Weight Loss Meal: કરીના કપૂરથી લઈને સુષ્મિતા સેન સુધી જાણો વેઇટ લોસ માટે શું ખાય છે બી-ટાઉનની હસીનાઓ
Bollywood Actresses Weight Loss Meal: આપણે ઘણીવાર સેલેબ્સ વિશે વિચારીએ છીએ કે તે મોંઘી વસ્તુઓ ખાઈને વજન ઘટાડે છે જો કે એવું હોતું નથી .
Bollywood Actresses Weight Loss Meal: મોટાભાગની મહિલાઓ પોતાની કમર પણ અભિનેત્રીઓની જેમ પાતળી હોય તેવું ઈચ્છે છે. જો કે, ખાવા-પીવામાં કેટલીક ભૂલોને કારણે આવું થવું થોડું મુશ્કેલ બની જાય છે. મોટા ભાગની મહિલાઓ અભિનેત્રીઓ વિશે એવું વિચારે છે કે તે મોંઘી મોંઘી વસ્તુઓ ખાઈને વજન ઘટાડે છે. પરંતુ એવું નથી, સેલેબ્સ પણ ખૂબ જ સાદું ભારતીય ફૂડ ખાઈને પોતાનું વજન જાળવી રાખે છે. અહીં જુઓ વજન ઘટાડવા માટે અભિનેત્રીઓ શું ખાય છે.
કરીના કપૂર
એક્ટ્રેસ કરીના કપૂર પોતાની એક્ટિંગ, હ્યુમર અને ફિટ બોડી માટે ચર્ચામાં રહે છે. કરીના પોતાની ફિટનેસ માટે હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ ફોલો કરે છે. અભિનેત્રીના ચાહકો પણ આતુરતાથી જાણવા માંગે છે કે કરીના શું ખાય છે. ફિટનેસ જાળવવા માટે તે બધું તાજું ખાવાનો પ્રયત્ન કરે છે. આ સાથે તે શુદ્ધ વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખે છે. જો કે એક વસ્તુ જે તેમને હંમેશા ફિટ રહેવામાં, ભૂખ સંતોષવામાં મદદ કરે છે અને કેલરી જાળવવામાં પણ મદદ કરે છે અને તે છે ખીચડી અથવા ચોખાથી બનેલા દલિયા.
ભૂમિ પેડનેકર
ફિલ્મ 'દમ લગા કે હઈશા' માટે ભૂમિએ તેનું વજન 89 કિલો કર્યું હતું. જે ફિલ્મના શૂટિંગ પછી લગભગ 6 મહિનામાં 35 કિલો ઘટ્યું હતું. જેના કારણે તે ઘણી હેડલાઇન્સમાં રહી હતી. તેની હેલ્થ જાળવવા માટે ભૂમિ જોઈ વિચારીને ખાય છે. આ સાથે તે દરેક વસ્તુ ખાય છે જે હેલ્ધી હોય છે. જો કે, એક વસ્તુ જે તેને ફિટ રહેવામાં મદદ કરે છે તે છે સૂર્યમુખીના બીજ અને મુસલી સાથેનું દૂધ.
મલાઈકા અરોરા
મલાઈકા અરોરા તેના ફિટ બોડી સાથે લાખો મહિલાઓને ફિટ રહેવા અને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરે છે. અભિનેત્રી કડક ફિટનેસ રૂટિનનું પાલન કરે છે. તેને યોગા કરવાનું પસંદ છે. આ સાથે તે પોતાના ફૂડથી પણ પોતાને ફિટ રાખે છે અને પોતાના માટે હેલ્ધી ફૂડ રાંધવાનું પસંદ કરે છે. તેની ફિટનેસ જાળવવા માટે તે પૌષ્ટિક પીણાં અને સ્મૂધીનો સમાવેશ કરે છે.
સુષ્મિતા સેન
સુષ્મિતા સેન હંમેશા પોતાના નિયમો અનુસાર જીવન જીવવાનું પસંદ કરે છે. તેણીની સુંદરતા અને અભિનય કૌશલ્ય સાથે, તેણીએ પ્રથમ દિવસથી ખૂબ જ સફળ અભિનય કારકિર્દીનું નેતૃત્વ કર્યું છે. અભિનેત્રી પોતાની જાતને ફિટ રાખવા માટે કસરતની સાથે પોતાના ડાયટનું પણ ધ્યાન રાખે છે. તે એક કપ આદુની ચા, ઈંડાની સફેદી, ઓટમીલ અથવા એક ગ્લાસ તાજા શાકભાજીના રસનો સમાવેશ થાય છે.
સારા અલી ખાન
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું નામ બનાવ્યું છે. પોતાના આકર્ષક વ્યક્તિત્વ અને પ્રતિભાશાળી અભિનય કૌશલ્યથી તેણે દેશભરમાં તેના ચાહકોના દિલ જીતી લીધા છે. અભિનેત્રી તેની ફિટનેસનું ધ્યાન રાખે છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઘણું વજન ઉતાર્યું છે. ફિટ રહેવા માટે તે ભાત, રોટલી, દાળ, શાક અને સલાડના સંતુલિત ભાગ સાથે ઘરેલું રાંધેલું ભારતીય ભોજન પસંદ કરે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )