સાયનસના કારણે માથામાં દુખાવો પરેશાન કરે છે? તો આ 5 રીતે મેળવો આ સમસ્યાથી છૂટકારો
સાઇનસ એ નાક સાથે જોડાયેલી એવી સમસ્યા છે કે, લોકો તેને શરદી સમજીને અવગણના કરે છે. પરંતુ તમે જાણો છો કે, સામાન્ય શરદી માત્ર 2-4 દિવસ જ રહે છે અને તે જાતે જ ઠીક થઈ જાય છે. શરદી જે આખા વર્ષ કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે તે સાઇનસ હોઈ શકે છે.
સાઇનસ એ નાક સાથે જોડાયેલી એવી સમસ્યા છે કે, લોકો તેને શરદી સમજીને અવગણના કરે છે. પરંતુ તમે જાણો છો કે, સામાન્ય શરદી માત્ર 2-4 દિવસ જ રહે છે અને તે જાતે જ ઠીક થઈ જાય છે. શરદી જે આખા વર્ષ કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે તે સાઇનસ હોઈ શકે છે.
સાઇનસ એક એવી સમસ્યા છે જેના કારણે શરદી બહાર નથી આવતી પણ અંદર જમા થાય છે. આ રોગને કારણે નાકનું હાડકું મોટું થઈ જાય છે, જેના કારણે શરદી નથી આવતી અને અંદર થીજવા લાગે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
સાઇનસની સમસ્યાને કારણે દર્દીમાં ઘણા પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે, જેમ કે માથાનો દુખાવો, નાકમાં સોજો આવવો, નાક વહેવું, ગળાના પાછળના ભાગમાં પાણી આવવું, નાક બંધ થઇ જવું, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવી. આંખો, ગાલ, નાક અથવા કપાળની આસપાસ દુખાવો અને સોજો સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે.
જો તમે પણ આ સાઇનસની સમસ્યાના લક્ષણો અનુભવી રહ્યા છો, તો તેને અવગણશો નહીં, પરંતુ કેટલાક ખાસ ઉપાયો અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
તુલસી અને આદુનો ઉકાળો
જો આપને વારંવાર સાઇનસની પરેશાની થતી હોય છે. તો તુલસી અને આદુનો ઉકાળો લો. તુલસી અને આદુનો ઉકાળો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે તેમજ બંધ નાક ખોલશે. પાણીમાં આદુ અને તુલસીના પાન નાખીને પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો. તૈયાર કરેલા ઉકાળાને ચા તરીકે પીઓ.
યોગ વડે સાઇનસનો ઇલાજ
જો તમે સાઇનસથી પરેશાન છો, તો યોગ દ્વારા તેનો ઇલાજ કરો. કપાલભાતિ, અનુલોમ-વિલોમ, પ્રાણાયામ જેવા કેટલાક યોગાસનો આ રોગને જડમાંથી દૂર કરી શકે છે.
હળદરવાળું દૂધ પીવો
સાઇનસની સારવાર માટે એક ગ્લાસ દૂધમાં એક નાની ચમચી હળદર મિક્સ કરો. તેની ઉપયોગીતા વધારવા માટે હળદરની સાથે તમે તેમાં એક ચમચી મધનો પણ ઉપયોગ કરી શકો છો, તમને થોડા દિવસોમાં ફાયદો થશે.
ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કરો
ટી ટ્રી ઓઈલ એન્ટીસેપ્ટીક અને સોજા વિરોધી ગુણોથી ભરપૂર છે જે સાઈનસને કારણે થતા માથાના દુખાવામાં રાહત આપે છે. આ તેલના 2-3 ટીપા ગરમ પાણીમાં નાખી શ્વાસમાં લેવાથી બંધ નાક ખુલે છે અને માથાનો દુખાવો મટે છે.
વધુ પાણી પીવો
સાઇનસની સમસ્યાને દૂર કરવા માટે તમારે વધુ પાણી પીવું જોઈએ. જો શક્ય હોય તો શિયાળામાં ગરમ પાણીનું સેવન કરો,. ગરમ પાણીનું સેવન શરીરના ઝેરી તત્વોને મળ અને પેશાબ દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે, સાથે જ સાઇનસની સમસ્યા પણ દૂર કરે છે.