Sidharth Shukla Death: .યુવાનોમાં વધી રહ્યું છે હાર્ટ અટેકનું જોખમ, એક્ટરના મોત પર ઉઠ્યાં. સવાલ, એક્સપર્ટે આપ્યા આ કારણો
આજકાલ યુવા વર્ગમાં હાર્ટ અટેકનું પ્રમાણ વધી રહ્યું છે. સિદ્ધાર્થ શુકલાનું નિધન પણ હાર્ટ અટેકના કારણે થયું. આખરે યુવા વયમાં હાર્ટ અટેક વધવાનું શું છે કારણ જાણીએ...
Why heart attack is becoming common in young people these days: એક સમય હતો જ્યારે હાર્ટ સંબંધિત સમસ્યાને ઉંમર સાથે જોડીને જોવામાં આવતી હતી. સામાન્ય રીતે હૃદય રોગ કે હૃદય સંબંધિત કોઇ પણ બીમારી એક ઉંમરના તબક્કામાં જ થતી હતી. જો કે હવે સમય બદલાય રહ્યો છે. હવે હાર્ટની સમસ્યા નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળી રહી છે. યુવા વયમાં કયાં કારણે હૃદય સંબંધિત રોગ અને હાર્ટ અટેકનું પ્રમાણ વધી રહ્યું છે જાણીએ...
શું છે કારણ
હેલ્થ એકસ્પર્ટ માને છે કે, યુવા વર્ગમાં હાર્ટ અટેકનું મુખ્ય કારણ તેમની લાઇફ સ્ટાઇલ છે. તેમાં પણ સ્મોકિંગ, આલ્કોહોલ અને સ્ટ્રેસનો મેજર રોલ છે. જીવનશૈલી પ્રત્યે બેદરકારી પણ યુવાનો માટે ભારે પડી રહી છે. નાની ઉંમરમાં હાર્ટની બીમારીથી નવી જનરેશન સજાગ નથી હોતી. શરૂઆતમા નાના-નાના સંકેત પણ મળે છે અને લક્ષણો પણ વર્તાય છે પરંતુ મોટાભાગે યુવાનો તેને ઇગ્નોર કરે છે.
હાર્ટ અટેકનું બીજું મોટું કારણ ફિઝિકલ એક્ટિવિટી અથવા મૂવમેન્ટનો અભાવ પણ છે. કેટલાક કેસમાં લોકોની જોબ એવી હોય છે કે, તે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને એક પોઝિસનમાં કામ કરે છે અને કામના કારણે એક્સરસાઇઝનો ટાઇમ નથી મળતો. તેને બદલું પડશે. બહારનું ફૂડ પણ આ સ્થિતિ માટે જવાબદાર છે. જેનાથી કોલેસ્ટ્રોલ વધે છે. જે હૃદયના સ્વાસ્થ્યને ખરાબ કરે છે.
શું છે ઉપાય
જો આપને હાઇ બીપી હોય. હાયાબિટીશ હોય, હાઇ કોલેસ્ટ્રોલ ડાયગ્નોસ થયું હોય તો તેને ગંભીરતાથી લો. નિયમિત ચેકઅપ કરાવો અને દવા લો, સ્મોકિંગને સંપૂર્ણ અવોઇડ કરો. આલ્કોહોલ ઇનટેકને સીમાની અંદર રાખો. પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડને ડાયટમાંથી દૂર કરો. આ સાથે કોઇપણ એક્સરસાઇઝને ડેઇલી રૂટીન બનાવો. કાર્ડિયો એક્સરસાઇઝ હાર્ટના હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે.
ડાયટમાં લીલા શાકભાજી અને ફળોને સામેલ કરો. મેન્ટલ સ્ટ્રેસથી દૂર રહો. કોલ્ડ ડ્રિન્ક અને શુગર નિયંત્રિત માત્રામાં લો. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો. જેટલા આપ ખુશ રહેશો આનંદિત રહશો આપનું હૃદય પણ એટલું જ સ્વસ્થ રહેશે.