શોધખોળ કરો

Health: શું આપ પાઇલ્સની સમસ્યાથી પીડિત છો તો ડાયટમાં આ ચીજને કરો સામેલ, રામબાણ ઇલાજ થશે સાબિત

પપૈયા પાઈલ્સમાં ખૂબ જ ઉપયોગી ફળ છે. આનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. પાકેલું પપૈયું ખાવાથી પાઈલ્સથી થતા રક્તસ્ત્રાવને નિયંત્રણમાં રાખે છે.

Piles Home Remedies : જો આપ  પાઈલ્સ ની સમસ્યાથી પરેશાન છો તો આપે આપના આહારમાં સુધારો કરવો જોઈએ. જો આહારમાં કેટલાક ફળોનો સમાવેશ કરવામાં આવે તો તે પાઈલ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આજે મોટી સંખ્યામાં લોકો પાઈલ્સની સમસ્યાથી પરેશાન છે. ખરાબ આહાર અને બગડતી જીવનશૈલી તેનું સૌથી મોટું કારણ છે. આપણા દેશમાં જ પાઈલ્સનાં દર્દીઓની સંખ્યા એક કરોડની આસપાસ છે. આ બીમારીની વાત કરીએ તો તેનું સૌથી મોટું કારણ કબજિયાત છે, જેના કારણે દુનિયામાં લગભગ 15 ટકા લોકો પરેશાન છે. કબજિયાતને કારણે પાઈલ્સ, ફિશર અને ફિસ્ટુલા જેવી સમસ્યાઓ વધી રહી છે.

પાઇલ્સ શું છે?

લોહીની નળીઓમાં સોજો આવે તેને પાઈલ્સ કહેવામાં આવે છે. આ રોગમાં ગુદાની નસોમાં સોજો આવવા લાગે છે, જેના કારણે ગુદાની અંદર કે બહારના ભાગમાં મસાઓ બનવા લાગે છે. ઘણી વખત, સ્ટૂલ પાસ થવાને કારણે, મસાઓ બહાર આવવા લાગે છે. તળેલા અને પ્રોસેસ્ડ ફૂડ, સ્પાઈસી ફૂડ, આલ્કોહોલ, ડેરી પ્રોડક્ટ્સ, રિફાઈન્ડ અનાજ અને નબળા આહારમાં વધુ પડતું મીઠું લેવાથી પાઈલ્સની સમસ્યા વધે છે.

આ ફળો પાઈલ્સ માટે રામબાણ છે

પ્રિસ્ટીનકેર ટીમના જણાવ્યા અનુસાર, કેટલાક ફળ એવા છે જે પાઈલ્સ માટે રામબાણ ઇલાજનું કામ  કરે છે. જે  ખૂબ જ અસરકારક છે. જો શિયાળાની ઋતુમાં આ ફળોનું સેવન કરવામાં આવે તો પાઈલ્સની સમસ્યામાં રાહત મળે છે. આ ફળોમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તેમાં વિટામિન અને મિનરલ્સ મળે છે. દરરોજ ફળ ખાવાથી પાચન બરાબર રહે છે અને પાઈલ્સ કંટ્રોલ થાય છે. ચાલો જાણીએ ક્યા ફળો પાઈલ્સમાં અસરકારક છે.

એપલ

સફરજનને આરોગ્યનું વિટામિન માનવામાં આવે છે. આ ખાવાથી પાઈલ્સ કંટ્રોલ કરી શકાય છે. તેને ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. સફરજનમાં પેક્ટીન ફાઈબર જોવા મળે છે, જે આંતરડાને યોગ્ય રાખે છે અને મળને ઢીલો કરે છે. સફરજન પાઇલ્સના દર્દીને કબજિયાતથી પણ રાહત આપે છે.

શક્કરીયા, એવોકાડો અને બનાના

શક્કરીયા, એવોકાડો અને કેળા પણ પાઈલ્સમાં ખૂબ જ અસરકારક છે. આ ફળોમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આને ખાવાથી પાઈલ્સ સરળતાથી કંટ્રોલ થઈ શકે છે. આ ફળોમાં વિટામીન એ, વિટામીન સી અને વિટામીન ઈની સાથે પોટેશિયમ જોવા મળે છે, જેના કારણે પાઈલ્સ સરળતાથી કંટ્રોલ થઈ જાય છે.

પપૈયા

પપૈયા પાઈલ્સમાં ખૂબ જ ઉપયોગી ફળ છે. આનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. પાકેલું પપૈયું ખાવાથી પાઈલ્સથી થતા રક્તસ્ત્રાવને નિયંત્રણમાં રાખે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે. જે પાઈલ્સ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget