Beauty: ગ્રીન ટીના વધેલા પેકને ન ફેંકશો, આ રીતે કરો અપ્લાય, ઇન્સ્ટન્ટ પાર્લર જેવો આપશે ગ્લો
Beauty Tips:ગ્રીન ટી પીવાથી જે રીતે અનેક ફાયદા થાય છે તેવી રીતે તેને સ્કિન પર લગાવવાથી પણ ઇન્સ્ટન્ટ બેસ્ટ રિઝલ્ટ મળે છે. તો ચાલો જાણીએ કેવી રીતે
Beauty Tips:ગ્રીન ટીનો ઉપયોગ વજન ઘટાડવાથી લઈને મગજના કાર્યમાં સુધારો કરવા માટે થાય છે. ગ્રીન ટી પીવાથી શરીરને એન્ટીઓક્સીડેન્ટ મળે છે જે ત્વચા માટે ફાયદાકારક છે. ગ્રીન ટી બનાવ્યા પછી બાકીની બેગનો ઉપયોગ ફેસ પેક માટે કરી શકાય છે. લીલા પાંદડાઓથી બનેલું પેક ડેડ સ્કિનને દૂર કરે છે અને કોલેજનનું ઉત્પાદન વધારવાનું કામ કરે છે.
ગ્રીન ટી ફેસ પેકથી આપ આપની સ્કિનને નેચરલ નિખાર આપી શકો છો. મૃત ત્વચા દૂર કરવા, ખીલ દૂર કરવા અને ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે મુલતાની માટી, હળદર, ચોખાનો લોટ અને કેળા સાથે ગ્રીન ટીનો ઉપયોગ કરો.
મુલતાની માટી અને ગ્રીન ટી ફેસ પેક
મુલતાની માટીમાં હાઇડ્રેટિંગ ગુણધર્મો છે જે, સ્કિનના મોશ્ચરને લોક કરે છે. તેમજ મૃત ત્વચા અને વધારાનું તેલ દૂર કરે છે. એક ચમચી મુલતાની માટીમાં ગ્રીન ટી મિક્સ કરો. ભીની ટી બેગમાં રહેલ મોશ્ચર સરળતાથી પેસ્ટ બનાવશે. જો ભીનાશ ન હોય તો તમે ગુલાબજળ ઉમેરી શકો છો. આ સ્મૂધ પેસ્ટને ચહેરા પર લગાવો અને લગભગ 20 મિનિટ માટે રહેવા દો. મિનિટોમાં તમારો ચહેરો ચમકી ઉઠશે.
ચોખાના લોટમાં ગ્રીન ટી મિક્સ કરો
જો તમારી ત્વચામાં ઘણી બધી ગંદકી હોય તો તેને એક્સ્ફોલિયેશનની જરૂર છે. 2 ચમચી ચોખાના લોટમાં 1 ચમચી લીંબુનો રસ અને ગ્રીન ટી મિક્સ કરો. હવે આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને હળવા હાથે ઘસો. આમ કરવાથી મૃત ત્વચા દૂર થશે અને ચહેરાનું એક્સ્ફોલિયેશન પણ દૂર થશે.
હળદર સાથે ગ્રીન ટી મિક્સ કરો
જો તમારા ચહેરા પર ખીલ છે તો તમે ગ્રીન ટીમાં હળદર મિક્સ કરીને લગાવી શકો છો. તેનાથી ઈન્ફેક્શન દૂર થશે અને ચહેરા પરથી ગંદકી પણ દૂર થશે. લગભગ એક ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર અને લીલા પાન મિક્સ કરો. હવે ચહેરા પર ફેસ પેક લગાવો. અઠવાડિયામાં બે વાર હળદર અને ગ્રીન ટીનો ફેસ પેક તમારી ત્વચાને ચમકદાર બનાવશે.
કેળામાં ગ્રીન ટી મિક્સ કરો
જો શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક હોય તો તમે પાકેલા કેળામાં મિક્સ કરીને ગ્રીન ટી લગાવી શકો છો. આ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરશે અને ગ્રીન ટીના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ફ્રી રેડિકલને દૂર કરીને ત્વચાને સુધારશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )