ફાયર બ્રિગેડના વાહનનો રંગ લાલ કેમ હોય છે, તેની પાછળનું કારણ શું છે. શું કહે છે રંગ વિજ્ઞાન
આપે આપના જીવનમાં ઘણી વાર આગ લાગતી જોઈ હશે. અથવા તો તમે ફાયર બ્રિગેડના લાલ રંગના વાહનોને ઝડપથી સાયરન વગાડતા રસ્તા પર દોડતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, શા માટે ફાયર બ્રિગેડ એટલે કે ફાયર બ્રિગેડના વાહનોનો રંગ લાલ હોય છે.
આપે આપના જીવનમાં ઘણી વાર આગ લાગતી જોઈ હશે. અથવા તો તમે ફાયર બ્રિગેડના લાલ રંગના વાહનોને ઝડપથી સાયરન વગાડતા રસ્તા પર દોડતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે ફાયર બ્રિગેડ એટલે કે ફાયર બ્રિગેડના વાહનોનો રંગ લાલ હોય છે.
ફાયર બ્રિગેડની ગાડીઓ લાલ રંગની હોય છે. આખરે, આ પાછળનું કારણ શું હોઈ શકે છે. આપણા જીવનમાં રંગોનું વિશેષ મહત્વ હોય છે અને દરેક રંગના અસ્તિત્વ પાછળ તેનું એક યોગ્ય કારણ પણ હોય છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે શા માટે ફાયર બ્રિગેડના વાહનોનો રંગ લાલ હોય છે.
ઈતિહાસના કેટલાક પાનાઓ પર નજર કરીએ તો જુદી જુદી માન્યતાઓ જોવા મળે છે ઈતિહાસકારો અને નિષ્ણાતોનું માનવું છે કે ફાયર બ્રિગેડના વાહનોને લાલ રંગ આપવા પાછળનું સાચું કારણ જૂના અન્ય વાહનોના રંગ હતા.
એ સમયે ફોર્ડ કંપની મોટા ભાગે માત્ર બ્લેક કલરની જ કાર બનાવતી હતી. જેથી ફાયરની ગાડી અન્ય વાહનોથી રસ્તા પર અલગ પડે અને તેને ટ્રાફિકમાં જવાનો ઝડપથી રસ્તો મળે તેથી લાલ રંગ પસંદ કરાતો હતો.
એક કહાણી એવી પણ છે. ફાયર બ્રિગેડ એવો રંગ વાપરવા માંગતી હતી જે મોંઘો અને સુંદર હોય, જે તે સમયે લાલ રંગ કિંમતી અને વધુ સુંદર દેખાતો ગણાતો હતો. આને કારણે અગ્નિશામક ઉપકરણોને લાલ રંગમાં રંગવાની પ્રથા શરૂ થઈ હશે.
રંગનું વિજ્ઞાન
2004માં ફ્લોરિડા હાઇવે પેટ્રોલના જેમ્સ ડી. વેલ્સે એક સંશોધન અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં રંગોના વિજ્ઞાનની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઈમરજન્સીમાં ઉપયોગમાં લેવાતા કોઈપણ વાહનનો કલર એવો હોવો જોઈએ કે કોઈપણ પરિસ્થિતિમાં તે સરળતાથી જોઈ શકાય. આ રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે રોડ પર લાલ રંગ સરળતાથી દેખાય છે અને આ જ કારણ છે કે આવા ઈમરજન્સી વાહનોમાં લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે.