(Source: ECI/ABP News/ABP Majha)
Throat Pain: ગરમીમાં આ કારણે થાય છે ગળામાં દુખાવો, આ ફૂડને ખાવાથી મળશે આરામ
Throat Pain Home Remedies: જો ઠંડી વસ્તુઓ ખાવા-પીવાથી ગળામાં ખરાશની સમસ્યા હોય અથવા બદલાતા હવામાનને કારણે ગળામાં દુખાવો થતો હોય તો અહીં જણાવેલા ઘરગથ્થુ ઉપાયોથી તરત જ રાહત મળશે.
Throat Pain Home Remedies: જો ઠંડી વસ્તુઓ ખાવા-પીવાથી ગળામાં ખરાશની સમસ્યા હોય અથવા બદલાતા હવામાનને કારણે ગળામાં દુખાવો થતો હોય તો અહીં જણાવેલા ઘરગથ્થુ ઉપાયોથી તરત જ રાહત મળશે.
ગળામાં ખરાશની સમસ્યા માત્ર શિયાળામાં જ નથી હોતી, પરંતુ ઉનાળાની ઋતુમાં પણ ઘણીવાર ગળું ખરાબ થઈ જાય છે. તેનું કારણ ગરમી અને ઠંડીની અસર છે. આકરા તાપ કે તડકામાંથી આવ્યા પછી, આપણે ઘણીવાર તરત જ એસીમાં જઈએ છીએ અથવા ફ્રિજનું ઠંડુ પાણી પી લઈએ છીએ, આ કારણોને લીધે ગળામાં દુખાવો થવાની સમસ્યા થાય છે.
મધ
ગળામાં દુખાવો થવા પર તમે મધ ખાવો, મધ ચાટવાથી ગળામાં ઘણી રાહત મળે છે. જો ગળામાં દુખાવાની સાથે ઉધરસ પણ રહેતી હોય તો આ મધમાં એક ચતુર્થાંશ ચમચી લિકરિસ પાવડર ભેળવીને ચાટ્યા પછી ખાઓ. આ મિશ્રણ તમે દિવસમાં બેથી ત્રણ વખત ખાઈ શકો છો.
સૂપ
તમે તમારી પસંદગીના સૂપ તૈયાર કરી શકો છો. તેમાં ફક્ત તુલસીના પાન, થોડું આદુ, હળદર અને લવિંગનો ઉપયોગ કરીને ટી બનાવો અથવા સૂપ માટે . ટામેટા, અન્ય કોઈપણ શાકભાજીના સૂપનું પણ સેવન કરી શકો છો. ગળાના દુખાવામાં રાહત આપશે.
આદુ
શિયાળીની જેમ ઉનાળામાં પણ ગળાના દુખાવામાં આદુ કારગર છે. આદુના એક ટૂકડાંને મોંમાં રાખીને ચૂસો અને તેનો રસ ધીરે ધીરે ગળામાં ઉતારો, આ ટિપ્સથી રાહત મળે છે.
લવિંગ
લવિંગને મોઢામાં રાખો અને તેને ચૂસતા રહો, તમને ઘણી રાહત મળશે. જો તમને ગળામાં દુખાવો થવાને કારણે ઊંઘ ન આવે તો પણ તમે તમારા મોંમાં લવિંગ નાખીને આરામથી સૂઈ શકો છો. તેનાથી રાહત મળશે.
ગરમ દાળ
ગરમ દાળમાં લસણ ફ્રાય કરીને ખાવ, તેનાથી પણ ગળાના દુખાવામાં રાહત થશે.
આઇસ્ક્રિમ
તેમને નવાઇ લાગશે પરંતુ જેમ લોખંડ લોખંડને કાપે તેમ જ શરીદી અને ગળાના દુખાવો પણ આઇસ્ક્રિમ ખાવાથી ઠીક થઇ જશે. જો કે ગળાના દુખાવામાં જ્ચારે આઇસક્રિમ ખાવ ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે બજારમાંથી લાવેલા આઇસક્રિમને મિક્સરની જારમાં નાખો અન તેતાં આદુ, અને તુલસીના પાનને નાખીને પીસી લો. આપ તેમાં તજ પણ ઉમેરી શકો છો.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ /દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.