જે વાયરસના કારણે શરદી થાય છે, તેનું મ્યુટેશન છે ઓમિક્રોન, આ કારણે ઝડપથી ફેલાઇ છે, જાણો એક્સપર્ટે શું કર્યો દાવો
Omicron virus: ઓમિક્રોન વાયરસનો પહેલો કેસ સાઉથ આફ્રિકામાં સામે આવ્યો. ત્યારબાદથી સતત તેના પર સંશોધન થઇ રહ્યાં છે.
Omicron virus: ઓમિક્રોન વાયરસનો પહેલો કેસ સાઉથ આફ્રિકામાં સામે આવ્યો. ત્યારબાદથી સતત તેના પર સંશોધન થઇ રહ્યાં છે. ઓમિક્રોન વિશે એક અન્ય તારણ પણ સામે આવ્યું છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ એટલા માટે છે કારણ કે અન્ય વાયરસ, જે ઓમિક્રોને તેની આનુવંશિક સામગ્રીને જોડીને પરિવર્તિત કરી શકે છે, તે સામાન્ય શરદીનો વાયરસ હોઈ શકે છે. સંશોધકોએ કહ્યું કે, આ આનુવંશિક ક્રમ સામાન્ય શરદી સહિત અન્ય ઘણા વાયરસમાં સરળતાથી જોવા મળે છે. તે માનવ જીનોમમાં પણ જોવા મળે છે. આનો અર્થ એ થઈ શકે છે કે, જ્યારે માત્ર હળવા અથવા લક્ષણો વિના રોગ થઈ શકે છે તો તે સરળતાથી ફેલાઇ પણ છે.
મેસેચ્યુસેટ્સ સ્થિત ડેટા એનાલિટિક્સ ફર્મ નેફ્રન્સના વેન્કીએ જણાવ્યું હતું કે, આ પરિવર્તન સાથે, ઓમિક્રોન પોતાના જેવા બીજા વાયરસનું ડુપ્લીકેશન કરે છે. જે તેને માનવીના રોગપ્રતિકારક તંત્રના હુમલાથી બચવામાં પણ મદદ કરછે. જેથી એકસપર્ટના આશંકા છે કે તે ઇમ્યુનિટીને પણ માત આપી શકે છે.
હળવા લક્ષણો
દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનથી સંક્રમિત મોટાભાગના દર્દીઓએ માત્ર ગંભીર માથાનો દુખાવો, ચક્કર અને ઉચ્ચ પલ્સ રેટનો અનુભવ થયો હતો. તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ સાથે જોવામાં આવેલા તમામ દર્દીઓમાં લક્ષણો ખૂબ જ હળવા હોય છે. દક્ષિણ આફ્રિકામાં લક્ષણો દર્શાવનારા મોટાભાગના દર્દીઓ યુવાન હતા.છે.
દેશમાં ત્રીજી લહેર આવવી લગભગ નિશ્ચિત છે. કોરોના વાયરસનો નવો વેરિયન્ટસ ઓમિક્રિનનો પ્રભાવ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જોવા મળશે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં ઓમિક્રોન પીક પર હશે. આઇઆઇટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલના અધ્યયનનો આ દાવો છે. જો કે એક્સપર્ટનો મત છે કે, થર્ડ વેવ સેકેન્ડ જેટલી ઘાતક નહીં હોય.
ઉલ્લેખનિય છે કે, ઓમિક્રોન વેરિયન્ટની ઓળખ સૌ પ્રથમ સાઉથ આફ્રિકામાં થઇ. જેના કારણે સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે. ડોક્ટર અગ્રવાલે ગણિતીય મોડલ સૂત્રના આધારે બીજી લહેર બાદ નવા મ્યૂટનન્ટ આવવાથી ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી હતી. કોરોના સંક્રમણની પહેલી તેમજ બીજી લહેરમાં તેમના ગણિતીય સૂત્રના માધ્યમથી સમીક્ષા કરના પ્રોફેસર અગ્રવાલે દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા ઓમિક્રોન વેરિયન્ટ પર સ્ટડી શરૂ કર્યું હતું અને હાલ પણ તેના પર અધ્યયન ચાલું જ છે.
આ મુજબ, અત્યાર સુધી જે પણ કેસ સ્ટડી સામે આવ્યા છે તેમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે પરંતુ વધુ જાનહાનિ જોવા મળી નથી. પ્રો. અગ્રવાલે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં જ ત્રીજી લહેર વિશે કરવામાં આવેલ આકલન સાચું સાબિત થઈ રહ્યું છે. ઘણા દેશોમાં ફેલાયા બાદ ભારતમાં પણ ઓમિક્રોનના કેસ આવવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે ત્રીજી લહેર ટોચ પર હશે, ત્યારે દરરોજ એકથી દોઢ લાખ સુધી સંક્રમિત દર્દીઓ થવાની સંભાવના છે. પ્રો. અગ્રવાલે તેમના ગાણિતિક મોડલ ફોર્મ્યુલાના પ્રથમ અને બીજા તરંગમાં પણ અભ્યાસ કર્યો હતો. અહેવાલ અંગેનું તેમનું મૂલ્યાંકન મહદઅંશે સાચું સાબિત થયું હતું.