કાર્તિક આર્યન અને કૃતિ સેનનનો એરપોર્ટના આ વીડિયો થયો વાયરલ, ફેન્સે કહ્યું, ‘સાદી કર લો યાર’ જુઓ વીડિયો
અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી કૃતિ સેનન તેમની આગામી ફિલ્મ શહજાદાને લઈને ઘણી ચર્ચામાં છે. હાલમાં જ બંને ફિલ્મનું મોરેશિયસ શેડ્યૂલ પૂરું કરીને મુંબઈ પરત ફર્યા હતા, જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી કૃતિ સેનન તેમની આગામી ફિલ્મ શહજાદાને લઈને ઘણી ચર્ચામાં છે. હાલમાં જ બંને ફિલ્મનું મોરેશિયસ શેડ્યૂલ પૂરું કરીને મુંબઈ પરત ફર્યા હતા, જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનન મુંબઈ એરપોર્ટની બહાર નીકળતા જોવા મળે છે. આ વાયરલ વીડિયોમાં કાર્તિક અને કૃતિ અદભૂત કેમેસ્ટ્રી દેખાઈ રહી છે અને વીડિયોના અંતમાં બંને એકબીજાને ગળે લગાવતા પણ જોવા મળે છે. તે જ સમયે, આ વિડિયો જોયા પછી, સોશિયલ મીડિયા પર ચાહકો એકબીજાને ડેટ કરવા માટે કમેન્ટ કરી રહ્યાં રહ્યા છે. એક યુઝરે લખ્યું, તમે એકબીજાને ડેટ કેમ નથી કરતા? તો , અન્ય એક યુઝરે લખ્યું, લગ્ન કરો યાર... તમારા ચાહકોને ત્રાસ ન આપો. તો અન્ય એક યુઝરે લખ્યું, જે રીતે કૃતિ રસ્તામાં કાર્તિકને જોઈ રહી છે.... જ્યારે એક ચાહકે લખ્યું, આ બંને એકબીજા માટે પરફેક્ટ છે.
View this post on Instagram
અલ્લુ અર્જુનની ફિલ્નું રિમેક છે શહજાદા
રોહિત ધવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનન ઉપરાંત સની હિન્દુજા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મળતી માહિતી મુજબ, ફિલ્મ શહજાદા તેલુગુ ફિલ્મ અલા વૈકુંઠપુરરામુલુની રીમેક છે જેમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને પૂજા હેગડે અભિનીત છે. કાર્તિક આર્યનની આ ફિલ્મ 4 નવેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
કાર્તિક અને કૃતિ સેનનની જોડી ફિલ્મ શહજાદામાં બીજી વખત પડદા પર જોવા મળશે. આ પહેલા બંને લુકા ચુપ્પીમાં જોવા મળ્યા હતા, જ્યાં બંનેએ પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મની વાર્તા લિવ-ઈન રિલેશનશિપ પર આધારિત છે.
આ ફિલ્મમાં પણ જોવા મળશે કાર્તિક આર્યન
જો આપણે કાર્તિક આર્યનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ, તો તે આ વર્ષે બેક ટુ બેક ઘણી ફિલ્મોમાં જોવા મળવાનો છે. તે ટૂંક સમયમાં હોરર-કોમેડી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી કિયારા અડવાણી, પરેશ રાવલ, રાજપાલ યાદવ જોવા મળશે. આ ફિલ્મને અનીસ બઝમી ડિરેક્ટ કરી રહ્યા છે. હવે આ ફિલ્મ 20 મે, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.