![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
skin care: વધતી ઉંમરે પણ સ્કિનને યંગ રાખવા ઇચ્છો તો રૂટીનમાં આ સુપર ફૂડને અચૂક કરો સામેલ
વધતી ઉંમરની અસર સૌથી પહેલા સ્કિન પર જોવા મળે છે. જો આપ આ અસરને ધીમી કરવા માગતા હો તો ડાયટમાં ફેરફાર કરવાની જરૂર છે.
![skin care: વધતી ઉંમરે પણ સ્કિનને યંગ રાખવા ઇચ્છો તો રૂટીનમાં આ સુપર ફૂડને અચૂક કરો સામેલ If you want to keep the skin young even in old age, then include this super food in routine skin care: વધતી ઉંમરે પણ સ્કિનને યંગ રાખવા ઇચ્છો તો રૂટીનમાં આ સુપર ફૂડને અચૂક કરો સામેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/09/236339f5f788ac7bb16e9f57cde3e37f169159451713381_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Skin care: વધતી ઉંમરની અસર ત્વચા પર જોવા મળે છે. ત્વચા ઢીલી થઇ જતાં તેમાં કરચલીઓ પડવા લાગે છે. કોલેજન બૂસ્ટ ન થતાં આ સમસ્યા થાય છે. જો કે ડાયટ અને લાઇફ સ્ટાઇલમાં થોડો ફેરફાર કરીને આપ વધતી ઉંમરની અસરને ઓછી કરી શકો છો. ડાયટમાં જંકફૂડ. ફાસ્ટ ફૂડ, સ્પાઇસી અને ઓઇલી ફૂડને દૂર કરીને આપ સ્કિને લાંબા સમય સુધી યંગ રાખી શકો છો.
આયુર્વૈદમાં એવું ઓષધ છે, જે વધતી ઉંમરના લક્ષણોને રોકી શકે. આયુર્વૈદિક ઔષધથી ત્વચાને પુરતુ પોષણ મળે છે. કેટલીક જડીબુટ્ટી વધતી ઉંમરના લક્ષણોને ઓછી કરે છે. એવા 4 ઓષઘ છે.જે વઘતી ઉંમરની અસરને ઓછી કરે છે.
મોરિંગામાં ડિટોક્સિફાઇંગના ગુણ છે, જે એન્ટી એન્જિંગને દૂર કરવામાં બેહદ પ્રભાવિત છે. મોરિંગા ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવાની સાથે પિંગ્મેટેન્શન સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. મોરિંગાનું ફેસપેક પર લગાવી શકો છો. જે ત્વચાને કરચલીથી મુક્ત રાખે છે.
અશ્વગંધા એક સુપર ફૂડ છે. જે ત્વચાની કોશિકાને બનાવવામાં મદદ કરે છે. તેનાથી સ્કિન ફ્રેશ લાગે છે. તે ત્વચાની અંદરનું કોલેજનને વધારે છે. જેનાથી સ્કિન પર પરત મોટી આવે છે અને ગ્લો આવે છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં અશ્વગંધા મિક્સ કરીને સુકામેવા સાથે પીવો.
લીમડો પ્રાકૃતિક રીતે કોલેજનને વધારે છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટરિયલ ગુણ હોય છે. સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે. કરચલીથી સ્કિનને બચાવે છે. લીમડાના તેલનું સ્કિન પર મસાજ કરવાથી સારૂ રિઝલ્ટ મળે છે.
આંબળા વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર છે. જે સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. આંબળાને કાચા પણ ખાઇ શકો છો અથવા તેનું જ્યુસ પણ ફાયદાકારક છે.
પપૈયા એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર પપૈયું ત્વચા માટે વરદાન છે. આનાથી એજિંગ જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેમાં વિટામિન A, C, K, E, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ પણ હોય છે. તેમાં પેપેન નામનું એન્ઝાઇમ હોય છે જે કુદરતી સોજા વિરોધી એજન્ટ તરીકે કામ કરે છે. તો સ્કિનને એવર યંગ રાખવા માટે આપ પપૈયાનું સેવન કરી શકો છો.
શક્કરિયા પણ આપને એવરયંગ રાખશે. શકકરિયાએ વિટામિન Aનો સારો સોર્સ છે. વિટામીન A ત્વચાને સુધારવામાં અને તેને મુલાયમ અને નરમ રાખવામાં મદદ કરે છે. તેમાં વિટામીન E અને C પણ ભરપૂર માત્રામાં હોય છે. નાસ્તામાં તમે શક્કરીયા ખાઈ શકો છો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)