(Source: ECI/ABP News/ABP Majha)
રાજસ્થાનના તે 2 સ્થળો, જ્યાં સાંજે 6 વાગ્યા પછી પ્રતિબંધ! અનહોનીનો ડર
રાજસ્થાનમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં સાંજે 6 વાગ્યા પછી જવાની મનાઈ છે. કેટલાક કિલ્લા એવા છે કે જ્યાં સૂર્યાસ્ત પછી કોઈ પગ મુકી શકતું નથી. પેરાનોર્મલ પ્રવૃત્તિઓ અહીં જોવા મળે છે.
Haunted Place In Rajasthan: પ્રવાસની દ્રષ્ટિએ રાજસ્થાનથી વધુ સુંદર બીજું કંઈ નથી. અહીં એકથી વધુ કિલ્લા, મહેલ, સુંદર નજારો જોવા મળે છે. રાજસ્થાન એ ભારતના પ્રાચીન ઈતિહાસનું દર્પણ છે. ભારતમાં આ એક એવું સ્થાન છે જ્યાં ભારતના મહાન વીરોએ વીરગતિ પ્રાપ્ત કરી છે. આ જગ્યાના કિલ્લાઓ અને સુંદર નજારો તમને દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. આ જ કારણ છે કે લોકો ચોક્કસપણે રાજસ્થાનની મુલાકાતે જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં સાંજે 6 વાગ્યા પછી જવાની મનાઈ છે. કેટલાક કિલ્લા એવા છે કે જ્યાં સૂર્યાસ્ત પછી કોઈ પગ મુકી શકતું નથી. પેરાનોર્મલ પ્રવૃત્તિઓ અહીં જોવા મળે છે. આ કિલ્લાઓમાં નકારાત્મક ઉર્જા છે તો ચાલો જાણીએ તે સ્થળો વિશે..
કુલધરા ગામ
રાજસ્થાનના જેસલમેરથી 14 કિમી દૂર કુલધરા ગામ છે, જે છેલ્લા 200 વર્ષથી ઉજ્જડ પડેલું છે, તે એક ભૂતિયા સ્થળ તરીકે ગણવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે આ ગામની સ્થાપના વર્ષ 1300માં પાલીવાલ બ્રાહ્મણ સમુદાય દ્વારા સરસ્વતી નદીના કિનારે કરવામાં આવી હતી. એક સમયે અહીં ઘણી અવરજવર રહેતી હતી, પરંતુ આજના યુગમાં લોકો અહીં જતાં પણ ડરે છે. એવું કહેવાય છે કે આ ગામને શ્રાપ આપવામાં આવ્યો છે કે અહીં આવનાર કોઈ પણ વ્યક્તિ લાંબા સમય સુધી રહી શકશે નહીં. તે જ સમયે કુલધરા ગામ હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સુરક્ષિત એક ઐતિહાસિક સ્થળ બની ગયું છે. પ્રવાસીઓ અહીં આવીને ફરી શકે છે. તમે દરરોજ સવારે 8:00થી સાંજના 6:00 વાગ્યા સુધી ગામની આસપાસ ફરી શકો છો. જો કે તે બાદ અહી રોકાવવાની મનાઈ છે. કારણ કે આ ગામને ભૂતિયા સ્થળ માનવામાં આવે છે. એટલા માટે સ્થાનિક લોકો સૂર્યાસ્ત પછી અહીંનો દરવાજો બંધ કરી દે છે.
ભાનગઢ
ભૂતિયા સ્થળોની વાત કરીએ તો ભાનગઢ કિલ્લો પણ આ યાદીમાં આવે છે. તમે અહીં સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધી ફરી શકો છો. પરંતુ આ પછી કિલ્લાની અંદર જવાની મંજૂરી નથી.આ કિલ્લામાં ઘણી વખત પેરાનોર્મલ એક્ટિવિટી જોવા મળી છે. રાત પડતાની સાથે જ બૂમો પાડવાનો, રડવાનો, બંગડીઓનો અવાજ આવે છે અને અનેક પ્રકારના પડછાયાઓ પણ જોવા મળે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પણ રાત્રે અહીં જવા પર પ્રતિબંધ મૂક્યો છે.
રાણા કુંભા પેલેસ
ચિત્તોડગઢનો રાણા કુંભા પેલેસ આ રાજ્યની સૌથી ભૂતિયા જગ્યાઓમાંથી એક છે. કહેવાય છે કે અહીં ગયા પછી તમે ચોક્કસથી ભૂતોને મળી શકો છો. હકીકતમાં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ આ મહેલ પર હુમલો કર્યો હતો અને પોતાને ખિલજીથી બચાવવા માટે રાણી પદ્મિનીએ 700 મહિલા દાસીઓ સાથે આત્મદાહ કરી લીધો હતો.
Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો