો પણ વધે છે, જે ઉનાળા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















