Twinkle Khanna Fitness Tips: 47ની ઉંમરે 37ની દેખાઇ છે ટ્રિવનકલ ખન્ના, એક્ટ્રેસે શેર કરી આ ટિપ્સ
ટ્વિંકલ ખન્ના પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સેલિબ્રિટીઓમાંની એક છે, જે સતત પોતાની પોસ્ટ અને વીડિયો દ્વારા તેમના નવા અનુભવો અને વિચારો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાની એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે તે 47 વર્ષની ઉંમરે પણ તે તેમને કેવી રીતે ફિટ અને યંગ રાખે છે.
![Twinkle Khanna Fitness Tips: 47ની ઉંમરે 37ની દેખાઇ છે ટ્રિવનકલ ખન્ના, એક્ટ્રેસે શેર કરી આ ટિપ્સ Fashion beauty twinkle Khanna shares 7 secrets to look young and fit Twinkle Khanna Fitness Tips: 47ની ઉંમરે 37ની દેખાઇ છે ટ્રિવનકલ ખન્ના, એક્ટ્રેસે શેર કરી આ ટિપ્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/15/f61f4a138938ceca5ff2d6a634b4a8cb167108994471681_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Twinkle Khanna Fitness Tips:ટ્વિંકલ ખન્ના પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સેલિબ્રિટીઓમાંની એક છે, જે સતત પોતાની પોસ્ટ અને વીડિયો દ્વારા તેમના નવા અનુભવો અને વિચારો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાની એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે તે 47 વર્ષની ઉંમરે પણ તે તેમને કેવી રીતે ફિટ અને યંગ રાખે છે. ટ્વિંકલે તેની ફિટનેસ રૂટિન વિશે જણાવ્યું અને એ પણ કહ્યું કે તેણે પ્રખ્યાત અભિનેત્રી વહીદ રહેમાન પાસેથી એક આદત શીખી છે, જે તે ત્યારથી અનુસરી રહી છે.
ડિનર લાઇટ કરો
ટ્વિંકલ ખન્ના કહે છે કે “મેં આ આદત વહીદા રહેમાન જી પાસેથી શીખી છે. રાત્રે ઓછો ખોરાક ખાવાથી શરીરને ખોરાક પચાવવા માટે વધારે શક્તિ ખર્ચવાની જરૂર નથી પડતી. તેથી, વહીદા જીની જેમ, હું દરરોજ રાત્રિભોજનમાં માત્ર ઓમેલેટ ખાઉં છું.
પ્રકૃતિની નજીક રહો
ટ્વિંકલે જણાવ્યું કે તેના બાળપણમાં તેના માત્ર હું આ ત્રણ સાથે ક્વોલિટી સમય પસાર કરતી હતી. એક તો બાળકો બીજું ડોગ, એક બગીચો. તેણી કહે છે કે જ્યારે પણ તેના બાળકો અને બાળકો સાથે નથી હોતી તો હું છોડ સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તેણે કહ્યું, 'જો તમારી પાસે ગાર્ડન બનાવવા જેટલી જગ્યા નથી તો તમારી બારીઓ અને બાલ્કનીઓમાં છોડ વાવો. તે તમારા મૂડને સુધારવાનું કામ છે.
કંઈક નવું શીખતા રહો
ટ્વિંકલ ખન્ના કહ્યું કે હું થોડો સમય કાઢીને હવે મારા બાળક પાસેથી ગિટાર વગાડવાનું શીખી રહી છે. હું બહુ સારી ગાયક તો નથી પરંતુ મેં મારા પુત્ર સાથે ગિટાર વગાડવાનું શીખવાનું શરૂ કર્યું. કોણ જાણે એક દિવસ હું પણ સારી સિંગર બની જાઉં.
તણાવથી દૂર રહેવાની ટિપ્સ
ટ્વિંકલ ખન્નાએ તેના ફેન્સને તણાવ મુક્ત રહેવા માટે પ્રાણાયામ કરવાની સલાહ આપી છે. અભિનેત્રીએ કહ્યું, 'જ્યારે વધતી ઉંમરની અસર દેખાવા લાગે છે, ત્યારે તમારે પ્રણાયામ અચૂક કરવા જોઇએ. તેનાથી આપ ઉર્જાવાન રહેશો અને રિલેક્સ પણ રહેશો.
ખુશ રહેવાના ફાયદા
તેણે કહ્યું કે ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. ખુશ રહેવાથી માત્ર સ્વાસ્થ્ય જ નથી સારું રહેતું પરંતુ આપ રિલેક્શ પણ ફીલ કરો છોત જેની સીધી અસર આપની સ્કિન પર પણ થાય છે.
સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલો
ટ્વિંકલે કહ્યું, “ આપ જ્યારે પણ બહાર જાવ તો બહા જતાંના વીસ મિનિટ પહેલા 30થી ઉપરના એસપીએફવાળું સનસ્ક્રિન અચૂર લગાવો,. તે આપની સ્કિનના યૂવી કિરણોથી રક્ષણ આપશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)